ફુટબોલ / એમ્બાપ્પે-નેમારના ક્લબ PSGએ 50 અબજ રૂપિયાની કમાણી કરી, સૌથી ધનવાન ક્લબ બન્યો

Ambagappe-Neymar's club PSG earns Rs 50 billion, becoming the richest club

  • ફુટબોલ ક્લબ પેરિસ સેન્ટ-જર્મેને જણાવ્યું કે, 2017-18ની તુલનામાં 17.7% વધારે મહેસૂલ મળી 
  • PSG 2017-18માં અંદાજે 42.5 અબજ રૂપિયાની કમાણી સાથે ધનવાન ક્લબોની યાદીમાં છઠ્ઠા ક્રમે 
     

Divyabhaskar.com

Nov 07, 2019, 04:49 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ પેરિસ સેન્ટ-જર્મેન(PSG)2018-19માં રેકોર્ડ 50 અબજ રૂપિયા(637.8 મિલીયન યૂરો) કમાણી કરનારો અત્યાર સુધીનો સૌથી અમીર ફુટબોલ ક્લબ બની ગયો છે. PSGએ બુધવારે જણાવ્યું કે, તેને ગત વર્ષની સરખામણીમાં 17.7% વધારે કમાણી કરી છે. ક્લબે 2017-18માં અંદાજે 42.5 અબજ રૂપિયા(541.7 મિલીયન યૂરો) કમાણી કરી હતી. PSGએ એમ્બાપ્પે અને નેમાર જેવા સ્ટાર ફુટબોલર રમે છે.

PSGએ 2017માં અંદાજે 31.4 અબજ રૂપિયા(400 મિલિયન યૂરો)ખર્ચીને બ્રાઝિલના નેમાર અને ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પેને ખરીદ્યું હતું.

બાર્સિલોનાને 78.5 અબજ રૂપિયાની કમાણીના અંદાજ
ગત વર્ષે બાર્સિલોના અને રિયાલ મૈડ્રિડ સૌથી વધારે કમાવનારા ક્લબમાંથી એક છે. આ વખતે બાર્સિલોનાને રેકોર્ડ 78.5 અબજ રૂપિયાની કમાણીનો અંદાજ છે. સાથે જ રિયાલ મૈડ્રિડને 2018-19માં 59.5 અબજ રૂપિયા મહેસૂલ મળી શકે છે.

PSG ચેમ્પિયન્સ લીગના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં
PSGએ બુધવારે ક્લબ બ્રુગેને 1-0થી હરાવીને સતત આઠમી વખત ચેમ્પિયન્સ લીગના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ ડાયરેક્ટર લિયોનાર્ડોએ રિયાલ મૈડ્રિડના કોચ જિનેડિન જિદાનના એ નિવેદનને ફગાવ્યું હતું, જેમાં જિદાને કહ્યું હતું કે, એમ્બાપ્પેમાં રમવા માંગીએ છીએ.

X
Ambagappe-Neymar's club PSG earns Rs 50 billion, becoming the richest club

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી