IPLની મીની ઓકશન 23 ડિસેમ્બરે કેરળના કોચીમાં યોજાશે. આ વખતે 405 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. આ ઓકશનમાં 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઓકશન બપોરે 2:30 વાગે શરૂ થશે.
ગત વખતે મેગા ઓકશન યોજાયું હતું, તેથી આ વખતે મીની ઓકશન થશે. આ 405માંથી 132 વિદેશી, 273 ડોમેસ્ટિક અને 4 એસોસિએટ ખેલાડીઓ હશે. ગત વખતે મેગા ઓકશનમાં ટીમ પાસે રૂપિયા 90 કરોડનું પર્સ હતું. આ વખતે તેમણે ખેલાડીઓ પર ખર્ચ કરવા માટે 95 કરોડ રૂપિયા મળશે. જો કે, આ પર્સમાંથી હાલમાં ટીમ પાસે ઉપલબ્ધ ખેલાડીઓની સંખ્યા ઘટી જશે.
10 ટીમમાં 117 સ્લોટ ખાલી છે
આ વર્ષે IPLની હરાજીમાં 10 ટીમ વચ્ચે 117 સ્લોટ ઉપલબ્ધ છે. એટલે કે 405 ખેલાડીઓમાંથી વધુમાં વધુ 117 ખેલાડીઓ જ પસંદ કરવામાં આવશે. હૈદરાબાદની ટીમ સૌથી વધુ 17 સ્લોટ ધરાવે છે. તો, દિલ્હીની ટીમ પાસે સૌથી ઓછી માત્ર 7 જ સ્લોટ ધરાવે છે.
19 પ્લેયર્સનો બેઝ પ્રાઇસ 2 કરોડ
ઓકશનમાં 2 કરોડની બેઝ પ્રાઇસ સૌથી વધુ છે. આ બેઝ પ્રાઇસના બધા જ 19 પ્લેયર્સ વિદેશી છે. તો 11 પ્લેયર્સની બેઝ પ્રાઇસ 1.5 કરોડ રૂપિયા છે. ભારતના મનિષ પાંડે અને મયંક અગ્રવાલ 1 કરોડની બેઝ પ્રાઇસ ધરાવનારા 20 ખેલાડીમાં સામેલ છે.
આ 19 પ્લેયર્સની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે
રિલી રોયોસુ, કેન વિલિયમસન, સૈમ કરન, કેમરૂન ગ્રીન, જેસન હોલ્ડર, બેન સ્ટોક્સ, ટોમ બેન્ટન, નિકોલસ પૂરન, ફિલ સોલ્ટ, ક્રિસ જોર્ડન, એડમ મિલ્ને, આદિલ રાશિદ, ટ્રેવિસ હેડ, રુસી વન ડર ડુસેન, જિમી નિશમ, ક્રિસ લિન, ક્રેગ ઓવરટન અને જૈમી ઓવરટન.
1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ ધરાવનાર ખેલાડીઓ
નાથન કુલ્ટર-નાઇલ, સીન એબ્બોટ, જેસન રોય, રાઇલી મેરિડીથ, શેર્ફન રધરફોર્ડ, ડેવિડ મલાન, વિલ જૈક્સ, એડમ ઝામ્પા, જાય રિચાર્ડસન, શાકિબ અલ હસન, હૈરી બ્રૂક અને ટાઇમલ મિલ્સ.
1 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ ધરાવનાર ખેલાડીઓ
મયંક અગ્રવાલ, જો રૂટ, હેનરિક ક્લાસેન, અકીલ હોસૈન, મુજીબ-ઉર-રહેમાન, તબરેઝ શમ્સી, મનિષ પાંડે, ડિરેલ મિચેલ, મોહમ્મદ નબી, કાઇલ જેમિસન, શાઈ હોપ, ટોમ લાથમ, માઇકલ બ્રેસવેલ, એન્ડ્રયુ ટાઈસ લ્યૂક વુડ, ડેવિડ વીસે, મોઇઝેઝ હેનરિક્સ, મૈટ હેનરી, રોસ્ટન ચેઝ અને રહકીમ કોર્નવોલ.
હૈદરાબાદની પાસે સૌથી વધુ પર્સ
IPLની બધી જ ટીમ પાસે પ્લેયર્સ રિલીઝ કર્યા પછી પણ પર્સ ભર્યું છે. તેમાં હૈદરાબાદની ટીમ પાસે સૌથી વધુ 42.25 કરોડ રૂપિયા છે. તેઓ આટલા પૈસાથી 17 ખેલાડીઓને ખરીદી શકે છે.
અન્ય ટીમો પાસે કેટલા પૈસા બાકી છે?
ખેલાડીઓને મુક્ત કર્યા પછી, ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે હવે રૂપિયા 20.45 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે રૂપિયા 8.75 કરોડ, રાજસ્થાન રોયલ્સ રૂપિયા 13.2 કરોડ અને કોલકાતા નાઇટ રાઈડર્સ પાસે રૂપિયા 7.05 કરોડ છે.
ગત વર્ષની ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ રૂપિયા 19.25 કરોડ સાથે હરાજીમાં ઉતરશે. તો, મુંબઈ ઈન્ડિયન્સ 20.55 રૂપિયા, પંજાબ કિંગ્સ 32.2 અને દિલ્હી કેપિટલ્સ 19.45 કરોડ રૂપિયાની આ ઓકશનમાં બોલી લગાવશે.
IPL 2023 ક્યારે શરૂ થશે?
2023 IPLમાં 10 ટીમ વચ્ચે કુલ 74 મેચો રમાશે. અહેવાલો પ્રમાણે, IPLની 16મી સિઝન માર્ચના ત્રીજા સપ્તાહમાં શરૂ થવાની અને મેના અંત સુધી ચાલવાની ધારણા છે. 2022ની IPL 26 માર્ચથી 29 મે સુધી શરૂ થઈ હતી.
ગત સિઝનમાં ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન બન્યું હતું
2022માં પ્રથમ વખત IPL 8ની જગ્યાએ 10 ટીમો સાથે યોજાઈ હતી. બે નવી ટીમો ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ ટુર્નામેન્ટમાં પ્રવેશી છે. ટુર્નામેન્ટની ફાઇનલમાં હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની ગુજરાત ટાઇટન્સે સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. 2008ની પ્રથમ સિઝનને બાદ કરતાં, ગુજરાત ટાઇટન્સ પોતાની ડેબ્યૂ ટુર્નામેન્ટમાં જ ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ બની હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.