• Gujarati News
  • Sports
  • Cricket
  • After 10 Years, Pakistan Has A Chance To Become The Champion, Know The Possible Playing 11 Of Both The Teams

શ્રીલંકા બન્યુ એશિયા કપનું ચેમ્પિયન:ટીમે ફાઈનલમાં પાકિસ્તાનને 23 રને હરાવ્યું, મદુશને 4 અને હસરંગાએ 3 વિકેટ ઝડપી

17 દિવસ પહેલા

UAEમાં રમાયેલા એશિયા કપમાં શ્રીલંકા ચેમ્પિયન બન્યુ છે. શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતુ. આ સાથે જ શ્રીલંકા છઠ્ઠીવાર એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. શ્રીલંકાની જીતના હીરો ભાનુકા રાજપક્ષા, વાનિન્દુ હસરંગા, પ્રમોદ મદુશન રહ્યા હતા. 171 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રમોદ મદુશને 4 વિકેટ, તો હસરંગાએ 3 વિકેટ લીધી હતી. મોહમ્મદ રિઝવાને 55 રન બનાવ્યા હતા.

એશિયા કપના ફાઈનલ મેચની હાઈલાઈટ્સ

  • શ્રીલંકાએ પાકિસ્તાનને ફાઈનલમાં હરાવીને છઠ્ઠી વખત એશિયા કપનું ચેમ્પિયન બન્યુ હતુ.
  • શ્રીલંકા તરફથી સૌથી સફળ બોલર પ્રમોદ મદુશન રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 34 રન દઈને 4 વિકેટ ઝડપી હતી.
  • વાનિન્દુ હસરંગાએ એક જ ઓવરમાં 3 વિકેટ ઝડપીને પાકિસ્તાનને બેકફૂટ પર લાવી દીધુ હતુ.
વાનિન્દુ હસરંગાએ એક જ ઓવરમાં 3 વિકેટ ઝડપીને શ્રીલંકાને ગેમમાં લાવી દીધુ હતુ.
વાનિન્દુ હસરંગાએ એક જ ઓવરમાં 3 વિકેટ ઝડપીને શ્રીલંકાને ગેમમાં લાવી દીધુ હતુ.
  • મોહમ્મદ રિઝવાને 112.24ની સ્ટ્રાઈક રેટથી 49 બોલમાં 55 રન બનાવ્યા હતા. તે આ એશિયા કપમાં હાઈએસ્ટ રન સ્કોરર બની ગયો છે.
  • પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. તે 5 રને આઉટ થયો હતો
  • શ્રીલંકા તરફથી ભાનુકા રાજપક્ષાએ શાનદાર 45 બોલમાં 71 રન ફટકાર્યા હતા. તેણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા.
ભાનુકા રાજપક્ષાએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે શ્રીલંકાને મજબૂત સ્થિતિમાં લાવી દીધુ હતુ.
ભાનુકા રાજપક્ષાએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે શ્રીલંકાને મજબૂત સ્થિતિમાં લાવી દીધુ હતુ.
  • હસરંગાએ 21 બોલમાં 36 રન બનાવ્યા હતા.
  • રાજપક્ષા અને હસરંગા વચ્ચે 58 રનની મહત્વની પાર્ટનરશિપ થઈ હતી.
  • પાકિસ્તાન તરફથી સૌથી સફળ બોલર હારિસ રઉફ રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 29 રન દઈને 3 વિકેટ લીધી હતી.
હારિસ રઉફે ધારદાર બોલિંગ કરીને શ્રીલંકાના ત્રણ બેટ્સમેનને આઉટ કર્યા હતા.
હારિસ રઉફે ધારદાર બોલિંગ કરીને શ્રીલંકાના ત્રણ બેટ્સમેનને આઉટ કર્યા હતા.
રાજપક્ષા અને હસરંગા શ્રીલંકાની ઇનિંગને સંભાળીને મહત્વની પાર્ટનરશિપ બનાવી હતી.
રાજપક્ષા અને હસરંગા શ્રીલંકાની ઇનિંગને સંભાળીને મહત્વની પાર્ટનરશિપ બનાવી હતી.
વિકેટ લીધા પછી જશ્ન મનાવતા પાકિસ્તાનનાં પ્લેયર્સ.
વિકેટ લીધા પછી જશ્ન મનાવતા પાકિસ્તાનનાં પ્લેયર્સ.

બન્ને ટીમની પ્લેઇંગ-11
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમન, ઈફ્તિખાર અહેમદ, આસિફ અલી, ખુશદીલ શાહ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ હસનૈન, હારિસ રઉફ અને નસીમ શાહ.

શ્રીલંકા: પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ધનંજય ડિ સિલ્વા, દનુષ્કા ગુણથિલાકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહેશ થિક્સાના, પ્રમોદ મદુશન અને દિલશાન મધુશંકા.

એશિયા કપના ફાઈનલમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા ફિવ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
એશિયા કપના ફાઈનલમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા ફિવ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...