બિગ-બીએ ભજ્જીને ધોઈ નાખ્યો!:હરભજન સિંહની બોલિંગ પર અમિતાભ બચ્ચને ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા, ઈરફાને સ્પિનરની જોરદાર મજાક ઉડાવી

એક મહિનો પહેલા

ઈન્ડિયન ટીમના સ્ટાર પ્લેયરની યાદીમાં સામેલ હરભજન સિંહ અને ઈરફાન પઠાણે ટીવીના એક ચર્ચિત શોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન બંને ક્રિકેટર્સે બોલિવૂડના અભિનેતા અમિતાભ બચ્ચન સાથે જોરદાર મજાક-મસ્તી કરી હતી. વળી આ KBCની સિઝનનો છેલ્લો એપિસોડ પણ હતો. તેવામાં હરભજનની બોલિંગમાં અમિતાભ બચ્ચને બેક ટુ બેક ચોગ્ગા-છગ્ગા મારી ઈરફાન સહિત અન્ય દર્શકોને ચોંકાવી દીધા હતા.

ઇરફાન પઠાણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં આની એક ક્લિપ શેર કરી છે. જેમાં તે અમિતાભને કહી રહ્યો છે કે સર અમે ઘણા દિગ્ગજો સાથે ક્રિકેટની ગેમ રમી છે. પરંતું તમે જ એક એવા દિગ્ગજ છો જેમની સાથે હજુ રમવાનું બાકી છે. આ વીડિયોમાં હરભજન બોલિંગ કરી રહ્યો છે અને અમિતાભ બચ્ચન બેટિંગ કરતો નજરે પડી રહ્યો છે.

ચોગ્ગો માર્યા પછી અમિતાભે અમ્પાયરની જેમ ઈશારો કર્યો
ચોગ્ગો માર્યા પછી અમિતાભે અમ્પાયરની જેમ ઈશારો કર્યો

હરભજને નિવૃત્તિનો સંકેત આપ્યો
હરભજનની બોલિંગ દરમિયાન અમિતાભ બચ્ચને બેક ટુ બેક ચોગ્ગા-છગ્ગા માર્યા હતા. જેના પરિણામે ભજ્જીએ કહ્યું કે મે મારી કરિયરમાં ઘણા દિગ્ગજોને પેવેલિયન ભેગા કર્યા છે, પરંતુ હું એક દિગ્ગજને આઉટ કરતા ચૂકી ગયો. જો એમની વિકેટ લીધી હોત તો હું ખુશીથી નિવૃત્ત થઈ શકીશ. ભજ્જી અહીંયા અમિતાભ બચ્ચનની વાત કરી રહ્યો હતો. આ વાત સાંભળ્યા પછી બિગ-બી પણ હસવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે હરભજન આગામી કેટલાક મહિનામાં નિવૃત્તી લઈ શકે છે.

ઈરફાન પઠાણે આ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે KBC-13ના સ્ટેજ પર સરે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો. હરભજન સિંહને ધોઈ નાખ્યો અને મારી કોમેન્ટ્રી. તમે પણ આ રસપ્રદ ક્ષણને જુઓ.

અન્ય સમાચારો પણ છે...