તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • A Kangaroo Topping Was Made On A Cake To Celebrate The Series Win Against Australia, But Rahane Refused To Cut It.

અજિંક્યે જીત્યાં દિલ:ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ જીતના સેલિબ્રેશન માટેની કેક પર હાથમાં તિરંગો લઈને બેઠેલા કાંગારૂનું ટોપિંગ બનાવાયું, રહાણેએ કાપવાની ના પાડી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેક કાપવા માટે રહાણેએ કાંગારૂ પર પણ ચપ્પુ ચલાવવું પડે તેમ હતું. તેથી તેણે ઇનકાર કર્યો. - Divya Bhaskar
કેક કાપવા માટે રહાણેએ કાંગારૂ પર પણ ચપ્પુ ચલાવવું પડે તેમ હતું. તેથી તેણે ઇનકાર કર્યો.

ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં ભવ્ય વિજય મેળવીને આવેલી ભારતીય ટીમનું શાનદાર સ્વાગત થયું. કેપ્ટન અજિંક્ય રહાણેનું પણ તેના પાડોશીઓ દ્વારા સન્માન કરાયું હતું. તેમાં પાડોશીઓ સેલિબ્રેશનના ભાગ રૂપે એક કેક લાવ્યા હતા. કેક પર હાથમાં તિરંગો લઈને બેઠેલા કાંગારૂનું ટોપિંગ બનાવવામાં આવ્યું હતું. કેક કાપવા માટે રહાણેએ તેના પર પણ ચપ્પુ ચલાવવું પડે તેમ હતું. આ જોઈને એણે તરત જ આ કેક કાપવાનો ઇનકાર કરી દીધો.

આ સમગ્ર સેલિબ્રેશનનું એક સ્થાનિક ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને હવે નવેસરથી રહાણે પર પ્રશંસાનો વરસાદ થઈ રહ્યો છે. રહાણેએ કેક ન કાપી ને પણ લોકોનાં દિલ જીતી લીધાં હતાં.

અન્ય સમાચારો પણ છે...