• Home
  • Sports
  • Cricket
  • After BCCI cancelled the conference call with franchise, Ness Wadia said: there is no point talking about IPL right now

BCCIએ ફ્રેન્ચાઇઝ સાથે કોન્ફરન્સ કોલ રદ્દ કરતા નેસ વાડિયાએ કહ્યું, અત્યારે IPL વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી

કિંગ્સ ઇલેવન પંજાબના કો-ઓનર નેસ વાડિયાનો ફાઇલ ફોટો.
કિંગ્સ ઇલેવન પંજાબના કો-ઓનર નેસ વાડિયાનો ફાઇલ ફોટો.
X
કિંગ્સ ઇલેવન પંજાબના કો-ઓનર નેસ વાડિયાનો ફાઇલ ફોટો.કિંગ્સ ઇલેવન પંજાબના કો-ઓનર નેસ વાડિયાનો ફાઇલ ફોટો.

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 11:55 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ની શરૂઆત 29 માર્ચે થવાની હતી, જોકે કોરોનાવાઇરસના કારણે BCCIએ તેને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી હતી. હવે આજે (મંગળવારે) IPL અંગેની અનિશ્ચિતતા વધી ગઈ છે. BCCI ફ્રેન્ચાઇઝ સાથે વીડિયો કોન્ફરન્સ (VC) પર ટૂર્નામેન્ટના આયોજન અંગે ચર્ચા કરવાનું હતું, પરંતુ દેશમાં પરિસ્થિતિ વધુ ગંભીર થતા તેમણે આ VC રદ્દ કરી. કહેવામાં આવી રહ્યું છે કે, અહિયાંથી આ વર્ષે IPL   રદ્દ થવાની સંભાવના વધી ગઈ છે. કોરોનાને રોકવા ભારત 31 માર્ચ સુધી લોકડાઉનમાં છે.

કિંગ્સ ઇલેવન પંજાબના કો-ઓનર નેસ વાડિયાએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, " માણસાઈ પહેલા, બીજું બધું પછી આવે છે. પરિસ્થિતિ સુધરી નથી તેવામાં વાત કરવાનો કોઈ અર્થ નથી.  જો IPL ન રમાય તો પણ ભલે." 

અન્ય એક ફ્રેન્ચાઇઝ ઓનરે નામ ન બતાવવાની શરતે કહ્યું કે, અત્યારે IPL મુદ્દે ચર્ચા કરીને કોઈ મતલબ નથી. આખું દેશ લોકડાઉનમાં છે.  આપણે IPL કરતા વધુ મહત્ત્વની વસ્તુઓ અંગે વિચારવાનું છે. 

BCCIના એક અધિકારીએ કહ્યું કે, જો ઓલિમ્પિક એક વર્ષ માટે પોસ્ટપોન કરવામાં આવી શકે તો IPL કેમ નહિ? તેની સરખામણીએ IPL નાનું છે. અત્યારે દિવસેને દિવસે આયોજન કરવું અઘરું જણાય રહ્યું છે. સરકાર ફોરેન વિઝા આપવા અંગે વિચારી પણ રહી નથી."

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી