બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર:18 મેમ્બર્સની ટીમમાં 4 સ્પિનર્સ; ટૉડ મર્ફી અને લાંસ મોરિસને તક મળી

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાસ્ટ બોલર પેટ કમિન્સને 18 સભ્યોની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સ્ટીવ સ્મિથને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. - Divya Bhaskar
ફાસ્ટ બોલર પેટ કમિન્સને 18 સભ્યોની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સ્ટીવ સ્મિથને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ફેબ્રુઆરીમાં શરૂ થનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ ટીમ જાહેર કરી દીધી છે. 18 મેમ્બર્સની ટીમમાં 4 સ્પેશિયાલિસ્ટ સ્પિનર્સ અને 6 પેસર્સને ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમમાં 4 પાર્ટ ટાઇમ સ્પિનર્સ પણ છે. 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ભારત સામે 4 ટેસ્ટ પછી 3 વન-ડે પણ રમવાની છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપ (WTC) ફાઈનલની પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાં 22 વર્ષના ટૉડ મર્ફીને પણ જગ્યા મળી છે. ફાસ્ટ બોલર લાંસ મોરિસ પણ સામેલ છે. મિચેલ સ્ટાર્ક પહેલી ટેસ્ટ નહિ રમી શકે.

સૌથી પહેલા જાણો સિરીઝનો ઈતિહાસ
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ સિરીઝ 1947-48થી રમાઈ રહી છે. સિરીઝમાં એકવાર ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જાય છે, તો બીજી વખત ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત રમવા આવે છે. ભારતે પહેલીવાર 1979માં 6 ટેસ્ટ મેચની સિરીઝ 2-0થી જીતી હતી. આની પહેલા રમાયેલી 7 સિરીઝમાંથી 6 સિરીઝમાં કાંગારુઓની ટીમ જીતી હતી. તો એક સિરીઝ ડ્રો રહી હતી.

ઓવરઓલ રિઝલ્ટની વાત કરીએ તો ભારતે 10 વખત આ સિરીઝ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 12 વખત સિરીઝ જીતી છે. તો 5 સિરીઝ ડ્રો રહી છે. 1996માં પહેલીવાર આ સિરીઝને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી નામ આપવામાં આવ્યું હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી સિરીઝ દરમિયાન લાલા અમરનાથ અને સર ડોન બ્રેડમેન.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી સિરીઝ દરમિયાન લાલા અમરનાથ અને સર ડોન બ્રેડમેન.

આ સિરીઝ ભારત માટે કેટલી મહત્ત્વની?
ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝમાં 4 મેચ રમાશે. આ સિરીઝ ભારત માટે ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે રોહિત શર્માની કેપ્ટનશિપમાં રમાનારી ટીમ ઈન્ડિયા પાસે WTC ફાઈનલમાં ક્વોલિફાય કરવા માટે આ છેલ્લી તક છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં ઓછામાં ઓછી 2 ટેસ્ટ મેચ જીતે છે, તો જ તેઓ ફાઈનલમાં સ્થાન મેળવશે.

અત્યારે ટીમ 58.93% પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબરે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 75.56% સાથે પહેલા નંબરે છે અને લગભગ તેઓએ ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે.

હવે જુઓ ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ બોર્ડર-ગાવસ્કર નામથી જાણીતી છે. આ વખતે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત રમવા આવવાની છે. સિરીઝની પહેલી મેચ 9-13 ફેબ્રુઆરીની વચ્ચે નાગપુરમાં રમાશે. તો બીજી ટેસ્ટ 17-21 ફેબ્રુઆરીમાં દિલ્હીમાં રમાશે. ત્રીજી ટેસ્ટ 1-5 માર્ચમાં ધર્મશાલામાં રમાશ અને ચોથી મેચ 9-13 માર્ચમાં અમદાવાદમાં રમાશે.

પહેલી વન-ડે 17 માર્ચે મુંબઈમાં રમાશે, જ્યારે બીજી વન-ડે 19 માર્ચે વિશાખાપટ્ટનમ (વાઇઝેગ)માં રમાશે અને ત્રીજી વન-ડે મેચ 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે.

સ્ટાર્ક સાઉથ આફ્રિકા સામે બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ ગયો હતો.
સ્ટાર્ક સાઉથ આફ્રિકા સામે બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ ગયો હતો.

પહેલી ટેસ્ટમાંથી મિચેલ સ્ટાર્ક બહાર, ફાસ્ટ બોલર મોરિસ ડેબ્યુ કરી શકે છે
મિચેલ સ્ટાર્ક નાગપુર ટેસ્ટમાં આંગળીમાં ઈજાન કારણે બહાર થઈ ગયો છે. તેના સ્થાને ફાસ્ટ બોલર લાંસ મોરિસ ડેબ્યુ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઈજાગ્રસ્ત કેમરુન ગ્રીનને પણ સામેલ કરવામાં આવ્યો છે.

ઑફ સ્પિનર મર્ફીને પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર ગેમના કારણે સિનિયર ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. તેની સાથે નાથન લાયન, એશ્ટન અગર અને મિચેલ સ્વેપસન પણ સિલેક્ટ થયા છે. પીટર હેંડ્સકોમ્બ અને મેટ રેનશો ટીમમાં પરત ફર્યા છે, જ્યારે માર્કસ હેરિસ બહાર થઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ...
પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરુન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લાયન, લાંસ મોરિસ, ટૉડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ (વાઇસ કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, મિચેલ સ્વેપ્સન, ડેવિડ વોર્નર.

અન્ય સમાચારો પણ છે...