ભારતનો આફ્રિકા પ્રવાસ:આફ્રિકામાં 7 ખેલાડી પહેલીવાર ટેસ્ટ રમશે, કોહલીનું ફોર્મ ચિંતાનો વિષય; યંગ બ્રિગેડ પાસે મોટી આશાઓ

એક મહિનો પહેલા

ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરુ થવા જઈ રહી છે. ઈન્ડિયન ટીમમાં જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે તેમાંથી ઘણા ખેલાડીઓ એવા છે જે પહેલીવાર સાઉથ આફ્રિકાની ધરતી પર રમશે. આ ખેલાડીઓએ પોતાને સાબિત કર્યા છે અને હવે પહેલીવાર આફ્રિકાની ધરતી પર કમાલ કરવા માટે તૈયાર છે. આવો આવા જ પાંચ યુવા ખેલાડીઓ વિશે જાણીએ જે ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી શકે છે.

ભારતે 29 વર્ષોમાં સાઉથ આફ્રિકામાં કોઈ ટેસ્ટ સિરીઝ જીતી નથી તેથી કોહલી એન્ડ કંપની માટે આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે.

1.
રીષભ પંત

પોતાની આક્રમક બેટિંગથી ગાબામાં ઓસ્ટ્રેલિયાનો ઘમંડ તોડનારા રીષભ પંત સાઉથ આફ્રિકાની ધરતી પર પહેલીવાર ટેસ્ટ મેચ રમશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર સિડનીમાં 97 અને ગાબા ટેસ્ટમાં 89 રનની નોટઆઉટ ઈનિંગ રમનાર આ ખેલાડી પાસેથી વિરાટ કોહલીને ઘણી આશાઓ રહેશે. પંત ઝડપી પિચો પર ખતરનાક બની જાય છે.

2018 ઓવલ ટેસ્ટ કોણ ભૂલી શકે છે, જ્યાં તેણે કે.એલ.રાહુલ સાથે મળીને ઈંગ્લેન્ડના બોલરો સામે શાનદાર રન બનાવ્યા હતા. જોકે તે ટેસ્ટમાં ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો. પરંતુ પંતની ઈનિંગના કારણે તેના ભરપૂર વખાણ થયા હતા.

2.
શાર્દૂલ ઠાકુર

રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત હોવાના કારણે સાઉથ આફ્રિકા પ્રવાસમાં તેનું સિલેક્શન થયું નથી. તેવામાં શાર્દુલ ઠાકુર ટીમ માટે મહત્વપૂર્ણ પ્લેયર સાબિત થઈ શકે છે.

શાર્દુલ જો પહેલી ટેસ્ટ રમે છે તો આફ્રીકી ધરતી પર આ તેની પહેલી ટેસ્ટ મેચ હશે. ઠાકુરે અત્યાર સુધી ભારત માટે 4 ટેસ્ટ મેચ રમી છે અને તેના નામે 14 વિકેટ અને 190 રન છે.

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની પિચો પર જે રીતે આ ખેલાડીએ શાનદાર રમત દાખવી તેવા જ પ્રદર્શનની આશા ભારતને આ ખેલાડી પાસે રહેશે.

3.
મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની પિચો પર પોતાની ખતરનાક બોલિંગથી બેટ્સમેનને હેરાન કરનાર ટીમ ઈન્ડિયાના યુવા બોલર મોહમ્મદ સિરાજની પણ સાઉથ આફ્રિકામાં પ્રથમ મેચ રહેશે.

10 મેચોમાં 33 વિકેટ લેનારો હૈદરાબાદનો આ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શામી સાથે મળીને કોઈ પણ બેટરને ઓછા રનમાં આઉટ કરી શકે છે.

સાઉથ આફ્રિકાની પિચોમાં સીમ, ઉછાળ અને સ્વિંગ વધુ જોવા મળે છે. તેવામાં સિરાજ સાઉથ આફ્રિકી બેટરો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.

4.
મયંક અગ્રવાલ

સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2019-20માં હોમ સિરીઝમાં શાનદાર બેટિંગ કરનાર ટીમ ઈન્ડિયાના ઓપનર મયંક અગ્રવાલ આફ્રિકી ધરતી પર પહેલીવાર રમતો જોવા મળશે.

હોમ સિરીઝમાં મંયકે 3 મેચોમાં 340 રન બનાવ્યા હતાં. આ દરમિયાન આ ખેલાડીની એવરેજ 85.00 હતી. તેણે સિરીઝમાં એક ડબલ સેન્ચૂરી પણ ફટકારી હતી. તેનો બેસ્ટ સ્કોર 215 રન હતો.

હાલમાંજ રમાયેલી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝમાં પણ મયંકનું પ્રદર્શન શાનદાર રહ્યું. મુંબઈ ટેસ્ટમાં આ ખેલાડીએ 150 રનોની શાનદાર ઈનિંગ રમી હતી. ઈજાના કારણે રોહિત શર્મા ટીમનો ભાગ નહીં રહે તેવામાં મંયક પાસેથી ટીમને ઘણી આશાઓ રહેશે.

5.
શ્રેયસ અય્યર​​​​​​​

​​​​​​​હાલમાંજ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર શ્રેયસ અય્યરનો આ પહેલો આફ્રિકા પ્રવાસ બનશે. કાનપુર ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેણે ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી હતી.

તે પહેલી ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતનો 16મો અને દુનિયાનો 112મો ખેલાડી બન્યો હતો. સાથે જ કોઈ પણ ઈન્ડિયન ખેલાડીની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ડેબ્યૂ કરતા ત્રીજી સદી હતી. અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાના ખરાબ ફોર્મના કારણે આ ખેલાડી પાસેથી ટીમ ઈન્ડિયાને ઘણી આશાઓ રહેશે.

અન્ય સમાચારો પણ છે...