• Gujarati News
  • Sports
  • Cricket
  • After IPL, Alim Had His Hair Styled Like Dhoni, Fans Said Hakim, You Are Bald But You Help Others; Take Off Your Glasses

ચહલે કરી કેપ્ટન કૂલની કોપી:IPL પછી આલિમ પાસે ધોની જેવી હેરસ્ટાઇલ કરાવી, ફેન્સે કહ્યું- હકીમ તમારે ટાલ છે છતાં બીજાને મદદ કરો છો; ચહલ ચશ્માં કાઢ

22 દિવસ પહેલા
  • આલિમ હકીમને ફેન્સે કહ્યું- તું વાળ કાપવા કરતાં ફોટા વધારે પડાવે છે

IPL 2022માં આક્રમક પ્રદર્શન પછી હવે રાજસ્થાન રોયલ્સના બોલર યુઝવેન્દ્ર ચહલે કેપ્ટન કૂલની હેરસ્ટાઈલની કોપી કરી છે. તેણે આમ કરતાંની સાથે જ સોશિયલ મીડિયામાં આલિમ હકીમ સાથે ચહલનો ફોટો વાઈરલ થવા લાગ્યો છે, જેના પર ફેન્સ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન યુઝર્સે હકીમને કહ્યું, તમારે ટાલ છે છતાં બીજાને સારા વાળ કાપી આપો છો તો બીજી બાજુ ચહલને ટ્રોલ કરતાં કહ્યું, તું વાળ કપાવતી વખતે ચશ્માં કેમ પહેરે છે. ચાલો... આપણે ધોની સાથેના કનેક્શન સહિતની માહિતી મેળવીએ....

લગભગ 10 મહિના પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીએ પણ આલિમ હકીમ સાથે સ્પાઈક્સ હેર કટ કરાવ્યા હતા. આ લુક ફેન્સને પણ ઘણો પસંદ આવ્યો હતો અને તસવીરો પણ ઘણી વાઈરલ થઈ હતી, પરંતુ ચહલે ધોનીની નકલ કરવા જતાં તે ટ્રોલ થઈ ગયો હતો.

લગભગ 10 મહિના પહેલાં ધોનીએ અલગ હેરસ્ટાઇલ કરાવી હતી.
લગભગ 10 મહિના પહેલાં ધોનીએ અલગ હેરસ્ટાઇલ કરાવી હતી.

ફેન્સની પ્રતિક્રિયા પર નજર કરીએ....

હકીમને ટાલ હોવાથી તે ટ્રોલ થયો.
હકીમને ટાલ હોવાથી તે ટ્રોલ થયો.
ફેન્સે કહ્યું, પર્પલ કેપ ચહલને થતી નહોતી, એટલે આવા વાળ કપાવ્યા લાગે છે.
ફેન્સે કહ્યું, પર્પલ કેપ ચહલને થતી નહોતી, એટલે આવા વાળ કપાવ્યા લાગે છે.
આલિમને ટાલ છે, પોતાને વાળ પણ નથી છતાં તે બીજાને વાળ કાપી આપે છે, સારું કહેવાય
આલિમને ટાલ છે, પોતાને વાળ પણ નથી છતાં તે બીજાને વાળ કાપી આપે છે, સારું કહેવાય
આલિમભાઈ, તમે વાળ કાપવા કરતાં ફોટા વધારે પાડો છો - યુઝર.
આલિમભાઈ, તમે વાળ કાપવા કરતાં ફોટા વધારે પાડો છો - યુઝર.
50 રૂપિયામાં મારા ગામડામાં આનાથી સારી હેરસ્ટાઈલ મળશે- યુઝર.
50 રૂપિયામાં મારા ગામડામાં આનાથી સારી હેરસ્ટાઈલ મળશે- યુઝર.
ચહલે ધોનીની હેરસ્ટાઇલની કોપી કરી હોવાની ચર્ચાને વેગ મળ્યો.
ચહલે ધોનીની હેરસ્ટાઇલની કોપી કરી હોવાની ચર્ચાને વેગ મળ્યો.
અન્ય સમાચારો પણ છે...