• Gujarati News
  • Sports
  • Cricket
  • A BCCI Official Said The Discussion With Virat Took Place In The Presence Of 8 Witnesses, Clearly Asking Whether It Would Be Appropriate To Relinquish The T20 Captaincy.

કોહલી-ગાંગુલી વિવાદમાં નવો ઘટસ્ફોટ:BCCI અધિકારીનો દાવો- વિરાટ સાથે 8 સાક્ષીની હાજરીમાં ચર્ચા થઈ, સ્પષ્ટપણે પૂછ્યું હતું કે શું T20 કેપ્ટનશિપ છોડવી યોગ્ય રહેશે?

એક મહિનો પહેલા
  • વિરાટની પ્રેસ કોન્ફરન્સ પછી ગાંગુલી નારાજ, BCCI અસમંજસમાં

ઈન્ડિયન ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી BCCI તરફથી સતત વિવિધ નિવેદનો સામે આવી રહ્યા છે. તેવામાં હવે મીડિયાને આપેલા નિવેદનમાં એક BCCI અધિકારીએ દાવો કર્યો છે કે વિરાટ કોહલી સાથે T20ની કેપ્ટનશિપમાંથી રાજીનામું આપવા મુદ્દે 8 લોકોની હાજરીમાં ચર્ચા થઈ હતી.

આ મીટિંગમાં વિરાટને સ્પષ્ટપણે પૂછવામાં આવ્યું હતું કે શું T20ની કેપ્ટનશિપ છોડવી યોગ્ય રહેશે? આમાં વિરાટ સિવાય હાજર 8 લોકોમાં પાંચ સિલેક્ટર્સ, BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને રોહિત શર્મા સામેલ હતા.

વિરાટની પ્રેસ કોન્ફરન્સ પછી ગાંગુલી નારાજ, BCCI અસમંજસમાં
વિરાટની પ્રેસ કોન્ફરન્સ પછી સૌરવ ગાંગુલી નારાજ છે, વળી BCCI અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગઈ છે. આ સ્થિતિ વિરાટના નિવેદન બાદ ઊભી થઈ છે. તેવામાં જો BCCI દ્વારા હજુ કોઈ નિવેદન બહાર આવશે તો તે ટેસ્ટ કેપ્ટનને ખોટા સાબિત કરશે જેની સીધી અસર વિરાટ સહિત ટીમ પર પડશે. વળી જો બોર્ડ નિવેદન બહાર નહીં પાડે તો પ્રેસિડેન્ટ સામે સવાલ ઊભા થઈ શકે છે. વિરાટના નિવેદન પછી BCCIની છબીને ઘણું નુકસાન પહોંચ્યું છે અને આનાથી બોર્ડ અને કેપ્ટન વચ્ચે કોમ્યુનિકેશન ગેપ હોવાનું સ્પષ્ટપણ જોવા મળી રહ્યું છે.

કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું
વાસ્તવમાં, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર રવાના થતા પહેલા વિરાટ કોહલીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જ્યારે તેણે T20ની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી ત્યારે તેને BCCIના કોઈપણ અધિકારીએ આવું કરતા અટકાવ્યો ન હતો. તમામ લોકોએ તેના પગલાને યોગ્ય ગણાવ્યું હતું. ટેસ્ટ ટીમની જાહેરાતના માત્ર દોઢ કલાક પહેલા પસંદગીકારો દ્વારા તેને વનડે ટીમના કેપ્ટનશિપ પદેથી હટાવવાનો નિર્ણય કર્યો છે તે અંગે માહિતી આપી હતી.

ગાંગુલીએ વનડે કેપ્ટનશિપમાંથી હટાવવાનું કારણ જણાવ્યું
વિરાટ આ પ્રેસ કોન્ફરન્સ પહેલા BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ કોહલીને કેપ્ટનશિપથી હટાવવા મુદ્દે સ્પષ્ટતા કરી હતી. ગાંગુલીએ કહ્યું હતું કે વિરાટને T20 કેપ્ટનશિપમાંથી રાજીનામું આપવા માટે ના પાડવામાં આવી હતી. વિરાટને વનડેની કેપ્ટનશિપમાંથી હટાવવાનો નિર્ણય BCCI અને સિલેક્ટર્સનો છે. કારણકે ટીમને લિમિટેડ ઓવર ક્રિકેટમાં એક જ કેપ્ટન જોઈએ છે. જેથી કરીને વિરાટના સ્થાને રોહિતને કેપ્ટન બનાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...