તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીલંકન બોર્ડ Vs ક્રિકેટર વિવાદ:શ્રીલંકાના 38 ક્રિકેટરોએ ટૂર કોન્ટ્રાક્ટ રિજેક્ટ કર્યો, ડિસિલ્વાએ કહ્યું- ગેમમાં ધ્યાન આપો; પોઝિટિવ ક્રિકેટ રમો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્રીલંકાની ટીમના ખેલાડીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
શ્રીલંકાની ટીમના ખેલાડીઓની ફાઈલ તસવીર
  • SLCએ ખેલાડીઓને 4 અલગ-અલગ ગ્રુપમાં તારવી લીધા છે

શ્રીલંકા ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને બોર્ડ વચ્ચે વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. જેના પરિણામે 38 ખેલાડીઓએ ટૂર કોન્ટ્રાક્ટ પર સાઈન કરવાની મનાઈ કરી દીધી છે. જેના પરિણામે શ્રીલંકાની ટીમના ઈંગ્લેન્ડ ટૂર પર પણ સંકટના વાદળો છવાઈ ગયા છે. જુલાઈ મહિનામાં ટીમ ઈન્ડિયાએ પણ શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે, જો આ વિવાદ વકરશે તો આગામી ICCની ટૂર્નામેન્ટમાં પણ શ્રીલંકાની ટીમ તરફથી કોણ રમત દાખવશે એ અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

ખેલાડીઓએ ટ્રાવેલ કોન્ટ્રાક્ટને નકાર્યો
શ્રીલંકાની ટીમને 9 જૂનથી ઈંગ્લેન્ડ ઉડાન ભરવાની છે. બંને ટીમો વચ્ચે 3 T-20 અને 3 વન-ડે મેચ યોજાશે. આ ટૂર અંગે 3 ખેલાડીઓના હસ્તાક્ષર કરેલા એક પરિપત્રમાં લખ્યું હતું કે SLC દ્વારા જે રેટિંગ સિસ્ટમમાં પારદર્શિતામાં તકલીફો જોવા મળતા ખેલાડીઓએ ટ્રાવેલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો નિર્ણય કર્યો છે.

પરિપત્રમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી બોર્ડ તમામ ખેલાડીઓને ન્યાય મળે એવી રીતે નવી ગાઈડલાઈનનો ઉલ્લેખ નથી કરતું ત્યાં સુધી અમે એકપણ કોન્ટ્રાક્ટમાં હસ્તાક્ષર કરીશું નહીં. ખેલાડીઓએ કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટમાં પારદર્શિતા ઓછી છે અને વરિષ્ઠ ખેલાડીઓને ન્યાન પણ મળી રહ્યો નથી.

બોર્ડે વિવિધ માપદંડોને આધારે ખેલાડીઓની વહેંચણી કરી
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે નવા સિસ્ટમ અંતર્ગત ખેલાડીઓને 4 અલગ-અલગ ગ્રુપમાં તારવી લીધા છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં ખેલાડીઓના પ્રદર્શન, ફિટનેસનું સ્તર, શિસ્ત, લીડરશિપ, ટીમમાં યોગદાન, આંતરરાષ્ટ્રીય અને હોમ ક્રિકેટમાં પ્રદર્શનના આધારે અંક આપ્યા છે. શ્રીલંકાના ક્રિકેટરોએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા અને તારવણીને વધુ પારદર્શક બનાવવી જોઈએ. ગ્રેડના આધારે કોઈરીતે તેઓને રેટિંગ આપવા જોઈએ, કારણ કે આનો સીધો પ્રભાવ એમની કમાણી પર પડે છે.

જુલાઈમાં ભારતીય ટીમ વિરૂદ્ધ ટક્કર
એક બાજુ અત્યારે શ્રીલંકાના ખેલાડીઓ અને બોર્ડ વચ્ચે વિવાદ વધી રહ્યો છે, તો બીજી બાજુ જુલાઈમાં તેઓને ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ પણ શ્રેણી રમવાની છે. BCCIના પ્લાનના આધારે જુલાઈ મહિનામાં ભારતીય ટીમ શ્રીલંકામાં લિમિટેડ ઓવરની મેચ રમવા માટે જઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમ શ્રીલંકા વિરૂદ્ધ 3 વનડે અને 3 T-20 મેચ રમી શકે છે.

ડિસિલ્વાએ કહ્યું- ગેમમાં ધ્યાન આપો
શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ સમિતિના અધ્યક્ષ અરવિંદ ડિસિલ્વાએ નવા કોન્ટ્રાક્ટનો વિરોધ કરનાર ખેલાડીઓ પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું હતું કે ખેલાડીઓએ અત્યારે નવા કોન્ટ્રાક્ટનો વિરોધ કરવા કરતા પોતાના અંગત પ્રદર્શન અને ક્રિકેટની ગેમ પર ધ્યાન આપવું જોઈએ.

અરવિંદ ડિસિલ્વાએ કહ્યું કે ખેલાડીઓએ સર્વ પ્રથમ પોઝિટિવ ક્રિકેટ રમવું જોઈએ અને આવા તથ્ય વગરના વિવાદો ઉભા કરવા કરતા દેશને આંતરરાષ્ટ્રીય સ્તર પર જીતાડવું જોઈએ. આવો પોઝિટિવ દૃષ્ટિકોણ આપણને વધુ લાભ આપશે અને પ્રોત્સાહન પણ પુરૂ પાડશે.

અન્ય સમાચારો પણ છે...