તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • An Anti racism Awareness Campaign, Just Like Anti doping And Anti corruption Should Be Launched Before Any Series: Jason Holder

ક્રિકેટમાં જાતિવાદ:કોઈપણ સીરિઝ પહેલા એન્ટી-ડોપિંગ અને એન્ટી-કરપ્શનની સાથે જાગરૂકતા માટે એન્ટી-રેસિઝ્મ અભિયાન પણ ચલાવો જોઈએ: જેસન હોલ્ડર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેસિઝ્મ કોડ હેઠળ, જો કોઈ ખેલાડી ત્રીજી વખત દોષી સાબિત થાય છે, તો તેને આજીવન પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે
  • હોલ્ડરે કહ્યું, "મને નથી લાગતું કે જાતિવાદ કોઈ પણ રીતે ડોપિંગ અથવા ભ્રષ્ટાચારથી અલગ છે

વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડરે કહ્યું કે જાતિવાદને પણ ક્રિકેટમાં ડોપિંગ અને મેચ ફિક્સિંગની જેમ ગંભીરતાથી લેવામાં આવું જોઈએ. તેણે કહ્યું કે, ટીમોએ એન્ટિ-ડોપિંગ અને એન્ટી-કરપ્શનની સાથે એન્ટી-રેસિઝ્મ માટે સેમિનારની શરૂઆત કરવી જોઈએ. તેણે કહ્યું, "મેં કોઈ જાતિવાદી ભેદભાવનો અનુભવ કર્યો નથી, પરંતુ મેં મારી આસપાસ તે સાંભળ્યું કે જોયું છે."

હોલ્ડરે કહ્યું, "મને નથી લાગતું કે જાતિવાદ કોઈ પણ રીતે ડોપિંગ અથવા ભ્રષ્ટાચારથી અલગ છે." આ માટે અલગ દંડ લગાવવામાં આવો જોઇએ. જો આપણે આ બાબતો રમતની અંદર પણ જોઈ હોય, તો આપણે તેમની સાથે સમાન રીતે વ્યવહાર કરવો જોઇએ. "

પ્લેયર પર આજીવન પ્રતિબંધ લાગી શકે છે
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની ગવર્નિંગ બોડીના એન્ટી રેસિઝ્મ કોડ હેઠળ, જો કોઈ ખેલાડી ત્રીજી વખત દોષી સાબિત થાય છે, તો તેને આજીવન પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. પ્રથમ વખત, ભૂલ પર 4 ટેસ્ટ અથવા 8 મેચ રમવા પર પ્રતિબંધ છે.

સરફરાઝ પર 4 મેચનો પ્રતિબંધ લાગ્યો હતો
ગયા વર્ષે પાકિસ્તાનની ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદે દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર એંડિલ ફેલુકવાયો પર જાતિવાદી ટિપ્પણી કરી હતી. આ પછી સરફરાઝને 4 મેચના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

ICCએ ગેલ અને સમીને સપોર્ટ કર્યા
આ મહિને વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમી અને ક્રિસ ગેલે કહ્યું હતું કે, તેમણે ઘણીવાર જાતિવાદનો સામનો કરવો પડ્યો હતો. તેમણે તાજેતરમાં બ્લેક લાઈવ્સ મેટર કેમ્પેનમાં ભાગ લીધો હતો. ICCએ ટ્વીટ કરીને તેમનો સાથ આપ્યો હતો.

ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડીઝ શ્રેણીમાં જાતિવાદનો વિરોધ થઈ શકે છે
ઇંગ્લેન્ડ આવતા મહિને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી દરમિયાન વિન્ડિઝ સાથે જાતિવાદનો વિરોધ કરવાનો વિચાર કરશે. વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. પ્રથમ મેચ 8 જુલાઈથી યોજાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટની પણ કોરોના વચ્ચે લગભગ 3 મહિના પછી આ શ્રેણીમાંથી વાપસી થશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો