BCCI એ નવા ચીફ સિલેક્ટરની શોધ શરૂ કરી દીધી છે. BCCIએ શુક્રવારે ચેતન શર્માની અધ્યક્ષતાવાળી ચાર સભ્યોની પસંદગી સમિતિને હટાવી દીધી હતી. BCCIએ નવી પસંદગી સમિતિ માટે અરજીઓ આમંત્રિત કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકર, જે ગત વખતે મુખ્ય પસંદગીકાર બનવાથી બાકાત રહ્યા હતા, તેઓ આ વખતે BCCIની પહેલી પસંદ છે.
શા માટે પ્રથમ પસંદગી
અગરકરે IPL ટીમમાંથી રાજીનામું આપવું પડશે
અજીત અગરકર હાલમાં IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના આસિસ્ટંટ કોચ છે. મુખ્ય પસંદગીકાર બનવા માટે તેમણે દિલ્હી કેપિટલ્સના આસિસ્ટંટ કોચના પદ પરથી રાજીનામું આપવું પડશે.
અજીત અગરકરની કરિયર પર એક નજર
પસંદગી સમિતિને કેમ બરતરફ કરવામાં આવી
BCCIએ વર્તમાન પસંદગી સમિતિની હકાલપટ્ટી અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે સતત બે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન તેનું કારણ હોઈ શકે છે.
ચેતન શર્મા સહિત ચાર પસંદગીકારોની હકાલપટ્ટી કરવામાં આવી હતી
મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા સહિત 4 ખેલાડીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. ચેતન શર્મા નોર્થ ઝોનનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમના સિવાય હરવિન્દર સિંહ (સેન્ટ્રલ ઝોન), સુનીલ જોશી (સાઉથ ઝોન) અને દેબાશિષ મોહંતી (ઈસ્ટ ઝોન)નો પસંદગી સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમાંથી કેટલાકની નિમણૂંક 2020માં કરવામાં આવી હતી અને કેટલાકની 2021માં કરવામાં આવી હતી. સિનિયર નેશનલ સિલેક્ટર્સનો કાર્યકાળ સામાન્ય રીતે ચાર વર્ષનો હોય છે અને તેને આગળ પણ વધારી શકાય છે. અભય કુરુવિલાનો કાર્યકાળ પૂરો થતાં પશ્ચિમ ઝોનમાંથી કોઈ પસંદગીકાર ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.