તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇંગ્લેન્ડના દર્શકોનું શરમજનક કૃત્ય:એન્ડરસને કોહલીને 7મી વાર આઉટ કર્યો, પેવેલિયનમાં જતી વખતે દર્શકોએ તેને ગુડબાય કહીને ચીડવ્યો

હેડિંગ્લે22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોહલીને આઉટ કર્યા બાદ ઉત્સાહિત દેખાયો જેમ્સ એન્ડરસન. - Divya Bhaskar
કોહલીને આઉટ કર્યા બાદ ઉત્સાહિત દેખાયો જેમ્સ એન્ડરસન.
  • ઇંગ્લેન્ડના કેટલાક દર્શકો વિરાટને ગુડબાય કહીને ચીડવતા જોવા મળ્યા

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ શરમજનક પ્રદર્શન કર્યું. ટીમ ઈન્ડિયા 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના માત્ર 2 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા, જ્યારે 3 બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ માત્ર 7 રન જ બનાવી શક્યો હતો. તેને જેમ્સ એન્ડરસને વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

એન્ડરસને ટેસ્ટમાં 7મી વખત કોહલીને પેવેલિયન મોકલ્યો હતો. આઉટ કર્યા પછી એન્ડરસન પણ ઉત્સાહિત દેખાયો હતો અને ખૂબ આક્રમક રીતે જુસ્સામાં દેખાયો. હકીકતમાં છેલ્લી ટેસ્ટમાં કોહલી અને એન્ડરસન વચ્ચે ઘણો વિવાદ થયો હતો. ભારતીય કેપ્ટન આઉટ થવા દરમિયાન ઇંગ્લિશ ખેલાડી એટલો ખુશ થયો કે તેમણે શરમજનક કૃત્ય પણ કર્યું હતું.

કેટલાક દર્શકો વિરાટને ગુડબાય (cheerio) કહીને ચીડવતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સત્તાવાર ફેન ગ્રુપ બાર્મી આર્મ દ્વારા શેર કરવામાં આવ્યો છે. એ વીડિયોમાં દેખાય છે કે કોહલીના પેવેલિયન પરત ફરતી વખતે ઈંગ્લેન્ડના દર્શકો તેને બાય-બાય કહી રહ્યા છે.

કોહલીનું બેટ છેલ્લા કેટલાક સમયથી શાંત છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે છેલ્લા 50 દાવમાં એકપણ સદી ફટકારી નથી. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 18 રન બનાવ્યા, વનડેમાં 15 અને ટી-20 માં 17 ઇનિંગ્ઝ રમી હતી. ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં કોહલીએ 4 ઇનિંગ્ઝમાં 17.25ની સરેરાશથી માત્ર 69 રન બનાવ્યા છે.

કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારીને 21 મહિના થઈ ગયા છે. તેણે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ડે-નાઇટ ટેસ્ટમાં છેલ્લી સદી ફટકારી હતી. ત્યારે તેણે કોલકાતામાં 136 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ત્યારથી લઈને અત્યારસુધીમાં કોહલીએ ત્રણેય ફોર્મેટમાં 17 ફિફ્ટી ફટકારી છે, પરંતુ કોઈ મોટી ઇનિંગ જોવા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...