તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • After Being Bowled Out For 99 In The Second ODI, Ben Stokes Looked Up At The Sky And Said, "Sorry, Dad." His Father Died Three Months Ago.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવુક થયો ઇંગ્લિશ ઓલરાઉન્ડર:બીજી વનડેમાં 99 રને આઉટ થયા પછી બેન સ્ટોક્સે આકાશ તરફ જોઈને કહ્યું, 'સોરી ડેડ', ત્રણ મહિના પહેલાં થયું હતું પિતાનું નિધન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇંગ્લેન્ડે બીજી વનડેમાં ભારતને 6 વિકેટે માત આપી શ્રેણી 1-1થી બરાબર કરી

ઇંગ્લેન્ડે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં પુણે ખાતે ભારતને 6 વિકેટે હરાવ્યું છે. 337 રનનો પીછો કરતાં ઇંગ્લિશ ટીમે 43.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. આ તેમનો ભારત સામે વનડેમાં સૌથી સફળ રનચેઝ છે. અગાઉ 47 વર્ષ પહેલાં તેમણે 1974માં લીડ્સ ખાતે 266 રન ચેઝ કર્યા હતા.

રનચેઝમાં જોની બેરસ્ટોએ પોતાના કરિયરની 11મી સદી ફટકારતાં 11 ફોર અને 7 સિક્સની મદદથી સર્વાધિક 124 રન બનાવ્યા હતા. જોકે, ફેન્સ અને ક્રિકેટ પંડિતોમાં બેન સ્ટોક્સની ઇનિંગ્સ વધુ છવાઈ ગઈ હતી.

બેન સ્ટોક્સે ભારત સામેની બીજી વનડેમાં કેટલાક આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા.
બેન સ્ટોક્સે ભારત સામેની બીજી વનડેમાં કેટલાક આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા.

સ્ટોક્સ 1 રન માટે સદી ચૂક્યો
ઇંગ્લિશ ઓલરાઉન્ડર 1 રન માટે સદી ચૂક્યો હતો. તેણે પોતાના વનડે કરિયરની 21મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 4 ફોર અને 10 સિક્સની મદદથી 99 રન કર્યા. તે ભુવનેશ્વર કુમારની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને બેરસ્ટોએ બીજી વિકેટ માટે 175 રનની ભાગીદારી કરી હતી.

99 રન પર આઉટ થયા પછી પિતાને સોરી કીધું
સ્ટોક્સ 99 રને આઉટ થયા પછી પેવેલિયન પરત ફરી રહ્યો હતો, ત્યારે તેણે આકાશમાં જોઈને પોતાના પિતાને સોરી કહ્યું હતું. તેનો આ સોરી કહેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

ડિસેમ્બર 2020માં થયું હતું પિતાનું નિધન
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના પિતાનું નિધન ડિસેમ્બર 2020માં થયું હતું. સ્ટોક્સના પિતાને મગજનું કેન્સર હતું. ન્યૂઝીલેન્ડમાં જન્મેલા બેન સ્ટોકસના પિતા ગેરાર્ડ રગ્બી ખેલાડી હતા. જોકે, તે નિવૃત્તિ પછી પુત્ર સાથે ઈંગ્લેન્ડ જતા રહ્યા હતા. પરંતુ તેમના છેલ્લા દિવસોમાં ન્યૂઝીલેન્ડમાં રહેતા હતા.

પ્રથમ 50 રન 40 બોલમાં, બીજા 49 રન 12 બોલમાં
બેન સ્ટોક્સની ઇનિંગ્સ બે ભાગમાં હતી. શરૂઆતમાં તેણે પિચના મિજાજને સમજતા 40 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. તે પછીના 49 રન 12 બોલમાં બનાવ્યા હતા. તેણે પોતાના નામે સદી માર્યા વગર એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ પણ બનાવી દીધો છે.

વનડેમાં સદી માર્યા વગર એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સ:

  • 10 સિક્સ: બેન સ્ટોક્સ (99 રન કર્યા) વિરુદ્ધ ભારત, 2021
  • 9 સિક્સ: એસ. પ્રશ્નના (95 રન કર્યા) વિરુદ્ધ આયર્લેન્ડ, 2016
  • 9 સિક્સ: ક્રિસ ગેલ (77 રન કર્યા) વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 2019

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો