તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્ય ભાસ્કર ઈન્ટરવ્યૂ:શમી નવા-જૂના બંને બૉલથી ઉત્તમ દેખાવ કરવા સક્ષમ : મેક્સવેલ

ચંદીગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન-ડે અને ટી-20માં રોહિતનું સ્થાન લેવા માટે રાહુલ સક્ષમ

ઓસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ભારત વિરુદ્ધ સીરિઝની તૈયારી કરી રહ્યો છે. તે આઈપીએલના અનુભવનો ફાયદો ઉઠાવવા માંગે છે. મેક્સવેલને વન-ડે અને ટી-20 બંને ટીમમાં સ્થાન મળ્યું છે. પહેલી વન-ડે 27 નવેમ્બરે રમાશે. તેને ચાહકો સોની ટેન-3 પર હિંદીમાં જોઈ શકશે. મેક્સવેલ સાથેની વાતચીતના અંશ...

  • હાલની ભારતીય બોલિંગ લાઈનને કેવી રીતે જુઓ છો?

શમી સફળતાની ચાવી સાબિત થઈ શકે છે. તેનામાં નવા-જૂના બંને પ્રકારના બૉલથી સારો દેખાવ કરવાની ક્ષમતા છે. મેં તેની સાથે આઈપીએલ રમી છે. તે ડેથ ઑવરોની સાથે નવા બૉલથી પણ તે સારો દેખાવ કરી શકે છે. તેની પાસે બૉલ સ્વિંગ કરવાની પણ ક્ષમતા છે. તેનાથી ઈન્ડિયન ટીમને મદદ મળશે.

  • ભારત વિરુદ્ધ સીરિઝમાં તમે પોતાને કયા રૂપમાં જુઓ છો?

હું મારી જાતને ઑલરાઉન્ડર તરીકે જોઈ રહ્યો છું. ટીમમાં હું અને સ્ટોઈનિસ એમ બે ઑલરાઉન્ડર છે. તે મેચની બીજી 10 ઓ‌વરમાં મજબૂત દેખાવ કરી શકે છે. અમારી પાસે ચાર ફ્રંટ લાઈન બોલર હશે. હું ભારત વિરુદ્ધ પણ એવો જ દેખાવ કરી શકું છું, જેવો મેં ઈંગ્લેન્ડ વિરુદ્ધ કર્યો હતો. હું ગેમ ખતમ કરવાનો પ્રયાસ કરીશ.

  • તમે પંજાબમાં કેએલ રાહુલ અને શમી સાથે રમ્યા. શું તેનાથી આગામી સીરિઝમાં તમને મદદ મળશે?

તેમની સાથે રમવાથી મને મદદ મળશે. રાહુલ શાનદાર બેટ્સમેન છે અને તે કોઈ પણ સંજોગોમાં રન બનાવી શકે છે. તે વન-ડે અને ટી-20 ટીમમાં રોહિતની ગેરહાજરીમાં તેની કમી પૂરી કરી શકે છે. હું રાહુલની ક્ષમતાઓને ઓળખું છું. શમી સાથે પણ મેં ઘણો સમય વીતાવ્યો છે. તે મારી સાથે ચર્ચા કરતો કે, બેટ્સમેન કેવી રીતે આઉટ થઈ શકે છે અને બૉલ ક્યાં-કેવી રીતે નાંખવા જોઈએ. તેનાથી હું સમજી શકું છું કે, તે કેવી રીતે બૉલિંગ કરે છે. તે અમને મદદરૂપ થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો