સ્ટેડિયમમાં સચિન... સચિન...ના નારા ગુંજ્યા:જાડેજાનો આશ્ચર્યજનક કેચ, કોહલી નાટુ-નાટુ પર ઝુમ્યો; ભારત-ઓસ્ટ્રેલિયા વનડેની મોમેંટ્સ

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતે પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 11 રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયા 3 વનડે સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. રવિવારે બીજી વનડે વિશાખાપટ્ટનમમાં રમાશે. પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં ડાઈવિંગ કેચ કરનાર ભારતનો રવિન્દ્ર જાડેજા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

અભિનેતા રજનીકાંતે VIP બેઠકમાં બેસીને મેચ જોઈ, સ્ટેડિયમ 'સચિન...સચિન...'ના નારાથી ગુંજી ઉઠ્યું અને મોહમ્મદ સિરાજે ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના અંદાજમાં સેલિબ્રેશન કર્યું. મેચની આવી જ ટોપ મોમેંટ્સ આ સ્ટોરીમાં જાણીએ.

1. જાડેજાનો શાનદાર ડાઇવિંગ કેચ
પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર મિચેલ માર્શે 81 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજાએ તેને હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ જાડેજાએ માર્નસ લાબુશેનનો શાનદાર ડાઇવિંગ કેચ કર્યો હતો. 23મી ઓવરનો ચોથો બોલ કુલદીપ યાદવે ઓફ સ્ટમ્પ પર શોર્ટ ઓફ ગુડ લેન્થ ફેંક્યો હતો. લાબુશેને કટ કર્યો, જાડેજા શોર્ટ થર્ડ મેનથી બેકવર્ડ પોઇન્ટ તરફ દોડ્યો અને 10 ફૂટ દૂર ડાઇવ મારીને કેચ ઝડપી લીધો હતો.

લાબુશેનને માત્ર 15 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આ પછી જાડેજાએ ગ્લેન મેક્સવેલની વિકેટ પણ લીધી હતી. ત્યારપછી બીજા દાવમાં કેએલ રાહુલ સાથે 108 રનની અણનમ ભાગીદારીએ પણ ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જાડેજા શોર્ટ થર્ડ મેનથી બેકવર્ડ પોઈન્ટ તરફ દોડ્યો અને 10 ફુટ ડાઈવ મારીને માર્નસ લાબુશેનનો કેચ ઝડપ્યો હતો.
જાડેજા શોર્ટ થર્ડ મેનથી બેકવર્ડ પોઈન્ટ તરફ દોડ્યો અને 10 ફુટ ડાઈવ મારીને માર્નસ લાબુશેનનો કેચ ઝડપ્યો હતો.

2. રજનીકાંત, શરદ પવાર, ફડણવીસે મેચ જોઈ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા માટે ઘણા પૂર્વ ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ કલાકારોમાં રજનીકાંત અને અજય દેવગન પણ સામેલ થયા હતા. આ સિવાય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, પૂર્વ ICC અધ્યક્ષ શરદ પવાર અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન પણ પહોંચ્યા હતા. બધાએ VIP લોન્જમાં બેસીને મેચની મજા માણી હતી.

એનસીપી ચીફ શરદ પવાર, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અભિનેતા રજનીકાંત પણ મેચ જોવા પહોંચ્યા હતા.
એનસીપી ચીફ શરદ પવાર, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અભિનેતા રજનીકાંત પણ મેચ જોવા પહોંચ્યા હતા.

3. રોનાલ્ડોના અંદાજમાં સિરાજનું સેલિબ્રેશન
મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં 29 રન આપીને 3 વિકેટ લીધી હતી. ઓપનર ટ્રેવિસ હેડને બોલ્ડ કર્યા બાદ તેણે સીન એબોટ અને એડમ જાંપાની વિકેટ પણ લીધી હતી. ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની છેલ્લી વિકેટ લીધા બાદ તે હવામાં કુદકો માર્યો હતો. પોર્ટુગલના જાણીતા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના અંદાજમાં તેનું સેલિબ્રેશન રહ્યું હતું. સિરાજ ઘણીવાર વિકેટ લીધા બાદ આ રીતે સેલિબ્રેશન કરતો જોવા મળે છે.

સિરાજે ટ્રેવિસ હેડને બોલ્ડ કરીને રોનાલ્ડોની સ્ટાઈલમાં જશ્ન મનાવ્યો હતો.
સિરાજે ટ્રેવિસ હેડને બોલ્ડ કરીને રોનાલ્ડોની સ્ટાઈલમાં જશ્ન મનાવ્યો હતો.

4. 'સચિન...સચિન...' ના નારાથી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું
સચિન તેંડુલકર મુંબઈ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમતો હતો. વાનખેડે સ્ટેડિયમમાં તેમના નામે એક સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું છે. મેચ દરમિયાન આવી ક્ષણ આવી હતી જ્યારે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો 'સચિન...સચિન...'ના નારા લગાવી રહ્યા હતા. દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં સચિન ઉપરાંત વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાના નામના પણ નારા લાગ્યા હતા.

