AUS અફઘાનિસ્તાન સામે ટેસ્ટ નહીં રમે:તાલિબાનના મહિલા વિરોધી વલણ સામે લેવાયો નિર્ણય, અફઘાન ખેલાડીઓ પર બિગ બેશ રમવા પર પ્રતિબંધ નથી

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલિબાને બંદૂકના જોરે અફઘાનિસ્તાનમાં સત્તા મેળવી છે. ત્યારપછી તાલિબાન પ્રશાસને મહિલાઓને ત્યાં રમવા પર પ્રતિબંધ લાદી દીધો છે. તેઓ તેને ઇસ્લામિક કાયદાની વિરુદ્ધ માને છે. આ પગલાની અસર હવે અફઘાનિસ્તાનની મેન્સ ટીમ પર પણ થવા લાગી છે. ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ બાદ અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ સ્થગિત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની આ પ્રથમ ટેસ્ટ મેચ હતી.

બધાને સમાન અધિકાર આપવાની તરફેણમાં
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના નિવેદનમાં કહ્યું- અમે પુરુષો અને મહિલાઓને સમાન અધિકાર આપવાના પક્ષમાં છીએ. અફઘાનિસ્તાનમાં મહિલાઓને રમવા પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં અમે ત્યાંની પુરૂષ ટીમ સાથે પણ રમી શકતા નથી.

અફઘાનિસ્તાનના સ્ટાર્સ બિગ બેશમાં રમી શકશે
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અફઘાન ખેલાડીઓને બિગ બેશમાં રમવા પર પ્રતિબંધ લગાવ્યો નથી. બોર્ડે કહ્યું- અમે અફઘાન ખેલાડીઓનું બિગ બેશમાં સ્વાગત કરવા તૈયાર છીએ. આશા છે કે ભવિષ્યમાં અમે અફઘાનિસ્તાન સાથે પણ ટેસ્ટ મેચ રમીશું. અમે આશા રાખીએ છીએ કે ત્યાંની મહિલાઓને પણ રમવાની તક મળશે.

આ મેચ ગયા વર્ષે જ રમાવાની હતી, આ મેચ વર્ષ 2020માં જ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચમાં યોજાવાની હતી. પરંતુ, તે પછી કોરોના મહામારીને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી. આ વર્ષે અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન થયા બાદ જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે જો મહિલાઓને ત્યાં રમવાની મંજૂરી નહીં આપવામાં આવે તો ટેસ્ટ મેચ ફરીથી મુલતવી રાખવી પડશે.

અન્ય સમાચારો પણ છે...