તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતની લોકપ્રિય ટી-20 લીગ આઈપીએલ તેની 14મી સિઝન માટે તૈયાર છે. આ માટે 18 ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં પણ હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. બધી ટીમોએ મળીને કુલ 57 ખેલાડીઓની પસંદગી કરી. આ દરમિયાન ખેલાડીઓએ પર પણ ભારે રૂપિયા વરસાવ્યા હતા. તેમાંથી વિદેશી ખેલાડીઓ, ખાસ કરીને ઓલરાઉન્ડરોએ સૌથી વધુ કમાણી કરી. દક્ષિણ આફ્રિકાનો ક્રિસ મોરિસ આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. ચાલો આપણે જાણીએ: આઈપીએલની આઠ ફ્રેન્ચાઇઝીના કેપ્ટનોની સેલરી.
વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નેતૃત્વ કરે છે. તે હાલમાં આઈપીએલમાં સૌથી વધુ વેતન મેળવનાર ખેલાડી છે. વિરાટ પ્રથમ સીઝનથી જ આરસીબીનો ભાગ છે. તેને આરસીબીએ 2008ની હરાજીમાં માત્ર 12 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આઈપીએલ 2021 માટે ફ્રેન્ચાઇઝીએ તેમને 17 કરોડ રૂપિયા આપ્યા હતા.
મહેન્દ્રસિંહ ધોની
ભારતના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરે છે. ધોની આઈપીએલના સૌથી સફળ કેપ્ટનોમાનો એક છે. તેનું વેતન 15 કરોડ રૂપિયા છે. ધોની 2008થી ચેન્નાઈનો કેપ્ટન છે અને તેની કેપ્ટનશીપ હેઠળ સીએસકે ટીમે ત્રણ વખત વિજય મેળવ્યો છે.
રોહિત શર્મા
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને રૂ .15 કરોડની સેલરી મળે છે. તે આઈપીએલ ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન છે. તેની કેપ્ટનશીપ હેઠળ તેમણે મુંબઇને પાંચ વખત વિજેતા બનાવ્યૂ છે. રોહિતે આઈપીએલમાં 200 મેચ રમી છે અને આમાં તેણે 5230 રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં એક સદી અને 39 ફિફ્ટી પણ ફટકારી છે.
ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર અને સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરને 12.5 કરોડ રૂપિયા મળે છે. તે આઈપીએલના સૌથી સફળ બેટ્સમેનમાનો એક છે. વોર્નરે 142 મેચમાં અત્યાર સુધીમાં 5254 રન બનાવ્યા છે. સતત છ સીઝનમાં 500થી વધુ રન બનાવનાર તે એકમાત્ર બેટ્સમેન છે. તેણે પોતાની આઈપીએલ કારકિર્દીમાં ચાર સદી અને 48 ફિફ્ટી ફટકારી છે.
કેએલ રાહુલ
વિશ્વના બીજા નંબરનો ટી-20 ખેલાડી કેએલ રાહુલ પંજાબ કિંગ્સ (અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબ)નો કેપ્ટન છે. રાહુલને 11 કરોડ સેલરી મળશે. તેમને ફ્રેંચાઇઝીએ આઈપીએલ 2020માં તેનો કેપ્ટન બનાવ્યો હતો. રાહુલ આ ફ્રેન્ચાઇઝી સાથે 2018માં સંકળાયેલ હતો, તે છેલ્લી ત્રણ સીઝનથી તેની ટીમમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો છે.
સંજુ સેમસન
વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને આઈપીએલ 2021માં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિઝનમાં તેને આઠ કરોડ રૂપિયા મળશે. સંજુ રાજસ્થાન રોયલ્સ સાથે આઈપીએલની ડેબ્યુ કરી હતી. જોકે તે 2016ની હરાજીમાં દિલ્હીની ટીમમાં ગયો હતો, પરંતુ ફરી એક વખત આઈપીએલ 2018 મેગા હરાજીમાં તે રાજસ્થાન ટીમમાં પરત ફર્યો હતો.
શ્રેયસ અય્યર
દિલ્હીની કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યર માટે આઈપીએલની સફર ખૂબ જ શાનદાર રહી છે. તે બે વર્ષથી ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે અને પહેલીવાર તેના નેતૃત્વમાં દિલ્હીની ટીમ ગયા વર્ષે ફાઇનલમાં પહોંચી હતી. આઈપીએલ 2021માં અય્યરને 7 કરોડ રૂપિયા મળશે.
ઇયોન મોર્ગન
ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી અને ટી-20 કેપ્ટન ઇયોન મોર્ગનને ગયા સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા ટીમની કમાન સોંપવામાં આવી હતી. તેમને ફ્રેન્ચાઇઝી દ્વારા 5.25 કરોડ રૂપિયાની રકમ સાથે સામેલ કરવામાં આવ્યા હતા અને તેને 2021માં પણ તે જ સેલરી મળશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.