• Gujarati News
  • Sports
  • Cricket
  • 5 Teams Will Play 20 League Matches In 23 Days, Delhi Team Strongest; Know Other Things About The Tournament

WPLની પહેલી સિઝન કાલથી:23 દિવસમાં 5 ટીમ રમશે 20 લીગ મેચ, દિલ્હીની ટીમ સૌથી મજબૂત; જાણો ટુર્નામેન્ટ વિશે અન્ય વાતો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

આવતીકાલથી, એટલે કે 4 માર્ચથી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની પહેલી સિઝનનો આરંભ થવા જઈ રહ્યો છે. 23 દિવસ સુધી ચાલનારી આ લીગમાં 5 ટીમ 20 લીગ મેચ અને બે નોકઆઉટ મેચ રમશે. ટુર્નામેન્ટની શરૂઆત શનિવારે સાંજે 7:30 વાગ્યાથી ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ રમાશે. આ ટુર્નામેન્ટની બધી જ મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.

મેગ લેનિંગની કેપ્ટનશિપમાં દિલ્હી કેપિટલ્સની ટીમ સૌથી મજબૂત અને સંતુલિત નજર આવી રહી છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્લેઇંગ-11 નબળી હોય એવું લાગે છે.

આ સ્ટોરીમાં આપણે બધી જ ટીમની સ્ટ્રેન્થ-વીકનેસ, ટુર્નામેન્ટનું ફોર્મેટ, શિડ્યુલ અને ટાઇમિંગ વિશે જાણીશું...

કઈ-કઈ ટીમ રમી રહી છે?
વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની પહેલી સિઝનમાં 5 ટીમ રમતી નજર આવશે, જેમાં દિલ્હી કેપિટલ્સ (DC), મુંબઈ ઈન્ડિયન્સ (MI), રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB), ગુજરાત જાયન્ટ્સ (GG) અને યુપી વોરિયર્સ (UPW) સામેલ છે.

દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ છે, તો મુંબઈની હરમનપ્રીત કૌર, બેંગલોરની સ્મૃતિ મંધાના, ગુજરાતની બેથ મુની અને યુપીની એલિસા હિલી છે. આ રીતે 3 ટીમની કેપ્ટનશિપ ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ કરશે, જ્યારે 2 ટીમની કેપ્ટનશિપ ભારતીય પ્લેયર્સ કરશે.

એક ટીમ કેટલી મેચ રમશે?
4-21 માર્ચ સુધી લીગ સ્ટેજની 20 મેચ રમાશે. મેન્સ IPLની શરૂઆતની સિઝનની રીતે અહીં પણ દરેક ટીમ એકબીજા સાથે 2-2 મેચ રમશે. આ રીતે દરેક ટીમ લીગ સ્ટેજમાં ઓછામાં ઓછી 8 મેચ રમશે.

20 લીગ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા સ્થાન પર રહેનારી ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે. તો બીજા અને ત્રીજા સ્થાને રહેનારી ટીમની વચ્ચે 24 માર્ચે એલિમિનેટર મેચ રમાશે. હારનાર ટીમ ત્રીજા સ્થાને ફિનિશ કરશે અને જીતનારી ટીમ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલ મેચ રમશે.

22 મેચ પછી મળશે પહેલી વિનર
લીગ સ્ટેજના 20 મેચ અને ક્વોલિફાયરની 2 મેચ સહિત ટૂર્નામેન્ટમાં કુલ 22 મેચ રમાશે. આ પછી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ને પહેલું ચેમ્પિયન મળશે.

કેટલા વાગે રમાશે મેચ?
17 દિવસમાં ટૂર્નામેન્ટની 20 લીગ મેચ રમાશે. 5,18,20 અને 21 માર્ચે 4 ડબલ હેડર રમાશે, એટલે કે એક જ દિવસમાં 2 મેચ રમાશે. પહેલી મેચ બપોરે 3:30 વાગે રમાશે, જ્યારે બીજી મેચ સાંજે 7:30 વાગે રમાશે. એલિમિનેટર અને ફાઈનલ મેચ પણ સાંજે 7:30 વાગે રમાશે.

17 અને 19 માર્ચે રેસ્ટ-ડે રહેશે, કારણ કે એ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેન્સ ટીમ વચ્ચે ભારતમાં વન-ડે સિરીઝ રમાશે. દર્શકો બન્ને જગ્યાએ સમય આપી શકે એ માટે કરીને આ બે દિવસે WPLની મેચ રમાશે નહીં.

અહીં ગ્રાફિકમાં જુઓ ટૂર્નામેન્ટનું આખું શિડ્યૂલ...

હવે જાણીએ પાંચેય ટીમની સ્ટ્રેન્થ અને વીકનેસ વિશે...

