• Gujarati News
  • Sports
  • Cricket
  • After Virat's Statement, Ganguly Said, "I Will Not Comment. The Board Will Take Appropriate Action On This Issue."

દાદાનો પલટવાર!:વિરાટના નિવેદન પછી ગાંગુલીએ કહ્યું- હું હવે ટિપ્પણી કરવા જ નથી માગતો, બોર્ડ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરશે

એક મહિનો પહેલા
ફાઈલ ફોટો

વિરાટ કોહલીને વનડે કેપ્ટનશિપમાંથી હટાવ્યા પછી ઈન્ડિયન ક્રિકેટમાં સતત વિવાદ વધતો નજરે પડ્યો છે. મીડિયા રિપોર્ટ્સના આધારે હવે સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે આ મુદ્દે હું કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવા માગતો નથી. BCCI હવે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ કહ્યું હતું કે તેને કેપ્ટન પદેથી હટાવ્યાની ગણતરીની મિનિટ પહેલા જ આ અંગે જાણ થઈ હતી.

વિરાટના નિવેદને સવાલ ઊભા કર્યા
વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેને સિલેક્ટર્સે ટેસ્ટ સિરીઝની સ્ક્વોડમાં પસંદગી કર્યાના દોઢ કલાક પહેલા જણાવ્યું હતું કે હવે હું વનડેનો કેપ્ટન નહીં રહું. આની પહેલા BCCIએ આ મુદ્દે કોઈપણ પ્રકારની જાણ મને નહોતી કરી. વળી ગાંગુલીએ કહ્યું હતું કે તેણે ચેતન શર્મા સાથે મળી કોહલી સાચે વાતચીત કરી હતી.

ગાંગુલીની અંતિમ પ્રતિક્રિયા
વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સ પછી BCCI સામે સવાલો ઊઠી રહ્યા છે અને ગાંગુલીએ આ મુદ્દે જવાબ માગ્યો છે. દેશ-વિદેશના ઘણા ખેલાડીએ આ અંગે પોતાની વાત રજૂ કરી છે. ત્યારપછી ગાંગુલીએ એક મીડિયા હાઉસને કહ્યું છે કે હું આ મુદ્દે હવે હું કોઈપણ ટિપ્પણી કરવા માગતો નથી. BCCI હવે આગળ કાર્યવાહી કરશે.

સૌરવ ગાંગુલીનું નિવેદન સામે આવ્યું
ગાંગુલીએ કહ્યું હતું કે BCCIએ વિરાટને કહ્યું હતું કે તે T20ની કેપ્ટનશિપ ન છોડે, પરંતુ કોહલીએ આ વાત ન માની અને રાજીનામું આપી દીધું હતું. ત્યારપછી સિલેક્ટર્સને લિમિટેડ ઓવર ક્રિકેટમાં 2 અલગ-અલગ કેપ્ટન રાખવાના નહોતા. જેથી ચેતન શર્મા સાથે મળીને કોહલી સાથે વાતચીત કરી તેને સંપૂર્ણ વિઝન સમજાવ્યું હતું. ત્યારપછી રોહિતને વનડેનો કેપ્ટન બનાવાયો.

કોહલીનો જવાબ વાઈરલ
જ્યારે મેં T20 કેપ્ટનશિપ છોડી હતી ત્યારે હું સૌથી પહેલા BCCI પાસે ગયો હતો. તેમણે પોતાના નિર્ણય અંગે મને જાણકારી આપી હતી અને મેં મારો પોતાનો વિચાર રજૂ કર્યો હતો. બોર્ડે આની સ્વીકાર કર્યો અને મારી મુશ્કેલી સમજી હતી. બોર્ડે મને એકવાર પણ આ નિર્ણય બદલવા ટકોર કરી નહોતી.

ઈન્ડિયન ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા જવા ઉડાન ભરી લીધી છે. 26 ડિસેમ્બરથી શરૂ થતી ટેસ્ટ સિરીઝ પછી ઈન્ડિયન ટીમ ત્યાં વનડે મેચ પણ રમવાની છે.

ઈન્ડિયન ટીમ આફ્રિકામાં 3 ટેસ્ટ અને 3 વનડે રમશે
ટેસ્ટ સિરીઝની તારીખ

  • પહેલી ટેસ્ટઃ 26થી 30 ડિસેમ્બર, 2021 (સેન્ચુરિયન)
  • બીજી ટેસ્ટઃ 3થી 7 જાન્યુઆરી, 2022 (જોહાનિસબર્ગ)
  • ત્રીજી ટેસ્ટઃ 11થી 15 જાન્યુઆરી, 2022 (કેપ ટાઉન)

વનડે સિરીઝની તારીખ
પહેલી વનડેઃ 19 જાન્યુઆરી, 2022 (પાર્લ)
બીજી વનડેઃ 21 જાન્યુઆરી, 2022 (પાર્લ)
ત્રીજી વનડેઃ 23 જાન્યુઆરી, 2022 (કેપ ટાઉન)

અન્ય સમાચારો પણ છે...