તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • AB De Villiers Batted Aggressively Before The Second Phase Of IPL 14, Scoring A Century Off 46 Balls With 10 Sixes In A Practice Match.

મિસ્ટર 360ની ચેતવણી!:IPL-14ના બીજા ફેઝ પહેલા એ.બી.ડીવિલિયર્સે આક્રમક બેટિંગ કરી, પ્રેક્ટિસ મેચમાં 46 બોલમાં 10 છગ્ગા સાથે સદી નોંધાવી

13 દિવસ પહેલા
એ.બી.ડીવિલિયર્સની ફાઇલ તસવીર
  • IPLમાં લગભગ 28 મહિના પછી સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ મળશે
  • 16 સપ્ટેમ્બરથી ટિકિટનું વિતરણ શરૂ થશે

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનનો ફેઝ-2 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. તેવામાં દરેક ટીમના ખેલાડીઓ આ ટૂર્નામેન્ટની સિઝનને જીતવા માટે પૂર જોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. ટીમ પોત-પોતાની રીતે તાલીમ મેળવી રહી છે. તેવામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પણ પ્રેક્ટિસ મેચ રમી હતી જેમાં તેના સ્ટાર બેટ્સમેન એ.બી.ડીવિલિયર્સે 10 છગ્ગા સાથે આક્રમક બેટિંગ કરીને પોતાની તાકાતનો પરચો બતાવી દીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

વિરાટ સહિત 3 ખેલાડી ક્વોરન્ટીન
આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને ડેન ક્રિસ્ચિયન ક્વોરન્ટીન હોવાથી સામેલ થયા નહતા. RCBની સ્ક્વોડે RCB-A અને RCB-B નામની 2 ટીમ બનાવીને એક પ્રેક્ટિસ મેચ રમી હતી. જેની કેપ્ટનશિપ હર્ષલ પટેલ (A) અને દેવદત્ત પડ્ડિકલે (B) કરી હતી.

RCB-Aની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
RCB-Aની ટીમે પહેલા ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે ટીમમાં એ.બી.ડીવિલિયર્સ પણ સામેલ હતો. તેણે 46 બોલમાં આક્રમક બેટિંગ કરીને 104 કર્યા હતા. તેણે પોતાની આ ઈનિંગમાં 4 ચોગ્ગા અને 10 છગ્ગા પણ માર્યા હતા. ઉલ્લેખનીય છે કે એ.બી.ડીવિલિયર્સે જો પ્રેક્ટિસમાં પોતાનો 360 ડિગ્રી મોડ ઓન કરી દીધો છે તો IPL-14ના ફેઝ-2માં દર્શકો તેની બેટિંગ જોવા માટે આતૂર રહેશે.

એ.બી.ડીવિલિયર્સ સિવાય મોહમ્મદ અઝહરુદ્દીને પણ 43 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાની સહાયથી 66 રન કર્યા હતા. ડીવિલિયર્સ અને અઝહરુદ્દીન વચ્ચે સારી પાર્ટનરશિપ નોંધાઈ હોવાથી તેમણે RCB-Bને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

RCB-B ટીમે રોમાંચક મેચ જીતી
213 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી RCB-B ટીમના કેપ્ટન દેવદત્ત પડ્ડિકલે મજબૂત શરૂઆત આપી હતી. તેણે કે.એસ.ભારત સાથે પ્રશંસનીય પાર્ટનરશિપ નોંધાવી હતી. આ મેચમાં કે.એસ.ભારતે 47 બોલમાં 95 રન કર્યા હતા જ્યારે દેવદત્ત પડ્ડિકલે 21 બોલમાં 36 રન કર્યા હતા. જોકે આ મેચમાં RCB-Bએ અંતિમ 2 બોલમાં રોમાંચક મેચને 7 વિકેટે જીતી લીધી હતી. તમને જણાવી દઇએ કે RCBની ટીમ આ ટર્મમાં ઘણા રિપ્લેસમેન્ટ સાથે મેદાનમાં ઉતરશે. તે પહેલી મેચ 20 સપ્ટેમ્બરે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમશે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

IPL ફેન્સ માટે સારા સમાચાર, સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.....
ઈન્ડિયન પ્રીમિયર લીગના બીજા ફેઝની શરૂઆત પહેલા ફેન્સ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. BCCIએ બુધવારે આ ફેઝમાં દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ આપવાની અનુમતિ આપી દીધી છે. તેવામાં 19 સપ્ટેમ્બરથી શરૂ થતા ફેઝ-2ની પહેલી મેચ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાશે. તેવામાં ફેન્સ 16 સપ્ટમ્બરથી પોતાની ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકશે.

ફેન્સ કેવી રીતે ટિકિટ બુક કરી શકશે?
IPLએ પોતાના ઓફિશિયલ અકાઉન્ટમાંથી ટ્વિટ કરીને આ અંગે જાહેરાત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ફેન્સ સત્તાવાર રીતે www.iplt20.com. અથવા PlatinumList.net.ની સાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકશે. જોકે લીગના આયોજકોએ કેટલા દર્શકોને પ્રવેશ અપાશે એ અંગે સત્તાવાર આંકડો બહાર પાડ્યો નથી. પરંતુ કોવિડ પ્રોટોકોલને અનુસરીને તથા UAEના પ્રોટોકોલ પ્રમાણે ફેન્સને પ્રવેશ અપાશે તેવી જાહેરાત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...