દિલ્હી કેપિટલ્સ સૌથી સંતુલિત ટીમ
ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. જેમિમા રોડ્રિગ્સ વાઇસ-કેપ્ટન છે. અને ટીમમાં શેફાલી વર્મા, મારિયન કેપ, એલિસ કેપ્સી, જેસ જોનાસન, રાધા યાદવ અને શિખા પાંડે જેવી ટોપ ક્લાસ ઈન્ટરનેશનલ પ્લેયર્સ છે.

સ્ટ્રેન્થ: 6 ઈન્ટરનેશનલ ઓલરાઉન્ડર્સ છે, જેમાં પાંચ પ્લેયર્સે હજુ સાઉથ આફ્રિકામાં રમાયેલા T20 વર્લ્ડ કપ રમ્યો હતો. ટીમમાં 7 ઈન્ટરનેશનલ ખેલાડી પણ છે. એસોસિયેટ દેશની તારા નોરિસને પણ સામેલ કરી છે, તો તેઓ ટીમમાં 5 વિદેશી ખેલાડીને પણ રમાડી શકે છે.

વીકનેસ: એક્સ્ટ્રા પ્લેયર્સમાં અનુભવની અછત છે. ટૉપ પ્લેયર્સની ઈજા થવાની સ્થિતિમાં સમસ્યા આવી શકે છે. વિદેશી વિકેટકીપર પર પર દાવ ના લગાડવો પણ ભારી પડી શકે છે.

સંભવિત પ્લેઇંગ-11
શેફાલી વર્મા, મેગ લેનિંગ, જેમિમા રોડ્રિગ્સ, મેરિજન કૈપ, લોરા હેરિસ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), એલીસ કેપ્સી-જેસ જોનાસેન, શિખા પાંડે, રાધા યાદવ તારા નૉરિસ અને તિતાસ સાધુ.

DCની ફુલ સ્ક્વોડ...

ગુજરાત જાયન્ટ્સમાં ટોપ ક્લાસ ઓલરાઉન્ડર
વુમન્સ T20 વર્લ્ડ કપની પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ એશ્લે ગાર્ડનર અને પ્લેયર ઑફ ધ ફાઈનલ બેથ મુની ગુજરાતની ટીમમાં છે. મૂની જ ટીમની કેપ્ટન છે અને ટીમમાં જ્યોર્જિયા વેરહોમ અને સ્નેહ રાણા, એનાબેલ સધરલેન્ડ, ડીએન્ડ્રા ડોટિન, માનસી જોશી અને હરલીન દેઓલ જેવી ટોપ ક્લાસ ઓલરાઉન્ડર્સ પણ સામેલ છે.

સ્ટ્રેન્થઃ વિદેશી બેટર્સ, ડોમેસ્ટિક સ્પિનર્સ અને સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર ટીમને મજબૂતી આપી રહ્યા છે. બેટિંગ લાઇન-અપ એટલી મજબૂત છે કે ડોમેસ્ટિક બેટર્સની ગેરહાજરી અનુભવાશે નહીં.

વીકનેસ: ટીમ પાસે કોઈ સ્પેશિયાલિસ્ટ પેસર્સ નથી. ઓક્શનમાં વિદેશી અને ડોમેસ્ટિક ફાસ્ટ બોલરોને ખરીદી શકાયા નથી. બેટિંગ લાઇન-અપમાં ડોમેસ્ટિક બેટર્સનો અભાવ છે. વર્લ્ડ ક્લાસ લેગ સ્પિનર ​​પણ નથી.

સંભવિત પ્લેઇંગ-11
બેથ મૂની, સોફિયા ડંકલી, ડીએન્ડ્રા ડોટિન/એનાબેલા સધરલેન્ડ, હરલીન દેઓલ, એશ્લે ગાર્ડનર, સુષમા વર્મા (વિકેટકીપર), તનુજા કંવર, સ્નેહ રાણા, માનસી જોશી, મોનિકા પટેલ અને દયાલન હેમલતા.

GGની ફુલ સ્ક્વોડ...

યુપી વોરિયર્સમાં વર્લ્ડ કપ વિનિંગ પ્લેયર્સ
ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર બેટર એલિસા હિલીને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ ઉપરાંત ટીમમાં તાહિલિયા મેક્ગ્રા, ગ્રેસ હેરિસ જેવી વર્લ્ડ કપ વિનર પ્લેયર્સ છે અને સાઉથ આફ્રિકાની વુમન્સ T20 વર્લ્ડ કપની ફાઈનલ રમનારી શબનિમ ઈસ્માઈલ પણ છે.

સ્ટ્રેન્થ: પ્લેઇંગ-11માં બધા જ ટૉપ ક્લાસ પ્લેયર્સ છે. ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ બેટિંગ ઓર્ડરને ખૂબ જ આક્રમક બનાવે છે. ડોમેસ્ટિક સ્પિનર્સ પણ ટીમને મજબૂત બનાવશે. પ્લેઇંગ-11 સંતુલિત દેખાઈ રહી છે.

