• Gujarati News
  • Sports
  • Cricket
  • After Winning The T20 Series, The Coach Said It Is A Good Thing To Start With A Win, But We Have To Stay On The Ground

દ્રવિડની ઈન્ડિયન ટીમને સલાહ:T20 સિરીઝ જીત્યા પછી કોચ બોલ્યા- જીતથી શરૂઆત સારી વાત કહેવાય, પરંતુ આપણે જમીન પર રહેવું પડશે

6 દિવસ પહેલા

ભારતે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ T20 સિરીઝમાં 3-0થી કીવી ટીમનો વ્હાઈટ વોશ કર્યો છે. તેવામાં કેપ્ટન રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની આ પહેલી સિરીઝ હોવાથી એક યાદગાર જીત સાથે ઈન્ડિયન ટીમ આગળ વધશે. પરંતુ દ્રવિડે ટીમને સલાહ આપી છે કે તમારે પોતાન પગ હજુ જમીન પર રાખવા જોઈએ. (જીતની ખુશીમાં વધુ ઉત્સાહિત ન થવું જોઈએ)

દ્રવિડે આગામી વર્લ્ડ કપને જોતા પ્લાન બનાવ્યો
દ્રવિડે કહ્યું કે આ વાસ્તવમાં ઘણી સારી સિરીઝ રહી છે. દરેક ખેલાડીએ સિરીઝ શરૂ થઈ ત્યારથી લઈને છેલ્લી મેચમાં પોતાનું બેસ્ટ આપ્યું છે. આવી રીતે ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં નવા કોચ તરીકે નવી ઈનિંગની શરૂઆત કરવી મારા માટે પણ એક યાદગાર ક્ષણ બનીને રહેશે. પરંતુ આ તમામ પાસાઓને બાદ કરતા આપણે વાસ્તવિકતા સાથે જોડાયેલા રહેવું જોઈએ. જીતની ઉજવણીમાં વધારે મગ્ન થયા વગર પોતાના પગ જમીન પર રાખી આગળ મહેનત કરતા રહેવું જોઈએ.

wc ફાઇનલ પછી ન્યૂઝીલેન્ડ માટે સિરીઝ સરળ નહોતી- દ્રવિડ
ઈન્ડિયન હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે ન્યૂઝીલેન્ડ માટે આ સિરીઝ સરળ રહી નહોતી. વર્લ્ડ કપ ફાઇનલમાં રમવું અને પછી 3 દિવસમાં સિરીઝ માટે તૈયાર થઈ જવું ઘણું મુશ્કેલ હોય છે. 6 દિવસની અંદર 3 બેક ટુ બેક મેચ રમવી સરળ હોતી નથી. જોકે અમારે હજુ ઘણુ શીખવાનું છે અને આ 2 વર્ષની સફરમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો પણ કરવો પડી શકે છે. ઈન્ડિયન ટીમે આ તમામ રોમાંચ માટે તૈયાર રહેવું પડશે.

હવે T20 વર્લ્ડ કપમાં 10 મહિનાનો સમય બાકી છે. આ દરમિયાન અમારા પાસે ઘણા વિકલ્પો છે. અમારી યુવા ટીમે ઘણું સારુ પ્રદર્શન કર્યું છે અને ઘણા સીનિયર ખેલાડી અત્યારે ટીમની બહાર છે. તેમના પરત ફરવાથી ઈન્ડિયન ટીમ ઘણી મજબૂત થઈ જશે. અમે તૈયારીમાં કોઈપણ પ્રકારની બાંધ-છોડ કરવા માગતા નથી.

ન્યૂઝીલેન્ડ અને ભારતે મેચ વિનર્સને આરામ આપ્યો
આ સિરીઝમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિંદ્ર જાડેજા, મોહમ્મદ શમી સહિત ઘણા ભારતીય ખેલાડી અત્યારે આરામ અપાયો છે. વળી આ સિરીઝમાં વેંકટેશ અય્યર, હર્ષલ પટેલને પણ ડેબ્યૂની તક મળી શકે છે. જ્યારે ન્યૂઝીલેન્ડે કેપ્ટન કેન વિલિયમ્સનને આરામ આપ્યો હતો.

રોહિત શર્મા મેન ઓફ ધ સિરીઝ રહ્યો
નિયમિત T20 કેપ્ટન તરીકે રોહિત શર્માની આ પહેલી સિરીઝ હતી. જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિરીઝમાં રોહિતે 159 રન કર્યા છે. જેમાં ત્રીજી મેચમાં હિટમેને 31 બોલમાં 56 રનની ઈનિંગ રમી હતી.

અન્ય સમાચારો પણ છે...