• Gujarati News
  • Sports
  • Cricket
  • Ajit Agarkar Has To Resign As Assistant Coach Of Delhi Franchise; Last Time Also He Was In The Race Of Selectors

અગરકરના નવા મુખ્ય પસંદગીકાર બની શકે છે:દિલ્હી ફ્રેન્ચાઈઝીના આસિસ્ટંટ કોચ તરીકે રાજીમાનું આપવું પડશે; ગત વખતે પણ સિલેક્ટર્સની રેસમાં હતા

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

BCCI એ નવા ચીફ સિલેક્ટરની શોધ શરૂ કરી દીધી છે. BCCIએ શુક્રવારે ચેતન શર્માની અધ્યક્ષતાવાળી ચાર સભ્યોની પસંદગી સમિતિને હટાવી દીધી હતી. BCCIએ નવી પસંદગી સમિતિ માટે અરજીઓ આમંત્રિત કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકર, જે ગત વખતે મુખ્ય પસંદગીકાર બનવાથી બાકાત રહ્યા હતા, તેઓ આ વખતે BCCIની પહેલી પસંદ છે.

શા માટે પ્રથમ પસંદગી

  • અજીતને ત્રણેય ફોર્મેટ રમવાનો અનુભવ છે. ટેસ્ટ અને વન-ડે સિવાય તેમણે 4 T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે.
  • IPLમાં પણ રમી ચૂક્યા છે અને હાલમાં તેઓ દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફ સાથે જોડાયેલા છે. આવી સ્થિતિમાં ટીમ સિલેક્શનમાં તેમનો અનુભવ અને ઈનપુટ મહત્વપૂર્ણ બની શકે છે.
  • યુવા ખેલાડીઓ સાથે પણ તેમનો સારો તાલમેલ છે. કારણ કે તેમણે IPLમાં તેમની સાથે કામ કર્યું છે.

અગરકરે IPL ટીમમાંથી રાજીનામું આપવું પડશે​​​​​​​​​​​​​​

અજીત અગરકર અત્યારે IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના આસિસ્ટંટ કોચ છે.
અજીત અગરકર અત્યારે IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના આસિસ્ટંટ કોચ છે.

અજીત અગરકર હાલમાં IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના આસિસ્ટંટ કોચ છે. મુખ્ય પસંદગીકાર બનવા માટે તેમણે દિલ્હી કેપિટલ્સના આસિસ્ટંટ કોચના પદ પરથી રાજીનામું આપવું પડશે.

અજીત અગરકરની કરિયર પર એક નજર

  • 26 ટેસ્ટ મેચમાં તેમણે 58 વિકેટ ઝડપી છે.
  • 191 વન-ડે મેચમાં તેમણે 288 વિકેટ લીધી છે.
  • તેમણે 4 T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમ માટે 3 વિકેટ લીધી છે.
  • 110 ફર્સ્ટ ક્લાસ મેચમાં 299 વિકેટ ઝડપી છે.
  • 270 લિસ્ટ-એ મેચમાં 420 વિકેટ ઝડપી છે.
  • કુલ 62 T20 મેચમાં 47 વિકેટ ઝડપી છે.

પસંદગી સમિતિને કેમ બરતરફ કરવામાં આવી
BCCIએ વર્તમાન પસંદગી સમિતિની હકાલપટ્ટી અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે સતત બે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન તેનું કારણ હોઈ શકે છે.

ચેતન શર્મા સહિત ચાર પસંદગીકારોની હકાલપટ્ટી કરવામાં આવી હતી
મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા સહિત 4 ખેલાડીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. ચેતન શર્મા નોર્થ ઝોનનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમના સિવાય હરવિન્દર સિંહ (સેન્ટ્રલ ઝોન), સુનીલ જોશી (સાઉથ ઝોન) અને દેબાશિષ મોહંતી (ઈસ્ટ ઝોન)નો પસંદગી સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમાંથી કેટલાકની નિમણૂંક 2020માં કરવામાં આવી હતી અને કેટલાકની 2021માં કરવામાં આવી હતી. સિનિયર નેશનલ સિલેક્ટર્સનો કાર્યકાળ સામાન્ય રીતે ચાર વર્ષનો હોય છે અને તેને આગળ પણ વધારી શકાય છે. અભય કુરુવિલાનો કાર્યકાળ પૂરો થતાં પશ્ચિમ ઝોનમાંથી કોઈ પસંદગીકાર ન હતો.