• Gujarati News
  • Sports
  • Cricket
  • 4th T20 Match Series Decider Between India And SA, Strong Hold Of SA 2 1; Learn Information Including Pitch Report

રાજકોટમાં ઈન્ડિયન ટીમનું 'રાજ':દ.આફ્રિકાને 82 રનથી હરાવ્યું, સિરીઝ 2-2થી બરાબર; આવેશે 4 વિકેટ લીધી

18 દિવસ પહેલા

ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં રમાયેલી ચોથી T20 ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 82 રને હરાવી દીધું છે. આની સાથે જ ભારતીય ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-2ની બરાબરી મેળવી લીધી છે. દિનેશ કાર્તિક (55 રન), હાર્દિક પંડ્યા (46 રન) અને આવેશ ખાન (4 વિકેટ) ભારતની જીતના હીરો રહ્યા હતા.

T20 ઈન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે. અગાઉનો રેકોર્ડ 48 રનનો હતો. ભારતની એકંદરે આ પાંચમી સૌથી મોટી જીત છે. ભારતીય ટીમે 2018માં ડબલિનમાં આયર્લેન્ડને આ માર્જિનથી હરાવ્યું હતું.

ભારતીય ટીમનો શરૂઆતમા ધબડકો
ટીમ ઈન્ડિયાનો ઓપનર ઋતુરાજ ગાયકવાડ આ મેચમાં વધુ કંઈ કરી શક્યો નહોતો અને 7 બોલમાં 5 રન કરીને લુંગી એન્ગિડીના બોલ પર ક્વિન્ટન ડિકોકના હાથે કેચ આઉટ થયો હતો. 3 નંબર પર બેટિંગ કરવા આવેલા શ્રેયસ અય્યર પણ વધુ સમય સુધી બેટિંગ કરી શક્યો નહોતો અને માત્ર 4 રન કરીને આઉટ થયો હતો. અય્યરનું પ્રદર્શન પણ આ શ્રેણીમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તેમને સારી શરૂઆત મળી છે પરંતુ તેઓ તેને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યા નથી.

ટીમ ઈન્ડિયા માટે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઈશાન કિશન પણ ચોથી T20માં રમ્યો નહોતો, ઈશાનને સારી શરૂઆત મળી હતી. પરંતુ તે તેને મોટા સ્કોરમાં બદલી શક્યો નહોતો. ઈશાન 26 બોલમાં 27 રન કરીને આઉટ થયો હતો. તેની વિકેટ એનરિક નોર્ત્યાએ લીધી હતી.

રાજકોટમાં મેચ પહેલાં વરસાદ પડ્યો હતો

બંને ટીમની પ્લેઇંગ-11

  • ભારતઃ ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, આવેશ ખાન
  • દ.આફ્રિકાઃ ક્વિંટન ડિકોક, તેમ્બા બઉમા, ડ્વેન પ્રિટોરિયસ, રાસી વાન ડેર ડૂસેન, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, એનરિક નોર્ત્યા, તબરેઝ શમ્સી, લુંગી એન્ગિડી

ભારતના ઓપનર્સ પાસે મહત્ત્વપૂર્ણ જવાબદારી
ઈન્ડિયન ટીમના ઓપનર્સ ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન પાસેથી ઘણી આશા રહેશે. ત્રીજી મેચમાં જેવી રીતે તેણે પાર્ટનરશિપ નોંધાવી હતી, એને જોતા ભારતીય ટીમને એક સારી શરૂઆત મળી હતી. ઉલ્લેખનીય છે કે ચોથી મેચમાં ટોસ પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. જે ટીમ ટોસ જીતશે તે પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરશે.

પિચ રિપોર્ટ
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પિચ પર હાઈસ્કોરિંગ મેચો અગાઉ રમાઈ છે. શરૂઆતમાં પેસરને મદદ મળી શકે છે. જોકે ત્યારપછી બેટિંગ માટે આ પિચ અનુકુળ સાબિત થઈ શકે છે.

IND vs SA, હેડ ટુ હેડ

  • કુલ મેચ- 18
  • ઈન્ડિયા- 10
  • દ.આફ્રિકા- 8
  • લાઈવ મેચ સમય- 7 વાગ્યે સાંજે
અન્ય સમાચારો પણ છે...