• Gujarati News
  • Sports
  • Cricket
  • After The Defeat In The Semi finals, The Board Will Hold A Review Meeting To Decide The Future Of The Team

BCCI રોહિત, દ્રવિડ અને કોહલીને સવાલ કરશે:સેમિફાઈનલમાં હાર મળ્યા પછી બોર્ડ રિવ્યૂ મીટિંગ કરશે, ટીમના ભવિષ્ય અંગે નિર્ણય લઈ શકાય છે

23 દિવસ પહેલા

T20 વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે કારમી હાર મળ્યા પછી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) ધૂંઆપૂઆં થઈ ગયું છે. સ્પોર્ટ્સ પોર્ટલ 'ઇનસાઇડ સ્પોર્ટ'ના જણાવ્યા પ્રમાણે BCCI હવે એક રિવ્યૂ મીટિંગમાં કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને સવાલો કરશે.

જય શાહ મીટિંગની અધ્યક્ષતા કરશે
BCCIના સેક્રેટરી જય શાહ આ મીટિંગમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનનું રિવ્યૂ કરશે. બોર્ડના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે તેઓ એક મીટિંગ કરશે. સેમિફાઈનલમાં હાર મળ્યા પછી ટીમમાં બદલાવની જરૂર છે. એટલે ભવિષ્યમાં ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવી શકે છે. આ રિવ્યૂમાં ટીમની વાત પણ સાંભળવામાં આવશે. તેના વિના કોઈ નિર્ણય લેવામાં આવશે નહિ. એટલે જ આ રિવ્યૂ મીટિંગમાં કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાજરી આપશે અને તેમના વિચારો જાણીને જ ભવિષ્યની ટીમ બનાવવામાં આવશે.

સિલેક્શન કમિટી પણ સવાલોના ઘેરામાં છે
મીડિયા રિપોર્ટ્સ મુજબ BCCI પણ સિલેક્શન કમિટીથી નારાજ છે. સિલેક્શન કમિટીના ચેરમેન પૂર્વ ઝડપી બોલર ચેતન શર્મા છે. આ બેઠકમાં સિલેક્શન કમિટીની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. ચેતન શર્માને સિલેક્શન કમિટીના વડા પદેથી હટાવવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ચેતન પોતે પણ આ મીટિંગનો ભાગ બનશે કે નહીં.

આ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ઓપનર્સ ફ્લોપ

1. રાહુલ ટૂર્નામેન્ટની મોટા ભાગની મેચમાં ફ્લોપ

કઈ ટીમ વિરૂદ્ધકુલ રનવેન્યૂ
પાકિસ્તાન4મેલબોર્ન
નેધરલેન્ડ્સ9સિડની
સાઉથ આફ્રિકા9પર્થ
બાંગ્લાદેશ50એડિલેડ
ઝિમ્બાબ્વે51મેલબોર્ન
ઇંગ્લેન્ડ5એડિલેડ

2. કેપ્ટન રોહિત શર્મા આખી ટૂર્નામેન્ટમાં ફ્લોપ

કઈ ટીમ વિરૂદ્ધકુલ રનવેન્યૂ
પાકિસ્તાન4મેલબોર્ન
નેધરલેન્ડ્સ53સિડની
સાઉથ આફ્રિકા15પર્થ
બાંગ્લાદેશ2એડિલેડ
ઝિમ્બાબ્વે15મેલબોર્ન
ઇંગ્લેન્ડ27એડિલેડ

T20 વર્લ્ડ કપ હવે 2024માં છે
આગામી T20 વર્લ્ડ કપ 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને USAમાં રમાશે. BCCIનું માનવું છે કે ત્યાં સુધીમાં મોટાભાગના સિનિયર ખેલાડીઓ T20 ફોર્મેટને પોતાની રીતે છોડી દેશે. BCCI અધિકારીએ કહ્યું હતું કે 'આવતા એક વર્ષમાં T20 ટીમમાં ઘણા ફેરફાર થશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક અને આર અશ્વિન જેવા ખેલાડીઓ ધીરે ધીરે બહાર થશે. અમે કોઈ એક ખેલાડી વિશે નહીં, પરંતુ આખી ટીમ વિશે વિચારી રહ્યા છીએ. ખેલાડીઓ પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. અમે ક્રિકેટ અને ટીમ ઈન્ડિયા વિશે વિચારી રહ્યા છીએ. ઇંગ્લેન્ડ સાથેની સેમિફાઈનલ અને નોકઆઉટ મેચમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પછી આવા નિર્ણયો લેવામાં આવી શકે છે. નોકઆઉટ મેચમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનને રોકવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવશે.