એડિલેડ સ્ટ્રાઈકર અને સિડની થંડર વચ્ચે રવિવારે મેચ રમાઈ જેમાં અજીબોગરીબ સ્થિતિ ઊભી થઈ હતી. એડિલેડના ઓપનર જેક વેદરાલ્ડ ક્રીઝની બંને બાજુ બહાર હોવાથી રનઆઉટ થયો છે. જો કે બેટ્સમેનને બે વખત આઉટ ન આપી શકાય ત્યારે અમ્પાયરે તેને પહેલી વખતના નિર્ણયના આધારે રનઆઉટ આપ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.
બોલ ગ્રીનના હાથે લાગીને સ્ટમ્પ્સ પર લાગી
એડિલેડની ઈનિંગમાં 10મી ઓવરમાં ક્રિસ ગ્રીનની બોલિંગમાં ફિલિપ સાલ્ટે એક સ્ટ્રેટ શોટ રમ્યો. બોલ ગ્રીનના હાથે વાગીને સ્ટમ્પ પર લાગ્યો. સિડની થંડરના ખેલાડીઓએ અપીલ કરી. આ દરમિયાન ફિલિપ સાલ્ટ અને નોન સ્ટ્રાઈકર એન્ડ પર રહેલો જેક રન લેવા માટે દોડ્યો. આટલી વારમાં સિડનીના વિકેટકીપર સેમ બિલિંગ્સે ચકલા ઉડાવી દિધા.
ટીવી અમ્પાયરે પહેલાં રિવ્યૂના આધારે જેકને રનઆઉટ જાહેર કર્યો
ડિસિઝન ટીવી અમ્પાયરની પાસે ગયા બાદ રિપ્લેમાં જોવામાં આવ્યું કે ગ્રીનના હાથમાં બોલ અડકીને સ્ટમ્પ્સ પર લાગ્યો હતો, તે સમયે જેક ક્રીઝની બહારે જ હતો. તો રન લેવા માટે જ્યારે બિલિંગ્સે ચકલા ઉડાવ્યા તે સમયે પણ જેક ક્રીઝની અંદર પહોંચી શક્ય નહોતો.
બિલિંગ્સે પણ જેકને રનઆઉટ કર્યો
પહેલાં રિવ્યૂના આધારે જેકને આઉટ જાહેર કરવામાં આવ્યો. જો તેને પહેલાં રિવ્યૂના આધારે આઉટ જાહેર કરાયો ન હોત તો પણ તે ક્રીઝની બીજી બાજુ ન પહોંચી શકતા રનઆઉટ જ હતો. જેક પેવેલિયન પરત ફર્યો ત્યારે કોમેન્ટેટરે પણ તેની નિંદા કરી. જેક 31 રન બનાવીને આઉટ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.