તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Alleging Rishabh Had Tampered With The Keeping Gloves, The Umpires Took Immediate Action; Learn What The Rules Of Cricket Say On This Issue

પંત V/S અમ્પાયર્સ:રિષભે કીપિંગ ગ્લવ્સ સાથે ચેડાં કર્યાંનો આક્ષેપ, અમ્પાયરની પરવાનગી વગર આંગળીમાં ટેપ લગાવી, પગલાં લેવાયાં; જાણો નિયમ શું કહે છે?

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમ્પાયર્સે ટકોર કરતાં ગ્લવ્સ પર લગાવેલી ટેપ પંતે કાઢવી પડી. - Divya Bhaskar
અમ્પાયર્સે ટકોર કરતાં ગ્લવ્સ પર લગાવેલી ટેપ પંતે કાઢવી પડી.
  • પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર્સે ડેવિડ મલાનને નોટઆઉટ જાહેર કરવાની વાત રજૂ કરી

હેડિંગ્લેમાં ઇંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગમાં 432 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, હવે ઈન્ડિયન ટીમ સામે 354 રનની લીડનો પહાડ ખડકી દેવાયો છે. એવામાં બીજા દિવસે રિષભ પંત અને અમ્પાયર્સ વચ્ચે વિકેટ-કીપિંગ ગ્લવ્સ મુદ્દે વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે પંતે ગ્લવ્સની 3જી અને 4થી ફિંગર્સ પર ટેપ લગાવી હતી, જે અમ્પાયર્સને નજરે પડતાં તાત્કાલિક પગલાં ભર્યાં હતાં. આ મુદ્દે વિરાટ કોહલીએ પણ મધ્યસ્થી કરવાની જરૂર પડી હતી.

94મી ઓવર પછી રિષભ, અમ્પાયર્સના નિશાને
ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ડેવિડ મલાનની વિકેટ પછી આ વિવાદ સર્જાયો હતો. ઈનિંગની 94મી ઓવરમાં સિરાજે લેગ સ્ટમ્સની બહાર ફુલ લેન્થથી બોલ પર મલાનને ફ્લિક શોટ પર આઉટ કર્યો હતો. જોકે પહેલા તો અમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યો હતો, પરંતુ સિરાજના કહેવા પર કોહલીએ રિવ્યૂ લીધો હતો, જેમાં મલાન આઉટ હોવાની વાત સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે રિવ્યૂ દરમિયાન મલાન આઉટ થયાની સાથે અમ્પાયર્સે રિષભ પંતના કીપિંગ ગ્લવ્સ પર પણ ધ્યાન ગયું હતું, જેમાં પંતે ગ્લવ્સની છેલ્લી 2 ફિંગર્સને ટેપ વડે બાંધી દીધી હતી.

ટી બ્રેક પછી અમ્પાયર્સે ટેપ રિમૂવ કરવા ટકોર કરી
પોસ્ટ ટી બ્રેક પછી અમ્પાયર્સે રિષભ પંત પાસે પહોંચીને ગ્લવ્સની ચકાસણી કરી હતી. આ સમયે વિરાટ કોહલી પણ રિચર્ડ કેટલબ્રો સાથે આવી પહોંચ્યો હતો. કોહલી અને પંતે એકબીજા સાથે વાતચીત કર્યા પછી અમ્પાયર્સના નિર્ણયનું માન રાખી ગ્લવ્સ પરથી ટેપ હટાવી દીધી હતી.

જાણો ક્રિકેટના નિયમ શું કહે છે?
ક્રિકેટના નિયમ 27.1 પ્રમાણે એક વિકેટકીપરમાં ગ્લવ્સ અંગૂઠો અને તેની પાસે આવેલી (તર્જની) આંગળીને ટેપ વડે એકબીજા સાથે જોડાયેલી હોવી જોઇએ. વિકેટકીપર અહીં ટેપ લગાવી શકે છે. જોકે નિયમ નંબર 28.1 પ્રમાણે જો કોઇ ખેલાડીને આંગળીમાં ઈજા પહોંચી હોય તો જ તે અમ્પાયર સાથે ચર્ચા કરીને ટેપ લગાવી શકે છે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર્સે પોતાનો મત રજૂ કર્યો
સ્કાઇ સ્પોર્ટ્સમાં કોમેન્ટરી કરી રહેલા નાસિર હુસૈન અને ડેવિડ લોયડે કોમેન્ટરી દરમિયાન કહ્યું હતું કે આમ જોવા જઇએ તો ખેલાડીઓ ટેપ લગાવી શકે છે, પરંતુ જો થર્ડ અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થના નિર્ણય પર પ્રકાશ પાડીએ તો પંતે એકપણ અમ્પાયર્સની અનુમતિ લીધા વિના ટેપ લગાવી હતી, જેથી પંતને ટેપ કાઢવા માટે અપીલ કરી હતી.

લોઈડે કહ્યું હતું કે મલાનને ફરી બેટિંગ કરવા બોલાવો
પંતના ગ્લવ્સ પરથી ટેપ હટાવ્યા બાદ અમ્પાયર્સે મલાનને નોટઆઉટ જાહેર કરી રમવા માટે બોલાવવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...