મોટો નિર્ણય:ભારતની પુરુષ-મહિલા ક્રિકેટ ટીમની તમામ મેચ ડીડી સ્પોર્ટ્સ પર ટેલિકાસ્ટ થશે
- સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગ અનિવાર્ય શેરિંગ એક્ટમાં મોટું પરિવર્તન કરાયું
- ફૂટબોલ વર્લ્ડ કપની ઓપનિંગ, સેમિફાઈનલ અને ફાઈનલ પણ બતાવાશે
માહિતી અને પ્રસારણ મંત્રાલયે સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગ અનિવાર્ય શેરિંગ એક્ટમાં મોટો ફેરફાર કર્યો છે. ખાનગી સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટર્સે ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમની મેચ (વન-ડે, ટી20, ટેસ્ટ) પબ્લિક બ્રોડકાસ્ટર પ્રસાર ભારતી સાથે શેર કરવાની રહેશે. હવે તમામ મેચ ડીડી સ્પોર્ટ્સ પર લાઈવ ટેલીકાસ્ટ થશે.
- રાઈટ્સ માલિકોએ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સેમિફાઈનલ અને ફાઈનલ શેર કરવાની રહેશે.
- પુરુષ અને મહિલા એશિયા કપ (વન-ડે, ટી20)ની સેમિફાઈનલ અને ફાઈનલ પણ આપવાની રહેશે.
- જે અંડર-19 વર્લ્ડ કપ મેચમાં ભારત સામેલ હશે, તેને પણ શેર કરવાની રહેશે. તેની સેમિફાઈનલ અને ફાઈનલ ફરજિયાત શેરિંગ લિસ્ટમાં સામેલ કરાઈ છે.
- તમામ ઓલિમ્પિક ફીડ શેર કરવાની રહેશે.
- હોકી જૂનિયર વર્લ્ડ કપ (જો ભારત યજમાન છે)ને અનિવાર્ય શેરિંગ એક્ટમાં સામેલ કરાયો છે.
- મહિલા એશિયન ફૂટબોલ કપ અને ભારતમાં યોજાનારા અંડર-17 ફીફા વર્લ્ડ કપનું પણ ડીડી સ્પોર્ટ્સ પર પ્રસારણ થશે.
- ફીફા વર્લ્ડ કપની ઓપનિંગ, સેમિફાઈનલ અને ફાઈનલ મેચ ડીડી સ્પોર્ટ્સ પર બતાવાશે.
- સંતોષ ટ્રોફીની સેમિફાઈનલ, ફાઈનલ, શૂટિંગ વર્લ્ડ કપ, કોમનવેલ્થ શૂટિંગ અને તીરંદાજીની ફીડ પણ આપવાની રહેશે.