એશિયા કપમાં 8 વર્ષે પાકે. ભારતને હરાવ્યું:આસિફ અલીનો કેચ છૂટી ગયો તે ટીમ ઇન્ડિયાને ભારે પડ્યું, મોહમ્મદ રિઝવાને 71 રન ફટકાર્યા; નવાઝ પ્લેયર ઑફ ધ મેચ

3 મહિનો પહેલા

દુબઈ ખાતે રમાયેલી એશિયા કપની સુપર-4ની મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 182 રનનો ટાર્ગેટ 19.5 ઓવરમાં 5 વિકેટે પાર પાડી દીધો હતો. પાકિસ્તાન તરફથી મેચનો હીરો મોહમ્મદ રિઝવાન રહ્યો હતો. તેણે 51 બોલમાં 71 રન ફટકાર્યા હતા. મોહમ્મદ નવાઝે 20 બોલમાં 42 રનની તોફાની ઇનિંગ રમી હતી. ભારતના બધા જ બોલરોને વિકેટ મળી હતી. મોહમ્મદ નવાઝને તેની આ ધમાકેદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

અર્શદીપ સિંહે પાકિસ્તાનની 17.3 ઓવરે રવિ બિશ્નોઈની બોલિંગમાં આસિફ અલીનો આસાન કેચ છોડ્યો હતો. જેના પછી મેચ પલટાઇ હતી. આસિફ અલીએ 8 બોલમાં 16 રન બનાવી દીધા હતા. એશિયા કપમાં પાકિસ્તાને 8 વર્ષે ભારતને હરાવ્યું છે. આ અગાઉ 2014ના એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 1 વિકેટે હરાવ્યું હતું.

મોહમ્મદ નવાઝે 20 બોલમાં 42 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જે પાકિસ્તાન માટે વિજયી સાબિત થઈ હતી. તેને આ તોફાની ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.
મોહમ્મદ નવાઝે 20 બોલમાં 42 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જે પાકિસ્તાન માટે વિજયી સાબિત થઈ હતી. તેને આ તોફાની ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

ભારત અને પાકિસ્તાન મેચની હાઈલાઈટ્સ

  • એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 8 વર્ષે હરાવ્યું હતું.
  • મેચનો હીરો મોહમ્મદ રિઝાવન રહ્યો હતો. તેણે 51 બોલમાં 71 રન કર્યા હતા. જેમાં તેણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા.
  • મોહમ્મદ નવાઝે માત્ર 20 બોલમાં 42 રન ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 210ની રહ્યો હતો.
  • 18મી ઓવરમાં રવિ બિશ્નોઈની બોલિંગમાં અર્શદીપ સિંહે આસિફ અલીનો આસાન કેચ છોડ્યો હતો.
  • બાબર આઝમ ફરી સસ્તામાં (14) આઉટ થયો હતો.
  • વિરાટ કોહલીએ 32મી T20 ઈન્ટરનેશનલમાં અડધી સદી ફટકારી હતી. તેણે એશિયા કપમાં સતત બીજી ફિફ્ટી ફટકારી હતી. કોહલી 44 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો. તેણે આ શાનદાર ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યા હતા.
  • રોહિત અને રાહુલ વચ્ચે પહેલી વિકેટ માટે 30 બોલમાં 54 રનની પાર્ટનરશિપ થઈ હતી.
  • ટીમ ઈન્ડિયાએ 6 ઓવરમાં 2 વિકેટે 62 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતે પાકિસ્તાન સામે T20માં પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવ્યા હતા.
  • રવિ બિશ્નોઈએ છેલ્લા 2 બોલમાં 8 રન માર્યા હતા.
  • શાદાબ ખાને 4 ઓવરમાં 31 રન દઈને 2 વિકેટ ઝડપી હતી.