વીકનેસ: ડોમેસ્ટિક બેટર્સ અને ફાસ્ટ બોલર્સની અછત છે. 5 જ એક્સ્ટ્રા પ્લેયર્સ હોવાથી ઓપ્શનની અછત છે. ઓક્શનમાં ટૉપ ક્લાસ ફાસ્ટ બોલર્સને ખરીદવા પર ફોકસ નથી રાખ્યું.
સંભવિત પ્લેઇંગ-11
શ્વેતા સેહરાવત, એલિસા હીલી (વિકેટકીપર), તાહિલીયા મૈક્ગ્રા-ગ્રેસ હેરિસ, કિરણ નવગિરેસ દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, પાર્શ્વી ચોપરા, રાજેશ્વરી ગાયકવાડ, અંજલિ સર્વની, શબનિમ ઇસ્માઇલ અને દેવિકા વૈધ.

UPWની ફૂલ સ્ક્વોડ...

રોયલ ચેલેન્જર્સમાં બોલર્સનો અભાવ
WPL ઓક્શનમાં સૌથી મોંઘી પ્લેયર સ્મૃતિ મંધાના ટીમની કેપ્ટન છે. તેની ઉપરાંત ટીમમાં સોફી ડિવાઇન, હીથર નાઇટ, એલિસ પેરી, ડાન વેન નિકર્ક, રિચા ઘોષ, મીગન શટ અને રેણુકા સિંહ જેવી ટોપ ક્લાસ પ્લેયર્સ છે, પરંતુ ટીમમાં છતાં પણ ડોમેસ્ટિક ફાસ્ટ બોલરનો અભાવ જોવા મળે છે.

સ્ટ્રેન્થ: સૌથી અટેકિંગ બેટિંગ લાઇન-અપ RCBની જ છે. મોટાં-મોટાં નામોને ટીમમાં સામેલ કર્યાં છે. 6માંથી 5 વિદેશી ખેલાડી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને જિતાડી શકે છે. સ્મૃતિ, રિચા અને રેણુકા આ ત્રણેય પ્લેયર્સ શાનદાર છે.

વીકનેસ: સ્પિનર્સની ભારે અછત છે. ખાસ કરીને ડોમેસ્ટિક સ્પિનર્સ ખરીદવામાં ફોકસ નથી રાખ્યું. ડોમેસ્ટિક ઓલરાઉન્ડર્સમાં કોઈ મોટું નામ નથી. સ્પિનર્સની અછતથી પ્લેઇંગ-11 વીક દેખાઈ આવે છે.

સંભવિત પ્લેઇંગ-11
સ્મૃતિ મંધાના, સોફી ડિવાઇન/હીથર નાઇટ, ડેન વેન નિકર્ક, એલિસ પેરી, રિચા ઘોષ (વિકેટકીપર), કનિકા આહુજા, આશા શોભના, રેણુકા સિંહ, મીગન શટ, કોમલ જંજાડ અને પ્રીતિ બોસ.

RCBની ફૂલ સ્ક્વોડ...

મુંબઈ ઈન્ડિયન્સમાં માત્ર મોટાં નામો
ઈન્ડિયા વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને જ ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. તે ઉપરાંત ક્લો ટ્રયોન, અમીલિયા કેર, નેતાલી સિવર અને પૂજા વસ્ત્રાકર જેવાં મોટાં નામો પણ સામેલ છે, પરંતુ આ ઉપરાંત ટીમના બાકી પ્લેયર્સ પર્ફોર્મન્સના મામલે કંઈ ખાસ નજર આવ્યા નથી.

સ્ટ્રેન્થ: હરમનપ્રીત કૌરને ટીમમાં લીધી છે. બધા જ વિદેશી પ્લેયર્સ વર્લ્ડ ક્લાસ છે. અમીલિયા કેર, નેતાલી સિવર અને હીથર ગ્રાહમ જેવાં પ્લેયર્સ ગેમચેન્જર છે. ઓલરાઉન્ડર્સમાં ભારતની પૂજા વસ્ત્રાકરને ખરીદી છે.

વીકનેસ: પેસર્સ જ નથી. ડોમેસ્ટિક પ્લેયર્સ વધુ ખરીદ્યા છે, પરંતુ વર્લ્ડ ટૉપ ક્લાસ ખેલાડીઓ ઓછાં છે. વિકેટકીપર યાસ્તિકા ભાટિયા પર વધુ ખર્ચી દીધા હતા, જેને કારણે ટૉપ ક્લાસ ફાસ્ટ બોલર્સને ખરીદી શક્યા નહોતા. પ્લેઇંગ-11 અત્યારે તો વીક નજર આવે છે.

સંભવિત પ્લેઇંગ-11
યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મેથ્યુઝ / ક્લો ટ્રાયન, અમીલિયા કેર, હરમનપ્રીત કૌર, હીથર ગ્રાહમ, નેતાલી સીવર બ્રંટ, પૂજા વસ્ત્રાકર, અમનજોત કૌર, સાઇકા ઇશાકા, નીલમ બિષ્ત અને સોનમ યાદવ.

MIની ફૂલ સ્ક્વોડ...

અન્ય સમાચારો પણ છે...