તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • After Retiring From International Cricket, Dhoni Became A Producer And Will Make A Web Series Based On Aghori's Life With His Wife Sakshi.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી ઇનિંગ્સ:ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી ધોની પ્રોડ્યુસર બન્યો, પત્ની સાક્ષી સાથે અઘોરીના જીવન પર આધારિત એક વેબ સીરિઝ બનાવશે

7 મહિનો પહેલા
મહેન્દ્રસિંહ ધોની અને તેની પત્ની સાક્ષીનો ફાઇલ ફોટો. - Divya Bhaskar
મહેન્દ્રસિંહ ધોની અને તેની પત્ની સાક્ષીનો ફાઇલ ફોટો.

ભારતનો સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી પત્ની સાક્ષી સાથે પ્રોડ્યુસર બનવા જઈ રહ્યો છે. સાક્ષીએ એક ઇન્ટરવ્યૂમાં આ અંગે જાણકારી આપ્યા બાદ તે આર્ટિકલનો ફોટો પણ ટ્વિટર પર શેર કર્યો હતો. કપલે એક અઘોરીના જીવન પર વેબ સીરિઝ બનાવવાનું નક્કી કર્યું છે. અત્યારે આ શો માટે કાસ્ટ અને ડાયરેક્ટર નક્કી કરવામાં આવી રહ્યા છે.

2019માં ધોની એન્ટરટેનમેન્ટ લોન્ચ કર્યું
ધોનીએ 2019માં 'રોર ઓફ ધ લાયન' ડોક્યુમેન્ટરીની રજૂઆત સાથે પોતાનું બેનર 'ધોની એન્ટરટેનમેન્ટ' લોન્ચ કર્યું હતું. હવે આગામી સમયમાં ધોની અને સાક્ષી વધુ પ્રોજેક્ટ્સ દર્શકો સમક્ષ લાવવાની તૈયારીમાં છે. તેમણે એક અપ્રકાશિત બુકના રાઇટ્સ ખરીદી લીધા છે.

અઘોરીના જીવન પર વેબ સીરિઝ પ્રોડ્યુસ કરશે, અન્ય પાંચ પ્રોજેક્ટ્સ પાઇપલાઈનમાં છે
સાક્ષીએ આ બુક વિશે વિસ્તારમાં વાત કરતા કહ્યું કે, "અમે એક ડેબ્યુટન્ટ રાઇટરની અપ્રકાશિત બુકના રાઇટ્સ ખરીદી લીધા છે. તેના પરથી એક વેબ સીરિઝ બનાવવામાં આવશે. આ એક સ્કાઈ-ફાઈ સ્ટોરી હશે, જેમાં એક અઘોરીના જીવનની જર્ની બતાવવામાં આવશે. અમારી ક્રિએટિવ અત્યારે કાસ્ટ અને ડાયરેક્ટર ફાઇનલ કરી રહી છે. આ સિવાય પ્રોડક્શન હાઉસ પાસે અન્ય પાંચ પ્રોજેક્ટ્સ પણ પાઇપ લાઈનમાં છે."

ધોની UAEમાં IPL રમી રહ્યો છે
ધોની અત્યારે UAEમાં IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સને લીડ કરી રહ્યો છે. કોરોનાને કારણે આ વખતે IPL અહીં ખેસડવામાં આવી છે. ચેન્નાઈની ટીમ છેલ્લા 12 વર્ષથી દર વખતે પ્લેઓફમાં ક્વોલિફાય કરવામાં સફળ રહી છે. પરંતુ આ વખતે ધોનીની ડેડીઝ આર્મીનો દેખાવ નબળો રહ્યો છે. તેઓ 3માંથી 1 જ મેચ જીત્યા છે અને 2માં હારનો સામનો કર્યો છે. 3 મેચમાં 2 પોઈન્ટ્સ સાથે તેઓ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે- આઠમા ક્રમે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો