તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • A Day Before The Second Test, New Zealand Suffered A Major Setback, With Captain Williamson Out Due To Injury.

ઈગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ:બીજી ટેસ્ટ મેચના એક દિવસ અગાઉ ન્યુઝીલેન્ડને મોટો ઝાટકો લાગ્યો, કેપ્ટન વિલિયમસન ઈજાને લીધે બહાર

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેન વિલિયમસન (ફાઈલ ફોટો) - Divya Bhaskar
કેન વિલિયમસન (ફાઈલ ફોટો)

ન્યુઝીલેન્ડની ટીમને બુધવારે મોટો ઝાટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન કેન વિલિયમસન ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ ટોમ લાથમને ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે. પ્લેઈંગ ઈલેવનમાં વિલિયમસનનું સ્થાન વિલ યંગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોણી પર ઈજા પામેલા વિલિયમસનના રમવા અંગે અગાઉથી જ આશંકા સર્જાયેલી હતી.

કોચ ગેરી સ્ટડીએ કહ્યું હતું કે કેટલાક સમય અગાઉ વિલિયમસન ઈજાને લીધે પરેશાન હતો. કેન માટે આ સરળ નિર્ણય રહ્યો ન હતો, જોકે આ યોગ્ય નિર્ણય છે. તેણે કહ્યું હતું કે આ નિર્ણયથી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો છે. અમને વિશ્વાસ છે કે તે 18 જૂનથી રમાનારી મેચ સુધી ફિટ થઈ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલી ટેસ્ટમાં કેપ્ટન કેનનું બેટિંગ એટલું મજબૂત રહ્યું ન હતું. તેણે પહેલી અને બીજી ઈનિંગમાં અનુક્રમે 13 અને 1 રન બનાવ્યા હતા.

બીજી બાજુ હવે બન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ 10 જૂન (ગુરુવાર)થી એજબેસ્ટનમાં રમાશે. ઈંગ્લેન્ડ સામે સિરીઝ પૂરી થયા બાદ કીવી ટીમને 18 જૂનથી ભારત સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમવાની છે. આ સંજોગોમાં કોચની નજર WTCની ફાઈનલ પર વધારે સ્થિર થશે.