આકરા પ્રહાર:વિવાદ મુદ્દે કોહલી બાદ ગાંગુલી પણ પોતાનો પક્ષ રજૂ કરેઃ શાસ્ત્રી

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ફરી એકવાર બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી પર આકરા પ્રહાર કર્યા છે. શાસ્ત્રીએ કહ્યું કે, કોહલીના કેપ્ટન્સી વિવાદને યોગ્ય રીતે સંભાળવાની જરૂર હતી. આ મામલે સૌરવ ગાંગુલીએ પણ પોતાનો પક્ષ રજૂ કરવાની જરૂર છે.

શાસ્ત્રીએ કહ્યું કે,‘આ એવી ઘટના છે જે જાહેર ન થવી જોઈએ. વાતચીત થકી આ મુદ્દાને ઉકેલવાની જરૂર હતી. કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. હવે સૌરવ ગાંગુલીનો વારો છે, તેમણે પણ સામે આવી પોતાની વાત રજૂ કરવી જોઈએ, મોટો સવાલ એ નથી કે, સૌરવ ગાંગુલી અને કોહલીમાંથી ખોટું કોણ છે? સવાલ એ છે કે સંપૂર્ણ સત્ય શું છે?

કોરોનાના કેસ ઘટતાં સ્થાનિક ટૂર્ના. ફરી શરૂ થશેઃ ગાંગુલી
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે- કોરોના મહામારી નિયંત્રણમાં આવ્યા બાદ ભારતીય બોર્ડ સ્થાનિક ક્રિકેટની સિઝનની ફરી શરૂ કરવાનો પ્રયાસ હાથ ધરશે. આ અંગે રાજ્ય ક્રિકેટ એસોસિએશનને પણ આશ્વાસન આપવામા આવ્યું છે. દેશમાં કોરોનાની સ્થિતિ સતત બગડી રહી છે. આ કારણે જ બોર્ડે હાલમાં રણજી ટ્રોફી સહિત ઘણી સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્થગિત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...