તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાની સંકટ વચ્ચે ક્રિકેટ!:અફઘાનિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ જવા રવાના, ACBના CEO હામિદે આપી જાણકારી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા ક્રિકેટરની વેદના, રોયા શમીમ બે બહેનોની સાથે અફઘાનિસ્તાનથી કેનેડા પહોંચી

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ ત્યાંના ક્રિકેટ બોર્ડ પર પણ માઠી અસર પહોંચી હતી. તેવામાં બુધવારે તાલિબાને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને ટેસ્ટ મેચ રમવાની અનુમતિ આપી દીધી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)ના CEO હામિદે શનિવારે કહ્યું હતું કે અમને ટીમને ઓસ્ટ્રેલિયા મેકલવાની અનુમતિ પણ આપી દીધી છે. આ અફઘાનિસ્તાની ક્રિકેટ માટે સારા સમાચાર છે. વળી, ગુરુવારે ટોલો ન્યૂઝના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે પાંચ વનડે અને 1 ચાર દિવસીય ટેસ્ટ મેચ રમવા માટે રવાના થઈ ગઈ છે.

અફઘાનિસ્તાની મહિલા ક્રિકેટરની વેદના
તાબિલાન કાબુલમાં પહોંચ્યાના 2 દિવસ પહેલા રોયા શમીમ બે બહેનોની સાથે અફઘાનિસ્તાનથી કેનેડા પહોંચી ગઇ. આ ત્રણેય અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમની સભ્ય હતી. તે એ ભાગ્યશાળી લોકોમાં છે જે તાલિબાનના કાબુલમાં પ્રવેશતા પહેલા નીકળી ગઇ. પણ હજુ તેનું દુ:ખ પૂરું નથી થયું. તે કહે છે, ‘દેશ છોડવો મારા માટે ઘણું દુખદ હતું.

મને માત્ર રોવું જ આવતું હતું. ઘર, નોકરી, ક્રિકેટ, મિત્રો, પરિવાર બધુ જ છોડી દીધું. મારી પાસે જે હતું તે પાછળ છૂટી ગયું.’ તાલિબાને મહિલાઓની રમતમાં ભાગીદારીને લઇને હજુ સુધી કઇ કહ્યું નથી. પણ શમીમને અપેક્ષા નથી કે અફઘાનિસ્તાનમાં મહિલા રમતને પ્રોત્સાહન મળશે. તે કહે છે કે, તાલિબાન જ્યારે મહિલાઓના ભણવાની વિરૂદ્ધમાં છે તો એ કઇ રીતે શક્ય છે કે તે મહિલાઓને ક્રિકેટમાં સમર્થન આપે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર તાલિબાનનો કબજો
તાલિબાનોએ છેલ્લા કેટલાક દિવસો પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની ઓફિસમાં એન્ટ્રી મારી લીધી છે. ચોંકાવનારી વાત તો એ રહી કે તાલિબાનોને ત્યાં લઇ જનાર બીજું કોઈ નહીં, પરંતુ પૂર્વ અફઘાન ઈન્ટરનેશનલ ક્રિકેટર અબ્દુલ્લા મઝારી જ છે. સોશિયલ મીડિયામાં અત્યારે એક તસવીર વાઇરલ થઈ રહી છે, જેમાં આતંકવાદીઓ AK-47 લઇને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની હેડ ઓફિસમાં ધસી આવ્યા હતા.

દાવો- તાલિબાનો ક્રિકેટપ્રેમી છે
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના CEO હામિનદ શિનવારીએ લોકોને કહ્યું હતું કે ત્યાં ક્રિકેટ સુરક્ષિત છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે તાલિબાનો ક્રિકેટપ્રેમી છે અને તેમણે શરૂઆતથી જ અમને સપોર્ટ કર્યો છે અને અત્યારે અફઘાનિસ્તાનના દરેક ક્રિકેટર અને તેમના પરિવારના સભ્યો સુરક્ષિત છે.

સ્ટેડિયમો પણ તાલિબાનના કબજામાં
તાલિબાનોએ અફઘાનિસ્તાનનાં 6 પ્રમુખ સ્ટેડિયમ પણ પોતાના બાનમાં લઇ લીધાં છે, જેમાં કાબુલનું સ્ટેડિયમ પણ સામેલ છે. અફઘાનિસ્તાન ક્રિકેટ સાથે જોડાયેલા અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે દેશમાં અત્યારે જે કંઇપણ થઈ રહ્યું છે એની અસર ક્રિકેટ અથવા કોઇપણ સ્પોર્ટ્સ પર નહીં થાય. અફઘાનિસ્તાનની ટીમ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં પણ ભાગ લઈ શકશે.

T-20 વર્લ્ડ કપમાં પણ અફઘાનિસ્તાન રમશે
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના મેનેજર હિકમત હસને કેટલાક દિવસો પહેલાં પુષ્ટિ કરતાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ટીમ UAEમાં આયોજિત T-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. અફઘાનિસ્તાને ટોપ-8 ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખીને સીધું વર્લ્ડ કપમાં ક્વોલિયાફાઇ કરી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...