દર્શકોથી ભરેલું મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ સચિન...સચિનના નારાથી ગુંજી ઉઠ્યું હતું.
દર્શકોથી ભરેલું મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ સચિન...સચિનના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

5. વિરાટનો 'નાટુ-નાટુ' ડાન્સ
મેચની પ્રથમ ઇનિંગમાં ફિલ્ડિંગ કરતી વખતે ભારતના વિરાટ કોહલી ઓસ્કાર વિજેતા ગીત 'નાટુ નાટુ' પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. પ્રથમ પાવરપ્લે દરમિયાન વિરાટ સ્લિપમાં ઉભો હતો, તે દરમિયાન સ્ટેડિયમમાં નટુ-નટુ ગીત વાગવા લાગ્યું, વિરાટે તેના પર ડાન્સ કરવાનું શરૂ કર્યું. વિરાટ મેચમાં બેટથી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને તેણે 9 બોલમાં 4 રન બનાવી પોતાની વનડે કારકિર્દીમાં પ્રથમ વખત તે મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો.

નાટુ-નાટુ ડાન્સના સ્ટેપ પર ઝુમતો વિરાટ કોહલી.
નાટુ-નાટુ ડાન્સના સ્ટેપ પર ઝુમતો વિરાટ કોહલી.

6. કોહલી-સૂર્યા સતત બોલમાં આઉટ
189 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે બીજી ઓવરમાં જ ઈશાન કિશનની વિકેટ ગુમાવી દીધી હતી. તેના પછી પાંચમી ઓવર જેમાં મિચેલ સ્ટાર્કે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને પણ પેવેલિયન પરત મોકલી દીધા હતા. ઓવરના પાંચમા બોલ પર સ્ટાર્ક કોહલી અને છઠ્ઠા બોલ પર સૂર્યકુમારને LBW કર્યો હતો.

સૂર્યા આઉટ થતાં જ ભારતનો સ્કોર 16 વિકેટે 3 રન હતો, ત્યારબાદ સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. સ્ટાર્કે 9.5 ઓવરમાં 3 વિકેટ લઈને પોતાનો સ્પેલ પૂરો કર્યો હતો. પરંતુ વિકેટકીપર કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની જોરદાર બેટિંગ બાદ ભારતે 5 વિકેટે મેચ જીતી લીધી.

વિરાટ કોહલી LBW થતા જ સ્ટેડિયમમા સન્નાટો છવાઈ ગયા હતો. તે પણ પરેશાન થયેલા જોવા મળ્યો હતો.
વિરાટ કોહલી LBW થતા જ સ્ટેડિયમમા સન્નાટો છવાઈ ગયા હતો. તે પણ પરેશાન થયેલા જોવા મળ્યો હતો.

7. શુભમન ગિલ કેચ છોડ્યો, 2 વખત જીવનદાન મળ્યું
ભારતના ઓપનર શુભમન ગીલે પ્રથમ દાવમાં એક સરળ કેચ છોડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેમેરોન ગ્રીને હાર્દિક પંડ્યાનો બોલ કટ કર્યો, પરંતુ બોલ સ્લિપમાં ગયો હતો. ગિલે કેચ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથથી છુટી ગયો. ગિલે આ ભૂલ સુધારી અને અંતે માર્કસ સ્ટોઇનિસ અને સીન એબોટેનો શાનદાર કેચ ઝડપ્યા હતા.

બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવેલા ગિલને પણ નસીબે સાથ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વિકેટકીપર જોશ ઈંગ્લિસે તેનો કેચ છોડ્યો હતો. એક વખત ફરીથી LBW આપ્યા બાદ તે રિવ્યુમાં બચી ગયો હતો. પણ આ જીવનદાનનો તે ફાયદો ઉઠાવી શક્યો નહીં અને 11મી ઓવરમાં સ્ટાર્કનો બોલ પર પોઈન્ટ પર ઉભેલા માર્નસ લાબુશેનને કેચ આપ્યો હતો. ગિલે 31 બોલમાં 20 રન બનાવ્યા હતા.

શુભમન ગિલે હાર્દિકની બોલિંગ પર કેમરુન ગ્રીનનો સરળ કેચ છોડ્યો હતો.
શુભમન ગિલે હાર્દિકની બોલિંગ પર કેમરુન ગ્રીનનો સરળ કેચ છોડ્યો હતો.
ગિલે મેચમાં 2 કેચ છોડ્યા હતા. તેમાં એબોટનો કેચ શાનદાર રહ્યો હતો. આ તસવીર એ જ કેચની છે.
ગિલે મેચમાં 2 કેચ છોડ્યા હતા. તેમાં એબોટનો કેચ શાનદાર રહ્યો હતો. આ તસવીર એ જ કેચની છે.

સ્પોર્ટ્સના અન્ય સમાચાર પણ વાંચો..

11 વર્ષ પછી વાનખેડેમાં જીત્યું ભારત

ભારતે વનડે સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. ટીમે શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 11 વર્ષ બાદ વનડેમાં વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સિરીઝની બીજી વનડે 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે.

અન્ય સમાચારો પણ છે...