શુભમને ફટકારી 104 મીટરની સિક્સ:વૉલ્શના બોલ પર રમ્યો એવો શોટ; કે બોલ સીધો સ્ટેડિયમની બહાર, જોઈને ખુદ પડ્યો આશ્ચર્યમાં

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોતાની પહેલી સદીથી ચૂક્યો શુભમન

ટીમ ઈન્ડિયાનો ઓપનર શુભમન ગિલ પોતાની ટેક્નિકલ અને સ્ટાઇલિશ બેટિંગ માટે જાણીતો છે. બુધવારે રમાયેલા ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ત્રીજા વનડેમાં શુભમને દમદાર ઇનિંગ રમી હતી. તેણે રમેલી 98 રનની ઇનિંગ દરમિયાન ઘણા આકર્ષક શોટ્સ તેના બેટેથી જોવા મળ્યા હતા.

22 વર્ષના આ ભારતીય બેટ્સમેને 9 વખત બોલને બાઉન્દ્રીની બહાર ફેંક્યો હતો. તેણે 7 ચોગ્ગા અને 2 ગગનચૂંબી છગ્ગા પણ માર્યા હતા. તેમાંથી એક છગ્ગો તો સ્ટેડિયમની બાહર ચાલ્યો ગયો હતો. જે 104 મીટરનો હતો. એ જોઈને ફેન્સ પણ ઝૂમી ઊઠ્યા હતા.

પોતાની પહેલી સદીથી ચૂક્યો શુભમન
શુભમન ગિલ 98 રનની શાનદાર ઇનિંગ રમીને નોટઆઉટ રહ્યો હતો. તે પોતાની સૌપ્રથમ સદી મારવાનો જ હતો કે વરસાદ શરૂ થઈ ગયો. પછી જ્યારે વરસાદ બંધ રહ્યો અને મેચ ફરી શરૂ થઈ ત્યારે વેસ્ટઇન્ડિઝને ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 35 ઓવરમાં 257 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

તેવામાં ગિલ પોતાની પ્રથમ સદી ફટકારવાથી વંચિત રહ્યો હતો. તે આ લિસ્ટમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વિરેન્દ્ર સેહવાગની સાથે જોડાય ગયો છે. આ દિગ્ગજો પણ ઘણી વખત સદી ફટકારવાથી રહી ગયા છે.

ભારતે 119 રનથી જીત્યો મેચ
ટીમ ઈન્ડિયાએ 119 રનના મોટા માર્જિનથી ત્રીજી વનડેમાં જીત મેળવી લીધી છે. 35 ઓવરમાં 257 રનના ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટઇન્ડિઝની ટીમ 137 રનમાં ખખડી ગઈ હતી. ભારત તરફથી શુભનમ ગિલે 98* રન માર્યા હતા. જ્યારે શિખર ધવને 58 અને શ્રેયસ અય્યરે 44 રન કર્યા હતા.

વેસ્ટઇન્ડિઝ તરફથી હેડન વૉલ્શે 2 વિકેટ લીધી હતી. જ્યારે અકીલ હુસૈનને 1 વિકેટ મળી હતી. બ્રેન્ડન કિંગ અને નિકોલસ પૂરને 42-42 રનની ઇનિંગ રમી હતી. તો ભારત તરફથી ચહલે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે શાર્દૂલ ઠાકુર અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી હતી. તો અક્ષર પટેલ અને પ્રસિદ્ધ કૃષ્ણાને 1-1 વિકેટ મળી હતી.