તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરતીનો છેડો....ઘર:મહામારીમાં વિખુટા પડેલા 38 ઓસ્ટ્રેલિયન ખેલાડી અને સ્ટાફ ક્વોરન્ટીન ટાઇમ પૂરો કરીને ઘરે પરત ફર્યા, ભાવુક તસવીરો શેર કરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પહેલી તસવીર વોર્નરની ઘરે પહોંચ્યા પછી તેની પુત્રી સાથે રમતો હોય એની છે. તે જ સમયે, બીજી તસવીર જ્યારે વોર્નર ઘરે પહોંચ્યો તે સમયની છે. - Divya Bhaskar
પહેલી તસવીર વોર્નરની ઘરે પહોંચ્યા પછી તેની પુત્રી સાથે રમતો હોય એની છે. તે જ સમયે, બીજી તસવીર જ્યારે વોર્નર ઘરે પહોંચ્યો તે સમયની છે.
  • IPLના ફેઝ-2માં પેટ કમિન્સ અને ડેવિડ વોર્નર ભાગ લેશે નહીં

IPL 2021 સીઝનમાં ભાગ લેનાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, કોચ અને કોમેન્ટેટર્સ આશરે 20 દિવસ પછી પોતાના ઘરે પરત ફર્યા છે. ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને પેટ કમિન્સ સહિત 38 ખેલાડીઓ IPLની સીઝન રદ્દ થવાને કારણે માલદીવ અને પછી ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટીન હતા. આજે તેઓ ઘરે પરત ફર્યા છે અને પરિવાર સાથેની ભાવુક તસવીરો પણ શેર કરી હતી.

સોમવારે સવારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ક્વોરન્ટીન ટાઇમ પૂરો કરીને પોતાના પરિવારના સભ્યોને મળ્યા હતા. આ તમામ ભાવુક પળોની તસવીરો ખેલાડીઓ અને એમના પરિવારના સભ્યોએ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર જેસન બેહરનડૉર્ફે ન્યૂઝ કૉર્પને જણાવ્યું હતું કે ફસાઇ જવું ઘણુ મુશ્કેલ છે. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે અમને ઘણો આનંદ થયો હતો અને શાંતિ પણ મળી હતી. વોર્નરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે ઘરે આવીને અત્યંત ખુશ છું.

ઓસ્ટ્રેલિયા જુલાઇમાં વિંડીઝ વિરૂદ્ધ રમશે
કોલકાતા નાઇટ રાઈડર્સના ફાસ્ટ બોલર પેટ કમિન્સની ગર્ભવતિ પત્ની બેકી બૉસ્ટન 2 મહિના પછી પતિને જોઇને આક્રંદ કરવા લાગી હતી. તમામ ખેલાડીઓ માત્ર 2-3 સપ્તાહ માટે જ પરિવાર સાથે સમય વિતાવી શકશે, કારણ કે ત્યારપછી તેઓને વેસ્ટઇન્ડિઝ ટૂર માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવાની છે. જોકે મીડિયાના અહેવાલો પ્રમાણે જાણવા મળ્યું હતું કે પેટ કમિન્સ અને વોર્નરને આ ટૂરમાંથી આરામ આપી શકાય છે. વિંડીઝ સીરીઝની શરૂઆત 10 જુલાઈથી થશે પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ જુલાઈના પ્રથમ સપ્તાહમાંજ વિંડીઝ જવા માટે નીકળી જશે.

ECBએ ઈંગ્લેન્ડના ખેલાડીને IPL ફેઝ-2માં જોડાવાની મનાઇ ફરમાવી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે IPLની અન્ય 31 મેચ 19 સપ્ટેમ્બરના રોજ UAEમાં યોજાઈ શકે છે. BCCIએ પણ આ તમામ મેચો UAEમાં યોજાશે એ અંગે પુષ્ટી કરી દીધી છે. જોકે આ સીઝનના બીજા ફેઝમાં પેટ કમિન્સ અને વોર્નર ભાગ નહીં લે એવા સમાચાર પણ સામે આવ્યા હતા. ઈંલ્ગેન્ડ ક્રિકેટ બોર્ડે તો પહેલા જ પોતાના ખેલાડીઓને બીજા લેગમાં રમવાની ના પાડી દીધી છે.

BCCIએ પ્રાઈવેટ ચાર્ટર્ડથી તેઓને ઘરે પહોંચાડ્યા
IPLની આ સીઝનને 29 મેચ બાદ કોરોનાના વધુ કેસ સામે આવતા રદ્દ કરવામાં આવી હતી. જોકે અત્યારસુધી ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતથી આવતી તમામ ફ્લાઈટ્સ પર 15 મે સુધી બેન લગાવી દીધો છે. જેના કારણે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ, સ્ટાફ અને કોચને BCCIએ ચાર્ટર્ડ ફ્લાઇટથી માલદીવ પહોંચાડ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની હોટલમાં પણ 14 દિવસ ક્વોરન્ટીન રહ્યા
15 મે સુધી 28 લોકોનું ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનું જુથ માલદીવમાં ક્વોરન્ટીન રહ્યું હતું. 15 મેના રોજ BCCIએ ફરી એકવાર પોતાના ચાર્ટર્ડ ફ્લાઈટથી તમામ ખેલાડીઓ, સ્ટાફ અને કોચને સિડની પહોંચાડ્યા હતા. ત્યાં, તેઓ 14 દિવસ માટે એક હોટલમાં ક્વોરન્ટીન રહ્યા હતા. આ તમામ પ્રવાસનો ખર્ચો પણ BCCIએ ઉઠાવ્યો હતો. 14 દિવસનો ક્વોરન્ટીન ટાઇમ પૂરો કર્યા પછી, આજે બધા પોતાના ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...