• Gujarati News
  • Sports
  • Cricket
  • Ahmedabad's Pitch Was Called A Farm, Now At Lord's There Was A Huge Troll Falling 17 Wickets; Learn The Whole Controversy

ભારત આર્મીએ માઈકલની બોલતી બંધ કરી:અમદાવાદની પિચને ખેતર કહ્યું હતું, હવે લોર્ડ્સમાં 17 વિકેટ પડતા જોરદાર ટ્રોલ થયો; જાણો સમગ્ર વિવાદ

એક મહિનો પહેલા

ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના પહેલાં દિવસે 17 વિકેટ પડી હતી. ત્યારપછી ટીમ ઈન્ડિયાના ફેન ગ્રુપ ભારત આર્મીએ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ 2021માં ઇંગ્લેન્ડની ટીમ જ્યારે અમદાવાદ ટેસ્ટ મેચ રમવા આવી હતી ત્યારે પહેલાં દિવેસ બંને ટીમની મળીને કુલ 14 વિકેટ પડી ગઈ હતી. ત્યારે માઈકલ વોને ખેતર સાથે અમદાવાદની પિચની તુલના કરી હતી. તો ચલો વોન અને ભારત આર્મી વચ્ચે ટ્રોલ ગેમ કેવી રીતે શરૂ થઈ એના પર નજર કરીએ....

  • IND v/s ENG- પહેલાં દિવસે 14 વિકેટ પડી
  • લોર્ડ્સ ટેસ્ટ 2022- ENG vs NZ પહેલો દિવસ 17 વિકેટ પડી

વોને BCCI પર સવાલ ઉઠાવ્યા

માઈકલ વોને સોશિયલ મીડિયા સિવાય ઇંગ્લેન્ડની મેઈન સ્ટ્રીમ મીડિયામાં પણ પિચ અંગે BCCIની નિંદા કરી હતી. તેણે ધ ટેલીગ્રાફમાં લખ્યું હતું કે BCCI પોતાની મનમરજીથી પિચ તૈયાર કરી રહ્યું છે અને તેને આવું કરવાની છૂટ આપવામાં આવી છે. આનાથી ક્રિકેટને ઘણુ નુકસાન પહોંચી શકે છે. ICC ભારતીય બોર્ડ સામે લાચાર નજર આવી રહ્યું છે. ભારતીય ટીમ આવી પિચ બનાવી જરૂર મેચ જીતી જશે પરંતુ આ જીતનો કોઈ અર્થ રહેતો નથી.

248 રનમાં 17 વિકેટ પડી
લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે બંને ટીમના મળીને કુલ 248 રનની અંદર 17 વિકેટ પડી હતી. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 132 રનના સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જ્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર સ્ટમ્પ્સ સુધી 116/7 રહ્યો હતો. બીજા દિવસે ઇંગ્લેન્ડની ઈનિંગ 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...