88 વર્ષમાં રણજી ટ્રોફીમાં પહેલીવાર....:બંગાળના 9 ખેલાડીએ ફિફ્ટી ફટકારી, સ્પોર્ટ્સ મિનિસ્ટર મનોજ તિવારીએ પણ 73 રન કર્યા

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મજૂમદાર અને સુદીપ વચ્ચે 200+ રનની પાર્ટનરશિપ - Divya Bhaskar
મજૂમદાર અને સુદીપ વચ્ચે 200+ રનની પાર્ટનરશિપ

ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બનતા રહે અને તૂટતા રહે છે, પરંતુ બુધવારે બેંગ્લોરના અલુર ક્રિકેટ સ્ટેડિયમમાં એક અનોખો રેકોર્ડ બન્યો છે. અહીં રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં તેના તમામ 9 ખેલાડીઓએ બંગાળની પહેલી ઇનિંગમાં ફિફ્ટી ફટકારી દીધી હતી. જ્યારે 10મો ખેલાડી તેની ઇનિંગની રાહ જોતો રહ્યો. આ 9 ખેલાડીઓમાં બંગાળના સ્પોર્ટ્સ મિનિસ્ટર મનોજ તિવારી પણ સામેલ હતા. તેણે 173 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવું પહેલીવાર થયું છે જ્યારે કોઈ ટીમ માટે 9 ખેલાડીઓએ એક જ ઈનિંગમાં ફિફ્ટી ફટકારી દીધી હોય. બંગાળ 88 વર્ષના રણજી ઈતિહાસમાં આવું કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

બંગાળે 773/7 પર પોતાનો દાવ ડિક્લેર કર્યો
બંગાળે ઝારખંડ સામે તેની પહેલી ઇનિંગમાં 7 વિકેટે 773 રને દાવ ડિક્લેર કરી દીધો હતો. તેના માટે બેટિંગ કરવા આવેલા તમામ 9 ખેલાડીઓએ 50+ રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેમાંથી 2 ખેલાડીએ પોતાની ફિફ્ટીને સદીમાં પરિવર્તિત કરી છે.

ઈનિંગમાં ત્રીજી વિકેટ માટે 243 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારી મજમુદાર (117) અને સુદીપ કુમાર (186) વચ્ચે થઈ હતી. બંનેએ આ ઈનિંગમાં સદી ફટકારી હતી.

આકાશ દીપે માત્ર સિક્સરથી જ 48 રન કરી નાખ્યા, 18 બોલમાં ફિફ્ટી ફટકારી
9મા નંબર પર રમવા આવેલા આકાશ દીપે 294.44ના સ્ટ્રાઈક રેટથી 53 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે માત્ર 18 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આકાશે 8 સિક્સર ફટકારીને જ 48 રન નોંધાવ્યા હતા અને ઈનિંગમાં એકપણ ચોગ્ગો માર્યો નહોતો.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પહેલીવાર
રેકોર્ડ બુક પર નજર કરીએ તો કોઈ ટીમમાં એક ઇનિંગ્સમાં 9 ખેલાડી દ્વારા આટલી ફિફ્ટી ફટકારાઈ નથી. અગાઉ 1893માં ઓસ્ટ્રેલિયા અને ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ ટીમ વચ્ચેની ઈનિંગમાં 8 ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ સામેલ હતો.

અન્ય સમાચારો પણ છે...