તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Along With The Hotel Staff, The Staff Of The Chartered Flight To Take The Players To England Will Also Be Quarantined.

WTC ફાઇનલ માટે સખત કોરોના પ્રોટોકોલ:હોટલ સ્ટાફની સાથે ખેલાડીઓને ઇંગ્લેન્ડ લઈ જનાર ચાર્ટર્ડ ફ્લાઇટના કર્મચારી પણ ક્વોરન્ટીન રહેશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલને હવે એક મહિનાથી થોડો વધુ સમય જ રહ્યો છે. 18થી 22 જૂન સુધી ઇંગ્લેન્ડના સાઉથ હેમ્પટનમાં ભારત અને ન્યૂ ઝીલેન્ડ આમને-સામને થશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા બંને દેશોના બોર્ડની સાથે ICC અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ખેલાડીઓ સુરક્ષિત રહી શકે તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આઈપીએલમાંથી શીખ લીધી
ઘણા ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ થતા 29 મેચ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ -2021) મુલતવી રાખવી પડી. આમાંથી શીખ લઈને, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભાગ લેનારા તમામ આયોજકો તેમના તરફથી કોઈ કસર છોડશે નહીં. આઇસીસીએ બીસીસીઆઈ અને ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ બોર્ડને ઈંગ્લેન્ડમાં કોરોનાના પ્રોટોકોલ નિયમોનું સખત રીતે પાલન કરવા સૂચના આપી છે. ઇંગ્લેન્ડ જતા પહેલા સુનિશ્ચિત કરવાનું છે કે તેમના કોઈપણ ખેલાડી અથવા સપોર્ટ સ્ટાફમાં કોરોનાના કોઈ લક્ષણ નથી. તે માટે ટેસ્ટિંગ, આઇસોલેશન સહિત તમામ સાવચેતી રાખવામાં આવશે.

મુંબઈમાં બનશે બાયો બબલ અહીંથી ઇંગ્લેન્ડના બબલમાં થશે એન્ટ્રી
સૂત્રો અનુસાર BCCIએ ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા મુંબઈમાં ખેલાડીઓને ભેગા કરીને બબલમાં રાખવાની યોજના બનાવી છે. ટીમના બધા ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ 19 મેના રોજ મુંબઈમાં ભેગા થશે. શરૂઆતમાં કોઈને એકબીજાને મળવાની છૂટ નહીં હોય અને બધા આઇસોલેશનમાં રહેશે. સાત દિવસના આઇસોલેશન દરમિયાન દર બીજા દિવસે બધાનો કોરોના ટેસ્ટ થશે. જો કોઈ સદસ્ય પોઝિટિવ આવે તો તેને ક્વોરન્ટીન થવું પડશે. 7 દિવસમાં બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ બધા ખેલાડીઓને ભેગા કરાશે.

હોટલ સ્ટાફ, બસ ડ્રાઈવર એક અઠવાડિયા પહેલાથી બબલમાં રહેશે
ખેલાડીઓના મુંબઈ આવવા પહેલાથી જ હોટલના કર્મચારીઓ અને બસ ડ્રાઈવર સહિત અન્ય સ્ટાફને એક અઠવાડિયામાં ક્વોરન્ટીન રાખવામાં આવશે. તેમનો દર બીજા દિવસે કોરોના ટેસ્ટ થશે. ખેલાડીઓએ મુંબઈમાં 48 કલાક પહેલાનો ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવો પડશે. નેગેટિવ હોવા પર જ તેમને હોટલમાં એન્ટ્રી મળશે. તે પછી હોટલમાં એક અઠવાડિયા માટે ક્વોરન્ટીનમાં રહેશે. ભારતીય ટીમ ચાર્ટર્ડ ફ્લાઇટથી ઇંગ્લેન્ડ રવાના થશે. ચાર્ટર્ડ ફ્લાઇટના કર્મચારી પણ એક અઠવાડિયા પહેલા ક્વોરન્ટીનમાં રહેશે. તેમના પણ 3 કોરોના ટેસ્ટ થશે.

ઇંગ્લેન્ડમાં અલગ-અલગ હોટલોમાં 10 દિવસ ક્વોરન્ટીનમાં રહેશે બંને ટીમોના ખેલાડીઓ
સૂત્રો અનુસાર ઇંગ્લેન્ડ પહોંચવા પર ભારત અને ન્યૂ ઝીલેન્ડના ખેલાડીઓ અલગ-અલગ હોટલમાં ક્વોરન્ટીનમાં રહેશે. ખેલાડીઓ પહોંચે એના 10 દિવસ પહેલા જ હોટલના કર્મચારીઓને ક્વોરન્ટીનમાં રાખવામાં આવશે. ખેલાડીઓ ટ્રેનિંગ કરી શકશે કારણકે તેઓ બબલથી બબલમાં શિફ્ટ થયા હશે. જોકે, ખેલાડીઓ હોટલની બહાર નહીં જઈ શકે. દર બીજા દિવસે ખેલાડીઓનો કોરોના ટેસ્ટ થશે.

ક્વોરન્ટીન પછી સ્ટેડિયમની નજીકની હોટલમાં રહેશે ટીમો
10 દિવસનો ક્વોરન્ટીન પીરિયડ પૂરો કર્યા પછી બંને ટીમોને ગ્રાઉન્ડની નજીકની હોટલમાં શિફ્ટ કરાશે. આ હોટલના કર્મચારીઓ પહેલેથી ક્વોરન્ટીનમાં હશે. ખેલાડીઓ રહેશે, ત્યાં સુધી હોટલના કર્મચારીઓ પણ બબલમાં જ રહેશે.

BCCIના વરિષ્ઠ અધિકારી પણ ફાઇનલ મેચમાં થઈ શકે છે સામેલ
સૂત્રો અનુસાર પહેલીવાર થઈ રહેલી ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં BCCIના વરિષ્ઠ અધિકારી પણ સામેલ થઈ શકે છે. આશા છે કે અધિકારી પણ ટીમ સાથે ચાર્ટર્ડ પ્લેનમાં જશે. તેઓ પણ મુંબઈમાં ક્વોરન્ટીનમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...