હાર્દિકનો નવો લવર!:પંડ્યાને બોલ્ડ કર્યા પછી 'દિલ'ની સાઈન કરી ચીઢવ્યો, ફેન્સે- હાર્દિકના હાર્ટ બ્રેકની વાત ઉચ્ચારી

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કટકમાં રવિવારની સાંજ હાર્દિક પંડ્યા માટે હાર્ટ બ્રેકિંગ હતી. તે અહીં રમાયેલી ભારત-દક્ષિણ આફ્રિકા T20 શ્રેણીની બીજી મેચમાં 9 રનના સામાન્ય સ્કોર પર આઉટ થયો હતો. વેઈન પરનેલે હાર્દિકને બોલ્ડ કર્યા પછી તેને દિલની નિશાની બતાવીને ચીઢવ્યો હતો. કેટલાક સોશિયલ મીડિયાના ફેન્સે આ રમૂજી ક્ષણને 'લવ ઇટ' તરીકે ગણાવી હતી, જ્યારે કેટલાકે હાર્દિકના હાર્ટબ્રેક તરીકે વર્ણવી છે.

આ ઘટના બીજી મેચની પહેલી ઇનિંગની છે. જ્યારે રિષભ પંતના વહેલા આઉટ થયા પછી હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય પ્રશંસકોની આશા તેના પર ટકી હતી. પરંતુ 13મી ઓવરના ચોથા બોલ પર સાઉથ આફ્રિકાના બોલરે હાર્દિકને બોલ્ડ કર્યો હતો.

  • પાર્નેલે પોતાની વિકેટની ઉજવણી અલગ રીતે કરી હતી.
  • પાર્નેલ લવની નિશાની બતાવીને હાર્દિકને ચીઢવવાનું શરૂ કરી દીધું હતું.
  • જોકે, હાર્દિકે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

SAની ભારત સામે સતત 7મી જીત
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં SAને જીતવા માટે 149 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ દરમિયાન આફ્રિકન ટીમે 10 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 4 વિકેટથી મેચ જીતી લીધી છે. તેવામાં હવે 5 મેચની આ સિરીઝમાં દ.આફ્રિકા 2-0થી આગળ છે.

સ્કોર ચેઝ દરમિયાન SAના બેટર હેનરિક ક્લાસેને 46 બોલમાં 81 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. જ્યારે ભારતીય ટીમના અનુભવી પેસર ભુવનેશ્વર કુમારે 4 વિકેટ લઈ મેચ જીવંત રાખી હતી.

પંડ્યાનું ઈન્જરી પછી કમબેક
હાર્દિક પંડ્યા ઈન્જરીમાંથી રિકવર થઈને ટીમમાં પરત ફર્યો છે. ઈજાના કારણે તે ટીમની બહાર હતો. જોકે, હાર્દિકે વર્લ્ડ કપમાં વાપસી કરી હતી, પરંતુ તે બોલિંગ કરતો જોવા મળ્યો નહોતો.

IPL-15માં શાનદાર પ્રદર્શન
હાર્દિક પંડ્યાએ IPL-15માં પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા છે. તેણે શાનદાર પ્રદર્શન કરીને પોતાની કેપ્ટનશિપ હેઠળ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...