ભાસ્કર ઈન્ટરવ્યૂ:સ્કૂલેથી આવ્યા પછી ઘરકામ કરતી, પછી બકરાં ચરાવવા જતી, આરામના સમયમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરતી: અનીષા

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘છોકરીઓને રમવા દો’: નાનકડા ગામમાંથી નીકળી રાજસ્થાનની મહિલા ટીમમાં સ્થાન મેળવ્યું

જો જુસ્સો હોય તો તમે જે કરવા માગતા હોય તે દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકો છો. રાજસ્થાનની મહિલા અંડર-19 ટીમની ખેલાડી અનીષા બાનોને તાજેતરમાં જ ચેલેન્જર ટ્રોફી માટે પસંદ કરાઈ છે. તેનો પ્રારંભિક સમય કપરો રહ્યો હતો. ચાલો જાણીએ અનીષાની સફળતાનું રહસ્ય...

  • ક્રિકેટની શરૂઆત કેવી રીતે કરી?

2013માં ક્રિકેટર બનવાનો નિર્ણય લીધો. દિનચર્યા નક્કી કરી. સવારે 7 વાગે સ્કૂલે જતી. ઘરે આવીને કામ કર્યા પછી બકરાં ચરાવવા જતી. આરામના સમય દરમિયાન પ્રેક્ટિસ કરતી.

  • કોની સાથે પ્રેક્ટિસ કરતી હતી? શું કોઈ મુશ્કેલી પડી નહીં?

હું ભાઈઓ સાથે પ્રેક્ટિસ કરતી હતી. તેઓ મને ક્રિકેટની દરેક વાત સમજાવતા. પહેલા હું સ્પિન બોિલંગ કરતી, પછી ઝુલન અને બુમરાહને જોઈને મીડિયમ પેસ પસંદ કર્યું. સોશિયલ મીડિયા પરથી બોલિંગ શીખી. મેચમાં કેચ છૂટતો તો બીજી વખત કેચ કેવી રીતે પકડવો તે શીખવાડતા હતા.

  • ગામમાં ક્યાં પ્રેક્ટિસ કરતી હતી?

ખાલી ખેતરોમાં પ્રેક્ટિસ કરતી હતી. બધા ભેગા મળીને પૈસા કાઢતા અને બેટ ખરીદતા હતા. રવિવારે 5-6 કલાક પ્રેક્ટિસ કરતા હતા.

  • તને રમવાની ના પાડે એવા લોકો પણ મળ્યા હશે?

હું જ્યારે રમવા જતી તો ગામના લોકો કહેતા કે, તું છોકરી છે, શરમ નથી આવતી? મમ્મી-પપ્પા પણ ટકોર કરતા હતા. હું માત્ર રાહ જોતી હતી કે, ઉચિત સમય આવશે ત્યારે આ લોકોને જવાબ આપીશ. એક વખત ભૂલ થતાં ભાઈએ મેદાનમાંથી કાઢી મુકી. હું અપસેટ થઈ ગઈ. પછી કોચે મને સમજાવી હતી.

  • હવે નવો ટાર્ગેટ કયો છે?

જયપુર આવી તો કંઈ ખબર ન હતી. ટ્રાયલમાં 600 છોકરીઓ હતી. ટ્રાયલમાં બેથી ત્રણ ઓવર ફેંકી અને વિકેટ લીધી. કેમ્પમાં સામેલ થયા પછી ઘણું શીખવા મળ્યું. તાજેતરમાં જ અંડર-19 રાજસ્થાન ટીમ તરફથી રમી છું. ભારત તરફથી રમવું છે.

અન્ય સમાચારો પણ છે...