પ્રથમ ટી-20:આજથી ભારતીય ક્રિકેટનો નવો યુગ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જયપુરમાં આજે મેચ, જેને ખાસ બનાવવા અઝહરુદ્દીને ભાસ્કરના વાચકો માટે લખ્યો આ અહેવાલ...

બુધવારથી ભારતીય ક્રિકેટના નવા યુગની શરૂઆત થશે. નવા કોચ રાહુલ દ્રવિડ અને નવા ટી-20 કેપ્ટન રોહિત શર્માની સાથે ટીમની પ્રથમ ટી-20 ઈન્ટરનેશનલ સીરિઝ રમાશે. જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમથી આ નવા યુગનો પ્રારંભ થશે. કોરોનાકાળ બાદ પ્રથમવાર દેશમાં 100 ટકા દર્શકોની ક્ષમતા સાથે દેશમાં ઈન્ટરનેશનલ મેચ રમાશે. આ જયપુરમાં 8 મેચ બાદ પ્રથમ ઈન્ટરનેશનલ મેચ છે. ભાસ્કરે આ પ્રસંગને ખાસ બનાવવા માટે જયપુરમાં પ્રથમ ઈન્ટરનેશનલ સદી ફટકારનાર પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પાસે આ અહેવાલ લખાવ્યો છે. અઝહરુદ્દીને પાકિસ્તાન વિરુદ્ધ 1987માં અહીં રમાયેલ એકમાત્ર ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. અઝહરે દુબઈથી ભાસ્કર માટે આ વિશેષ અહેવાલ લખ્યો છે...

દ્રવિડની કોચિંગમાં ટીમ ઈન્ડિયા નવો ઈતિહાસ લખશે, તેમને થોડો સમય આપવાની જરૂર
રાહુલ દ્રવિડની કોચિંગમાં ટીમ ઈન્ડિયા નવો ઈતિહાસ રચશે. ગત 4-5 વર્ષમાં દ્રવિડે જુનિયર ખેલાડીઓ સાથે ઘણું કામ કર્યું છે, તેમાંથી મોટાભાગના ખેલાડીઓ સિનિયર ટીમમાં સામેલ થયા છે. જેથી તેમને ટીમ સાથે કામ કરવામાં કોઈ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. હા, દ્રવિડને થોડો સમય આપવાની જરૂર છે. બીસીસીઆઈએ દ્રવિડને ટીમ ઈન્ડિયાની જવાબદારી આપી તે યોગ્ય નિર્ણય છે. જોકે, રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા સાથે સારું કામ કર્યું છે.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સ્થિતિનો લાભ તો ભારતને જ મળશે
​​​​​​​ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપ બાદ એક પ્રકારે નવી શરૂઆત કરશે. ઘરઆંગણાની સ્થિતિનો લાભ ભારતને જ મળશે. વર્લ્ડ કપની ફાઈનલિસ્ટ વિરુદ્ધ રમવાનું દબાણ ભારત પર નહીં હોય. આ વખતે ભારત ફરી ભારતીય દર્શકોની હાજરીમાં રમશે. તેની ઘણી અસર ટીમના પ્રદર્શન પર જોવા મળશે. ન્યૂઝીલેન્ડની ટીમ હાલ સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ તે ટ્રોફી જીતવામાં સફળ રહી નથી.

રેડ બોલ અને વ્હાઈટ બોલના કેપ્ટન જુદા-જુદા હોય​​​​​​​ ટીમને રોહિતના રૂપમાં નવો ટી-20 કેપ્ટન મળ્યો છે. તેના નેતૃત્ત્વમાં ટીમ સારી શરૂઆત કરશે. હું હંમેશાથી રેડ બોલ અને વ્હાઈટ બોલ ક્રિકેટમાં જુદા-જુદા કેપ્ટનનો સમર્થક રહ્યો છું. બીસીસીઆઈએ આ એક સારી શરૂઆત કરી છે. તેનાથી કેપ્ટનનો વર્કલોડ પણ ઓછો થશે. વ્હાઈટ બોલ અને રેડ બોલ ક્રિકેટના ખેલાડીઓની પણ ઓળખ કરવી બોર્ડ તથા સિલેક્ટર્સ માટે જરૂરી છે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...