• Gujarati News
  • Sports
  • Cricket
  • After The Death Of His Father, Kohli Was Taken Care Of By His Sister, Sachin Was Given His First Bat By Savita

બહેનોનાં કારણે આ 5 દિગ્ગજો બન્યા સ્ટાર પ્લેયર:પિતાના મૃત્યુ બાદ કોહલીને તેની બહેને સંભાળ્યો, સચિનને સવિતાએ અપાવ્યુ હતું પહેલું બેટ

2 મહિનો પહેલા

આજે પૂરા દેશમાં રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. ભારતીય ખેલાડીઓ પણ આ તહેવારને ઉજવે છે. આજે અમે એ 5 ક્રિકેટરો વિશે જણાવીશું કે તેમની સફળતા પાછળ બહેનોનો હાથ રહ્યો છે. જો તેઓ એમની પડખે ઉભી ના હોત તો આજે તેઓ કદાચ એક સફળ ક્રિકેટર બની શક્યા ના હોત.

5. સચિન તેંડુલકર

ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરની બહેનનું નામ સવિતા છે. સચિને ઘણી વખત પોતાની સફળતાનો શ્રેય તેમની બહેન સવિતાને આપેલો છે. સચિન જ્યારે 200 ટેસ્ટ મેચ રમીને ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, ત્યારે તેણે આપેલી સ્પિચમાં જણાવ્યુ હતુ કે તેને પહેલુ કશ્મીરી વિલો બેટ તેની બહેને ગિફ્ટ કર્યુ હતુ. આટલુ જ નહિ, સચિન મેચમાં સારી પ્રદર્શન કરે તે આશાએ તેની બહેન સચિનનાં દરેક મેચ વખતે ઉપવાસ કરતી હતી.

4. હરભજન સિંહ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઑફ સ્પિનર હરભજન સિંહ ભારતીય ક્રિકેટનો દિગ્ગજ ખેલાડી છે. પંજાબમાં રહેનાર આ ખેલાડીમે 5 બહેનો છે. ભજ્જીએ 1998માં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ. પરંતુ તે જલ્દી જ ટીમની બહાર થઈ ગયો હતો.

ખૂબ જ ઓછા લોકો જાણે છે કે તેણે એક સમયે ક્રિકેટ છોડી દીધુ હતુ, અને ટ્રક ડ્રાઈવર બની ગયો હતો. વર્ષ 2000માં તેના પિતાનું મૃત્યુ થયુ હતુ. તેવામાં તેની માતા અને 5 બહેનો ઉપર જવાબદારી આવી ગઈ હતી. ત્યારે ભજ્જીએ નક્કી કરી લીધુ હતુ કે તે કેનેડા જઈને ટ્રક ડ્રાઈવર બની જશે અને પરિવાર માટે પૈસા કમાશે. પરંતુ બહેનોએ તેને સમજાવી અને ક્રિકેટ રમવીનું ચાલુ રાખવા જણાવ્યુ. ત્યારે તેણે વર્ષ 2000ના રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. અને સાથે ભારતીય ટીમમાં તેને સ્થાન મળ્યુ હતુ. પછી જે થયુ તે ઈતિહાસ બની ગયુ. જો ત્યારે બહેનોએ હરભજનને રોકી ના હોત, તો આજે ભારતને સારો મેચ વિનર મળ્યા ના હોત.

3. મહેન્દ્ર સિંહ ધોની

​​​​મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટનમાંથી એક ગણાય છે. ધોનીની કેપ્ટન્સીમાં ભારતે ઘણી ટ્રોફી જીતી છે. માહીની આ સફળતા પાછળ બહેન જયંતીનો મોટો હાથ છે. જ્યારે માહીના પિતા તેને ક્રિકેટર બનાવવા ઇચ્છતા નહોતા, ત્યારે તેની બહેન ધોનીની પડખે ઉભીને તેને સાથ આપ્યો હતા. સ્કુલ ટાઇમ પર જ્યારે તેના પિતા રમવાનું પડતુ મૂકીને ભણવાનું કહેતા, ત્યારે તેની બહેન ધોનીને રમત પર ધ્યાન આપવાનું કહેતી હતી. બહેનનો સતત સપોર્ટનાં કારણે જ આજે ધોની ભારતનો જ નહિ પરંતુ વિશ્વનો સૌથી મહાન ખેલાડીઓમાં તેની ગણના થાય છે.

2. વિરાટ કોહલી

વિરાટ કોહલી જ્યારે 18 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું નિધન થયુ હતુ. વિરાટ અંદરથી તૂટી ચૂક્યો હતો. ત્યારે તેની બહેન ભાવનાએ તેને સંભાળ્યો હતો. તેની બહેને તેને દર વખતે સપોર્ટ કર્યો હતો. આ વાતની જાણ કોહલી ઘણી વખત કરી ચૂક્યો છે. તેના પિતાનાં નિધન બાદ તેની બહેન અને તેની માતાએ જ કોહલીને ક્રિકેટર બનાવવા માટે સપોર્ટ કર્યો છે.

1. રિષભ પંત

રિષભ પંતનાં જ્યારે પિતાનું નિધન થયુ હતુ, ત્યારે તેની બહેન સાક્ષી તેના પડછાયાની જેમ બનીને રહી હતી. અને જ્યારે પણ રિષભ પંત ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે તેની બહેને દરેક ઘરેલૂ મેચમાં હાજર રહીને તેનો જુસ્સો વધાર્યો હતો. તે દિલ્લીની રણજી ટીમ, IPLમાં પણ સતત હાજર રહીને રિષભનો જુસ્સો વધાર્યો હતો. ત્યારે હવે આજે પણ ટીમ ઈન્ડિયાનો મેચ હોય, ત્યારે પણ તેની બહેન સાક્ષી સ્ટેડિયમમાં હાજર રહીને રિષભનો જુસ્સો વધારે છે. તેની બહેને રિષભનાં સપોર્ટમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહેતી હોય છે. પંતે પણ ઘણી વખત આ વાત કહી ચૂક્યો છે કે તેની બહેન તેની સૌથી મોટી તાકાત છે.