• Gujarati News
  • Sports
  • Cricket
  • 45 Matches Will Be Played At 7 Grounds In Australia; ICC Announces, On Which Day The Final Will Be Played

T20 World Cup 2022નો કાર્યક્રમ જાહેર:ઓસ્ટ્રેલિયાના 7 મેદાન પર રમાશે 45 મેચ; ICCએ કરી જાહેરાત, 13 નવેમ્બરના રોજ રમાશે ફાઇનલ

13 દિવસ પહેલા
  • ઓસ્ટ્રેલિયાના એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં કુલ 45 મેચ રમાશે

આ દરમિયાન આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ 2022ની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાનાં સાત શહેર ટી-20 વર્લ્ડ કપ 2022 માટે યજમાન માટે પસંદ કરવામાં આવ્યાં છે. ICC T20 World Cup 2021નું સમાપન 14 નવેમ્બરે દુબઈમાં થયું, જેમાં ઓસ્ટ્રેલિયા વિજેતા રહ્યું હતું.

T20 World Cup 2021નો માહોલ હજી ઠંડો થયો નથી કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 World Cup 2022ના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ અમે એ વર્લ્ડ કપમાં રમાનારી મેચની સંખ્યા, મેદાનની સંખ્યા ઉપરાંત ફાઇનલ અને સેમી-ફાઇનલ સહિતની બધી જ માહિતી જણાવી રહ્યા છીએ.

T20 વર્લ્ડ કપ 2022માં કુલ 45 મેચ રમાશે. આ તમામ મેચ ઓસ્ટ્રેલિયાનાં 7 મેદાન પર રમાશે. એડિલેડ ઓવલ, ગાબા, કાર્ડિનિયા પાર્ક, હોબાર્ટમાં બેલેરીવ ઓવલ, પર્થ, એમસીજી અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 45 મેચ યોજાવાની છે.

T20 વર્લ્ડ કપ 2022માં કુલ 45 મેચ રમાશે. આ તમામ મેચ ઓસ્ટ્રેલિયાનાં 7 મેદાન પર રમાશે.
T20 વર્લ્ડ કપ 2022માં કુલ 45 મેચ રમાશે. આ તમામ મેચ ઓસ્ટ્રેલિયાનાં 7 મેદાન પર રમાશે.

આવતા વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન ટી-20 વર્લ્ડ કપ 2022
આવતા વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ઈવેન્ટમાં એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં કુલ 45 મેચ રમાશે. ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2022 ફાઈનલ 13 નવેમ્બર 2022ના રોજ MCG ખાતે યોજાશે. સેમી-ફાઇનલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને એડિલેડ ઓવલ ખાતે અનુક્રમે 9 અને 10 નવેમ્બરે યોજાશે. તમામ મેચોમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચે એવી પણ શક્યતા છે.

સેમી-ફાઇનલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને એડિલેડ ઓવલ ખાતે અનુક્રમે 9 અને 10 નવેમ્બરે યોજાશે.
સેમી-ફાઇનલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને એડિલેડ ઓવલ ખાતે અનુક્રમે 9 અને 10 નવેમ્બરે યોજાશે.

ફાઇનલ મેચ 13 નવેમ્બર 2022ના રોજ રમાશે
T20 વર્લ્ડ કપ 2022નું આયોજન આગામી વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં થશે. આ ICC ટૂર્નામેન્ટની 8મી આવૃત્તિની સેમી-ફાઇનલ મેચો 9 અને 10 નવેમ્બરે રમાશે. પ્રથમ સેમી-ફાઇનલ 9નવેમ્બરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જ્યારે 10 નવેમ્બરે બીજી સેમી-ફાઇનલ એડિલેડ ઓવલ ખાતે રમાશે.

T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ 13 નવેમ્બર 2022ના રોજ રમાશે. આ ફાઈનલ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે MCG ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...