અર્શદીપથી કેચ છૂટ્યો અને મેચ હાથમાંથી ગઇ

એશિયા કપની ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી સુપર-4 મેચમાં પાકિસ્તાનની ઇનિંગની 18મી ઓવર રવિ બિશ્નોઈ કરી રહ્યો હતો. તેના ત્રીજા બોલે આસિફ અલી શોટ મારવા ગયો હતો. જોકે તે ટાઈમિંગથી શોટ મારી શક્યો નહતો અને થર્ડ મેન ઉપર રહેલા અર્શદીપ સિંહ પાસે બોલ ગયો હતો. જોકે અર્શદીપ સિંહે તે આસાન કેચ છોડ્યો હતો. જે ભારતને ભારી પડ્યો હતો, કારણ કે તેની પછીની જ ઓવરમાં આસિફ અલીએ બાઉન્ડ્રી ફટકારી હતી. અને પાકિસ્તાન મેચ જીતી ગયું હતું.

રોહિત અને રાહુલની તોફાની શરૂઆત

કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાને તોફાની શરૂઆત અપાવી હતી અને 30 બોલમાં 54 રનની પાર્ટનરશિપ કરી હતી. પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 ઓવરમાં 62/2 હતો. જે પાવરપ્લેના અંતે આ એશિયા કપમાં કોઈપણ ટીમમાંથી વધુ હતો.

કિંગ કોહલીએ શાનદાર ઇનિંગ રમી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 44 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો આવ્યા હતા. તેણે આ 32મી T20 ઈન્ટરનેશનલમાં ફિફ્ટી ફટકાર્યા હતા. હવે તે આ એશિયા કપનો સર્વાધિક સ્કોરર બની ગયો છે. તેણે આ એશિયા કપમાં સતત બીજી મેચમાં હાફ સેન્ચુરી મારી હતી. અગાઉ તેણે હોંગકોંગ સામે 59 રન બનાવ્યા હતા.

ભારત અને પાકિસ્તાન મેચના અમુક ખાસ ફોટોઝ...

જીત મેળવ્યા પછી પાકિસ્તાનના ખેલાડીઓ.
જીત મેળવ્યા પછી પાકિસ્તાનના ખેલાડીઓ.
રવિ બિશ્નોઈએ ટીમને પહેલી સફળતા અપાવી હતી અને તેણે બાબર આઝમની વિકેટ લીધી હતી.
રવિ બિશ્નોઈએ ટીમને પહેલી સફળતા અપાવી હતી અને તેણે બાબર આઝમની વિકેટ લીધી હતી.
પાકિસ્તાનના સ્પિનર શાદાબ ખાને મેચમાં 2 વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાનના સ્પિનર શાદાબ ખાને મેચમાં 2 વિકેટ ઝડપી હતી.
ભારતની ઇનિંગ દરમિયાન પાકિસ્તાનના વિકેટકિપર મોહમ્મદ રિઝવાનને ઈજા પહોંચી હતી. જોકે તેણે આ પછી બેટિંગમાં આવીને શાનદાર બેટિંગ કરી હતી.
ભારતની ઇનિંગ દરમિયાન પાકિસ્તાનના વિકેટકિપર મોહમ્મદ રિઝવાનને ઈજા પહોંચી હતી. જોકે તેણે આ પછી બેટિંગમાં આવીને શાનદાર બેટિંગ કરી હતી.
કોહલી આ એશિયા કપમાં સૌથી વધુ રન કરનારો બેટ્સમેન બની ગયો છે.
કોહલી આ એશિયા કપમાં સૌથી વધુ રન કરનારો બેટ્સમેન બની ગયો છે.
સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનના ફેન્સ સાથે જોવા મળ્યા હતા.
સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનના ફેન્સ સાથે જોવા મળ્યા હતા.
સ્ટેડિયમ ભારતીય ચાહકોથી ખીચોખીચ ભરેલું હતુ.
સ્ટેડિયમ ભારતીય ચાહકોથી ખીચોખીચ ભરેલું હતુ.
ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને પાકિસ્તાનના કોચ સક્લૈન મુશ્તાક મેચ શરૂ થતાં પહેલાં એકબીજાને મળ્યા હતા.
ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને પાકિસ્તાનના કોચ સક્લૈન મુશ્તાક મેચ શરૂ થતાં પહેલાં એકબીજાને મળ્યા હતા.
પાકિસ્તાને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી.
પાકિસ્તાને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11:

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકિપર), દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ.

પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકિપર), ફખર ઝમન, ખુશદીલ શાહ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, શાદાબ ખાન, આસિફ અલી, નસીમ શાહ, હારિસ રઉફ અને મોહમ્મદ હસનૈ.