T20 વર્લ્ડ કપનું ફોર્મેટ બદલાશે:પહેલા રાઉન્ડમાં 4, પછી સુપર-8માં 2 ગ્રુપ બનાવાશે; ટીમ ઈન્ડિયા પહેલાથી જ ક્વોલિફાઇ

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

આવતા T20 વર્લ્ડ કપના નવા ફોર્મેટ સાથે રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ (ICC)એ 2024માં યોજાનારા આ ટૂર્નામેન્ટના ફોર્મેટમાં બદલાવ કર્યો છે. મહત્ત્વની વાત એ છે કે વેસ્ટઈન્ડિઝની યજમાનીમાં યોજાનારા આ T20 વર્લ્ડ કપમાં 20 દેશ ભાગ લેશે. આ ટૂર્નામેન્ટના મેચ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાશે.

પહેલા હાલના ફોર્મેટની વાત કરી લઈએ...
થોડાક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપ લીગ કમ નોકઆઉટ ફોર્મેટમાં રમાયો હતો. જેમાં સૌથી પહેલા ક્વોલિફાઇંગ રાઉન્ડ રમાયો હતો. બે ગ્રુપના ક્વોલિફાઇંગ રાઉન્ડની ચાર ટીમે સુપર-12 માટે ક્વોલિફાઇ કર્યું હતું, જ્યાં પહેલાથી જ 8 ટીમ ક્વોલિફાઇડ હતી. સુપર-12માં 6-6 ટીમના બે ગ્રુપ હતા. બન્ને ગ્રુપમાંથી બે-બે ટીમ સેમિફાઈનલમાં પહોંચી હતી, અને તે મેચની વિજેતા ટીમ ફાઈનલ રમી હતી.

શું ટીમની સંખ્યા વધશે?
હા, આવતા વર્લ્ડ કપમાં 20 ટીમ ભાગ લેશે. અત્યારસુધી 16 ટીમ જ વર્લ્ડ કપ રમતી હતી. તેમાં 8 ટીમ તો સીધા સુપર લીગ રાઉન્ડમાં પ્રવેશ કરતી હતી. માત્ર 4 ટીમ પહેલા રાઉન્ડથી ક્વોલિફાઇ કરતી હતી.

નવું ફોર્મેટ શું હશે?
હવે 20 ટીમને ચારના ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. એટલે કે દરેક ગ્રુપમાં 5 ટીમ રહેશે. દરેક ગ્રુપમાંથી ટૉપ-2 ટીમ સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ કરશે. આ આઠ ટીમને બે સુપર લીગ ડિવીઝનમાં વહેંચવામાં આવશે. દરેક ડિવીઝનમાં ચાર ટીમ હશે. આ બધી જ ત્રણ-ત્રણ લીગ મેચ રમશે. એટલે કે દરેક ડિવીઝનની ટૉપ-2 ટીમ સેમિફાઈનલમાં જશે અને સેમિફાઈનલમાં જીતનારી ટીમ ફાઈનલમાં રમશે.

અત્યારસુધીમાં કઈ-કઈ ટીમ ક્વોલિફાઇ થઈ છે?
અત્યારસુધીમાં 12 ટીમ ક્વોલિફાઇ કરી ચૂકી છે. જેમાં હાલમાં રમાયેલા T20 વર્લ્ડ કપની ટૉપ-8 ટીમ તો સીધી જ ક્વોલિફાઇ થઈ ગઈ છે. વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની ટીમ યજમાન દેશ તરીકે સીધી ક્વોલિફાઇ થઈ ગઈ છે. આ ઉપરાંત બે અન્ય ટીમ રેન્કિંગના આધારે ક્વોલિફાઇ થઈ છે. ત્યારે માત્ર આઠ ટીમ ક્વોલિફાયર ટૂર્નામેન્ટથી આવશે. નીચેના ગ્રાફિક્સમાં જોઈ શકો છો કે કઈ-કઈ ટીમ ક્વોલિફાઇ થઈ ગઈ છે...

બાકીની 8 ટીમ માટે ક્વોલિફિકેશન કેવી રીતે હશે?
બાકીના આઠ ટીમ માટે ક્વોલિફાઇ રીજનલ રમતથી કરવામાં આવશે. ICCએ જણાવ્યું હતું કે 'સાઉથ આફ્રિકાએ દાવેદારી મેળવવા માટે મજબૂત દાવો રજૂ કર્યો છે. જ્યારે ઝિમ્બાબ્વે દાવેદારીમાં નબળું રહ્યું છે. આવી સ્થિતિમાં બન્નેને રીજનલ ક્વોલિફિકેશન માટે મોકલવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સુપર-12માં તળિયે રહી છે.

ICCના જણાવ્યા પ્રમાણે આફ્રિકા, એશિયા અને યુરોપના પ્રદેશોના 2 ક્વોટા છે અને અમેરિકા અને પૂર્વ એશિયા પેસિફિક પ્રદેશોમાં એક-એક ક્વોટા છે.