• Gujarati News
  • Sports
  • Cricket
  • A Meeting Of The Cricket Board Will Be Held Amidst Sri Lanka's Political Crisis, A Venue Could Be Decided Today

એશિયા કપ દુબઈમાં રમાઈ શકે:શ્રીલંકાના રાજકીય સંકટ વચ્ચે ક્રિકેટ બોર્ડની બેઠક યોજાશે, વેન્યૂ અંગે આજે નિર્ણય આવી શકે છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રીલંકામાં રાજકીય સંકટ વચ્ચે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એક્ઝીક્યૂટિવ કમિટિની બેઠક આજે મંગળવારે બોલાવી છે. જેમાં એશિયા કપને શ્રીલંકાના સ્થાને દુબઈમાં આયોજિત કરવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. વળી બેઠકમાં ઓસ્ટ્રેલિયા સાથે જૂનમાં આયોજિત હોમ સિરિઝને ટાળવા અંગે પણ વિચાર કરાઈ શકે છે.

આજે એશિયા કપ અંગે નિર્ણય લેવાઈ શકે
શ્રીલંકન ક્રિકેટ બોર્ડે 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર વચ્ચે કોલંબોમાં આયોજિત એશિયા કપ અને જૂનમાં ઓસ્ટ્રેલિયાના શ્રીલંકા પ્રવાસ અંગે ઈમરજન્સી બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. શ્રીલંકાના સ્થાનિક મીડિયા રિપોર્ટના આધારે શ્રીલંકન બોર્ડ પોતાના અંતર્ગત જ દુબઈમાં આનું આયોજન કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. આ બેઠકમાં આજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે.

જોકે BCCI સેક્રેટરી જય શાહે પહેલા જ કહ્યું છે કે અમદાવાદમાં IPL ફાઈનલ પછી એશિયા કપ અંગે એશિયા ક્રિકેટ કાઉન્સિલ નવી જાહેરાત કરી શકે છે.

ઓસ્ટ્રેલિયા સાથે 2 ટેસ્ટ અને 6 લિમિટેડ ઓવર સિરીઝ
આ બેઠકમાં જૂનમાં ઓસ્ટ્રેલિયા સાથે હોમ સિરીઝ અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. ઓસ્ટ્રેલિયા જૂનમાં અહીં આવશે. જેની પહેલી ટેસ્ટ 7 જૂનથી રમાશે ત્યારપછી શ્રીલંકા સાથે 2 ટેસ્ટ સિવાય 3-3 વનડે અને T20 મેચ પણ રમશે. જોકે અત્યારની સ્થિતિને જોતા આ સિરીઝ રદ થઈ શકે છે પરંતુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ આ સિરીઝ રમવા માટે સજ્જ છે.

શ્રીલંકામાં 5 મહિનાના ક્રિકેટનું આયોજન

  • 7 જૂનથી ઓસ્ટ્રેલિયાનો શ્રીલંકા પ્રવાસ, 2 ટેસ્ટ, 3 વનડે અને 3 T20 સિરીઝ
  • જૂન-જુલાઈમાં પાકિસ્તાનનો શ્રીલંકા પ્રવાસ, 2 ટેસ્ટ મેચની સિરીઝ
  • ઓગસ્ટમાં શ્રીલંકા પ્રીમિયર લીગ
  • 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી એશિયા કપ
અન્ય સમાચારો પણ છે...