ક્રિકેટ પર કોરોનાનું સંકટ:ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પાકિસ્તાનના 6 ખેલાડીઓ સંક્રમિત, ટ્રેનિંગ રોકી, મેહમાનોએ પ્રોટોકોલ તોડ્યો

વેલિંગ્ટન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓએ 24 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ રવાના થતા પહેલા લાહોરમાં સેલ્ફી લીધી હતી. - Divya Bhaskar
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓએ 24 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ રવાના થતા પહેલા લાહોરમાં સેલ્ફી લીધી હતી.

ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમના 6 પ્લેયર્સનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેના લીધે ટીમની ટ્રેનિંગ રોકી દેવામાં આવી છે. તે સાથે ન્યૂઝીલેન્ડે અમુક મહેમાનો પર બાયો-સિક્યુરિટી પ્રોટોકોલ તોડવાનો આરોપ લગાવ્યો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં આની પુષ્ટિ કરી. તેમણે સંક્રમિત ખેલાડીઓના નામ જાહેર કર્યા નથી.

બંને ટીમો વચ્ચે 3 T-20 અને 2 ટેસ્ટની સીરિઝ થશે
પાકિસ્તાનની ટીમ બાબર આઝમની કપ્તાનીમાં મંગળવારે ન્યૂઝીલેન્ડ પહોંચી હતી. અહીં ટીમ 14 દિવસ સુધી ક્વોરન્ટીનમાં ટ્રેનિંગ કરી રહી હતી. તેઓ આ પ્રવાસમાં 18 ડિસેમ્બરથી ઓકલેન્ડમાં 3 T-20 અને 2 ટેસ્ટની સીરિઝ રમશે.

ફકર ઝમાનમાં કોરોના લક્ષણો હોવાથી સીરિઝની બહાર
ન્યૂઝીલેન્ડ રવાના થતા પહેલા પાકિસ્તાનના ઓપનર ફકર ઝમાનમાં કોરોનાના લક્ષણો હોવાથી તેને સીરિઝની બહાર કરવામાં આવ્યો હતો. તેને તાવ હતો. જોકે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા 10 ખેલાડીઓ સંક્રમિત થયા હતા
પાકિસ્તાનની ટીમે કોરોના વચ્ચે જુલાઈમાં પહેલીવાર ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. ત્યારે 28 જૂને ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા પાકિસ્તાનના 10 ખેલાડીઓ સંક્રમિત થયા હતા. આ ખેલાડીઓ હૈદર અલી, હેરિસ રઉફ, શાદાબ ખાન, મોહમ્મદ હફીઝ. વહાબ રિયાઝ, ઇમરાન ખાન, કાશીફ ભટ્ટી, મોહમ્મદ હસનેન અને મોહમ્મદ રિઝવાન હતા.