ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ મેચમાં કિવીઝે લડત આપી:પહેલી ઇનિંગમાં 373 રન બનાવ્યા, ડેરિલ મિચેલે સેન્ચુરી ફટકારી; બીજી ઇનિંગમાં શ્રીલંકાનો સ્કોર 83/3

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ક્રાઇસ્ટચર્ચ માં પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં શનિવારે ત્રીજા દિવસે સ્ટમ્પ્સ વખતે શ્રીલંકાએ બીજી ઇનિંગમાં 3 વિકેટે 83 રન બનાવી લીધા છે. તો ન્યૂઝીલેન્ડે પહેલી ઇનિંગમાં લીડ લેતા 373 રન બનાવ્યા હતા. બીજા દિવસે 162/5 રનના સ્કોરથી આગળ વધાર્યો હતો અને 373 રન બનાવન્યા હતા. કિવીઝ તરફથી સૌથી વધુ ડેરિલ મિચેલે સદી ફટકારતા 102 રનની ઇનિંગ રમી હતી.

ત્રીજા દિવસે સ્ટમ્પ્સ વકતે શ્રીલંકાએ 65 રનની લીડ લઈ લીધી છે. એન્જેલો મેથ્યૂઝ 20 રન અને પ્રભાત જયસૂર્યા 2 રને નોટઆઉટ છે. શ્રીલંકાની ત્રણેય વિકેટ બ્લેર ટિકનરે લીધી છે.

ડેરિલ મિચેલે શાનદાર સદી ફટકારી
ન્યૂઝીલેન્ડ માટે ડેરિલ મિચેલે 102 રન, મેટ હેનરીએ 72 રન અને ટૉમ લાથમે 67 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ડેવોન કોનવેએ 30 રન, નીલ વેગનરે 27 રન, માઇકલ બ્રેસવેલ અને ટિમ સાઉધીએ 25-25 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ અસિથ ફર્નાન્ડોએ 4 વિકેટ, જ્યારે લાહિરુ કુમારાએ 3 વિકેટ લીધી હતી.

શ્રીલંકાની પહેલી ઇનિંગ
આની પહેલા ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં 355 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ કુશલ મેન્ડિસ અને દિમુથ કરુણારત્ને વચ્ચે 137 રનની પાર્ટનરશિપ થઈ હતી. તો એન્જેલો મેથ્યૂઝ અને દિનેશ ચાંદીમલ વચ્ચે 82 રનની પાર્ટનરશિપ થઈ હતી. કુશલ મેન્ડિસે સૌથી વધુ 87 રન બનાવ્યા હતા. તો દિમુથ કરુણારત્નેએ 50 રન, એન્જેલો મેથ્યૂઝે 47 રન અને ધનંજય ડિ સિલ્વાએ 46 રનની ઇનિંગ રમી હતી.

WTC ફાઈનલમાં બન્યા રહેવા માટે સિરીઝ ક્લિન સ્વિપ કરવું જરૂરી
શ્રીલંકાએ WTC ફાઈનલમાં બન્યા રહેવા માટે બે ટેસ્ટ મેચની સિરીઝમાં ક્લિન સ્વિપ કરવું પડશે. તો આજથી શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારત જીતી જાય છે, તો આ સિરીઝની કોઈ અસર નહીં પડે. શ્રીલંકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.

બીજા દિવસની રમત
શ્રીલંકાએ બીજા દિવસે 305/6ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. ટીમ 355 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દિવસના અંત સુધીમાં ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ટૉમ લાથમે 67 રન બનાવ્યા હતા. ડેરિલ મિચેલ 40 રન અને માઇકલ બ્રેસવેલ 9 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...