એક વર્ષ સુધી કરી તૈયારી, પરિણામ શરમજનક હાર:4 કેપ્ટન અને 29 ખેલાડી બદલાયા... તમામ પ્રયોગો નિષ્ફળ રહ્યા

3 મહિનો પહેલા

સેમr-ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મળેલી હાર પછી ભારત T20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ચૂકી છે. 169 રનના ટાર્ગેટનો પીછો કરતાં ઈંગ્લેન્ડે વગર વિકેટે 170 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા ફરી એક વખત મોટી ટૂર્નામેન્ટમાં ચોક થઈ ચૂકી છે. ટ્રોફી જીત્યા વગર ભારત પરત ફરવું પડશે.

ICCની આ મોટી ટૂર્નામેન્ટમાં હારનું કારણ શું છે? 2021 T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં પાકિસ્તાન સામે 10 વિકેટથી મળેલી હારથી લઈને વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે પણ 10 વિકેટની હાર સુધી, ટીમ ઈન્ડિયાએ ઘણા પ્રયોગો કર્યા છે અને અગાઉની ટ્રોફી જીત્યા પછી કઈ-કઈ ટૂર્નામેન્ટમાં ટીમ ચોક થઈ ચૂકી છે.

2021માં થયેલા T20 વર્લ્ડ કપમાં શું પરિસ્થિતિ હતી?
17 ઓક્ટોબરથી 14 નવેમ્બર 2021 સુધી UAEમાં ગયા વર્ષે T20 વર્લ્ડ કપ રમાયો હતો. આ ટૂર્નામેન્ટની પહેલી મેચમાં પાકિસ્તાન સામે ભારત હાર્યું હતું. ભારત તરફથી મળેલા 152 રનના ટાર્ગેટને પાકિસ્તાને વગર વિકેટે હાંસલ કર્યો હતો. બીજી મેચમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે હાર્યું હતું. ત્યાર પછી ત્રણ લીગ મેચ જીતી ભારત સેમી-ફાઈનલમાં પહોંચી શક્યું નહોતું.

2021 વર્લ્ડ કપ પછી 29 પ્લેયર્સને તક આપી
2021 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્મા T20 સહિત તમામ ફોર્મેટમાં કેપ્ટન બન્યા છે. રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડ હેડ કોચ બન્યા છે. 15 નવેમ્બર 2021થી 15 ઓક્ટોબર 2022 સુધી 11 મહિનાઓમાં ટીમ ઈન્ડિયાએ 35 T20 મેચ રમ્યા. 7 ખેલાડીએ ડેબ્યુ કર્યા. ભારતે આ સમયગાળા દરમિયાન 4 કેપ્ટન પણ બદલ્યા.

આટલા પ્રયોગો પછી T20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓની ટીમ નક્કી થઈ હતી, પરંતુ આ ટોપ 15 ખેલાડી પણ ટ્રોફી અપાવી ન શક્યા.

પહેલાંના વર્લ્ડ કપમાં ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો
આ વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલની ઓપનિંગ જોડી ફ્લોપ રહી હતી. ચોંકાવનારી વાત છે કે 6 મેચમાં એકપણ વખત આ જોડી 50 રનની પાર્ટનરશિપ બનાવી શકી નથી. ગત વર્લ્ડ કપ બાદ ભારતે ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન અને દીપક હુડા સાથે ઓપનિંગ કર્યું હતું. અંતે રોહિત અને રાહુલ પર ભરોસો કર્યો. અંતે, તેઓ પણ કંઈ કરી શક્યા નહિ.

પ્લેઇંગ-11માં લેગ સ્પિનર કેમ નહીં?
T20 ફોર્મેટમાં રિસ્ટ સ્પિનર્સને વિકેટ ટેકિંગ ઓપ્શન માનવામાં આવે છે. ભારતે આ વર્લ્ડ કપ પહેલાં 35 મેચમાં કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ અને યુઝવેન્દ્ર ચહલની રિસ્ટ સ્પિનને તક આપી. વર્લ્ડ કપ સ્કવોડમાં અક્ષર પટેલની લેફ્ટ આર્મ સ્પિન, રવિચંદ્રન અશ્વિનની ઓફ સ્પિન સિવાય ચહલની લેગ સ્પિન બોલિંગને પણ પસંદ કરી, પરંતુ ટૂર્નામેન્ટની 6 મેચમાં પ્લેઇંગ-11માં ચહલને તક આપી નહીં. અશ્વિન અને અક્ષરને બધી મેચમાં તક આપી હતી. અશ્વિને 6 મેચમાં 6 વિકેટ અને અક્ષરે 5 મેચમાં 3 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ફાસ્ટ બોલ પર વિકેટ લેવાનું દબાણ વધી ગયું હતું. ફાસ્ટ બોલર્સે પાવરપ્લે અને ડેથ ઓવરમાં વિકેટ પણ લીધી, પરંતુ, ટીમ 7થી 15 ઓવરની વચ્ચે વિકેટ મેળવી શકી ન હતી.

ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓ ઓછા, કેપ્ટન વધારે
ટીમ ઈન્ડિયામાં એક જ વર્ષની અંદર T20માં 4 અને તમામ ફોર્મેટમાં 8 ખેલાડીએ કેપ્ટનશિપ કરી છે. T20માં રોહિત શર્મા સિવાય રિષભ પંત, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ કેપ્ટનશિપ કરી છે. ફ્યુચર કેપ્ટન ડેવલપ કરવાના હિસાબે મેનેજમેન્ટનો નિર્ણય યોગ્ય હતો, પરંતુ, આ નિર્ણયને કારણે પંત, રાહુલ, પંડ્યા, રોહિત અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સહિત 5 આંતરરાષ્ટ્રીય કેપ્ટન વર્લ્ડ કપ ટીમમાં રમી રહ્યા હતા.

વર્લ્ડ કપ માટે ખરાબ ટીમની પસંદગી
વર્લ્ડ કપ પહેલાં 35 મેચમાં ભારતે ઈશાન કિશન, સંજુ સેમસન, દિનેશ કાર્તિક, રિષભ પંત અને લોકેશ રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવી. અંતે, ટીમે કાર્તિકની ફિનિશિંગ સ્કિલ પર ભરોષો કર્યો. ટીમમાં પંતને બેકઅપ કીપર તરીકે રાખ્યો. રાહુલ જોડે માત્ર ઓપનિંગ કરાવી.

કાર્તિકે શરૂઆતની 4 મેચમાં 14 રન બનાવ્યા. પંતે છેલ્લી બે મેચ રમી. તે પણ 9 રન બનાવી શક્યો. ભારત અંત સુધી નક્કી ન કરી શક્યું કે કીપર તરીકે કાર્તિકને તક આપીએ કે પંતને.

આટલા પ્રયોગો કેમ?
ટીમ મેનેજમેન્ટે કેપ્ટન અને ખેલાડીઓમાં આટલા પ્રયોગો વર્ક લોડ જોઈને કર્યા છે. મેનેજમેન્ટનું માનવું છે કે ટીમ વધારે મેચ રમે છે. આવામાં કોઈ એક પર દબાણ ન આવવું જોઈએ. આથી વધુમાં વધુ ખેલાડીઓને તક આપી.

આ મેનેજમેન્ટ હોવા છતાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા વર્લ્ડ કપ પહેલાં ઈજાના કારણે ટૂર્નામેન્ટ રમી શક્યા નહોતા. એ જ સમયે, ડેથ અને મિડલ ઓવરોમાં વિકેટ લેવામાં એક્સપર્ટ ગણાતા હર્ષલ પટેલને ટીમે ટૂર્નામેન્ટમાં એકપણ મેચ રમી ન હતી. પછી ખબર નહીં, ટીમે આટલા બધા પ્રયોગો કેમ કર્યા?

2014 પછી સતત નોકઆઉટ મેચમાં હાર્યા
ટીમ ઈન્ડિયાએ છેલ્લો T20 વર્લ્ડ 2007, છેલ્લો વન-ડે વર્લ્ડ કપ 2011 અને છેલ્લી ચેમ્પિયન ટ્રોફી 2013માં જીતી હતી. 2013 પછી ભારતે ICCની 8 મેગા ટૂર્નામેન્ટમાં 10 નોક આઉટ મેચ રમી, જેમાંથી 7 હાર્યા અને 3 જીત્યા. આમાં પણ ટીમે બાંગ્લાદેશને બે વખત હરાવ્યું હતું.

એક વખત 2014 T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું, પરંતુ ફાઇનલમાં શ્રીલંકા સામે હારી ગયું હતું. આ પહેલાં ભારતે 2015ની ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું, પરંતુ સેમી-ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી-ફાઈનલમાં પણ બાંગ્લાદેશને હરાવ્યું હતું, પરંતુ ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ગયું હતું.

2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારત કોઈપણ મોટી ICC ટૂર્નામેન્ટની ટ્રોફી જીતી શક્યું નથી. ટીમને 7 વખત હરાવી એમાં શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઈન્ડીઝ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન ન્યૂઝીલેન્ડે અમને નોકઆઉટ મેચોમાં બે વાર હરાવ્યું. પહેલાં 2019 ODI વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં અને પછી 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં.

અન્ય સમાચારો પણ છે...