તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અયાઝ મેમણની કલમે...:સચોટ રણનીતિએ ન્યૂઝીલેન્ડને બનાવ્યું વર્લ્ડ ચેમ્પિયન

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ન્યૂઝીલેન્ડનો વિજય ભારત માટે એક મોટો ઝટકો છે. વન-ડે વર્લ્ડ કપ પછી 2019માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સાઈકલ શરૂ થયા પછી વિરાટ કોહલીની ટીમને ફેવરિટ મનાતી હતી. મહામારીના કારણે પોઈન્ટ સિસ્ટમ બદલાયા પછી પણ ભારતની પ્રગતિમાં કોઈ અવરોધ આવ્યો ન હતો. હકીકતમાં યુવાન ખેલાડીઓવાળી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં જે રીતે વિજય મેળવ્યો હતો, અને ત્યાર પછી જે રીતે ઘરેલી સીરિઝમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, આ ટીમ ચેમ્પિયનની રેસમાં સૌથી આગળ હતી. શાનદાર અનુભવ અને ઉચ્ચ મહત્ત્વાકાંક્ષા ધરાવતા ખેલાડીઓ અને ટ્રોફીની વચ્ચે યુવાન ખેલાડી કેવી રીતે આવી ગયા?

જવાબ છે, ફાઈનલમાં કીવી ખેલાડીઓનું જબરદસ્ત પ્રદર્શન, જેમણે માત્ર 4 દિવસમાં 8 વિકેટે જીત મેળવી. જોકે, કેટલાક સેશનમાં મેચ ઈન્ટેન્સ રહી, જ્યારે શમી-ઈશાંત-અશ્વિને ન્યૂઝીલેન્ડને પ્રથમ ઈનિંગ્સમાં માત્ર 32 રનની લીડ લેવા દીધી. જોકે, તમે જો સમગ્ર મેચનું અવલોકન કરશો તો ન્યૂઝીલેન્ડની શ્રેષ્ઠતા સ્પષ્ટ રીતે સામે આવે છે. આ કપરી પીચ પર માત્ર બે બેટ્સમેનોએ અડધી સદી ફટકારી. વાદળ છવાયેલા રહેવાથી સીમ અને સ્વિંગ બંને બોલરોને મદદ મળી. બંને ન્યૂઝીલેન્ડના હતા. ઈનિંગ્સમાં 5 વિકેટ લેનારો એકમાત્ર બોલર જેમિસન હતો. ભારતે અંતિમ 4 વિકેટ પ્રથમ ઈનિંગ્સમાં માત્ર 12 રન અને બીજી ઈનિંગ્સમાં માત્ર 14 રનમાં ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડના અંતિમ બેટ્સમેનોએ 59 બનાવ્યા હતા, જેનાથી તેમને મહત્ત્વપૂર્ણ લીડ મળી. ત્યાર પછી વિલિયમ્સને બેટ્સમેન અને કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું.

ભારતની ક્યાં ચૂક થઈ?
મૂળભૂત રીતે બંને ઈનિંગ્સમાં બેટ્સમેન નિષ્ફળ રહ્યા. એ સાચું કે પરિસ્થિતિ સરળ ન હતી અને ન્યૂઝીલેન્ડનું બોલિંગ આક્રમણ ટોપ ક્લાસનું હતું. જોકે, આવા સમયે જ તમારે પોતાની પ્રતિષ્ઠા મુજબ પ્રદર્શન કરવાનું હોય છે. છેલ્લા દિવસે જો ભારત 1 કલાક વધુ બેટિંગ કરી લેતું તો કદાચ મેચ બચાવી શકાય એમ હતી. જોકે, ખરાબ તકનીક, દબાણમાં નબળા ટેમ્પરામેન્ટને કારણે ખેલાડીઓ આઉટ થતા ગયા.

કેપ્ટન પણ સમજી ગયા હશે કે પ્લાનિંગમાં અભાવ રહ્યો છે. ઈંગ્લેન્ડની પરિસ્થિતિનો સામનો કરવા માટે વ્યૂહરચનાની જરૂર હતી. દરેક વિરોધી માટે એક અલગ રણનીતિ, જેવી કીવિઓએ ભારતીયો માટે બનાવી હતી. આ બાબતે જ તેમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનાવ્યા.

અન્ય સમાચારો પણ છે...